Home /News /rajkot /Rajkot: ગરબા રમતા પ્રેમમાં પડ્યા, લગ્ન કર્યા, હવે સંતાનો સાથે બોલાવે છે રાસની રમઝટ

Rajkot: ગરબા રમતા પ્રેમમાં પડ્યા, લગ્ન કર્યા, હવે સંતાનો સાથે બોલાવે છે રાસની રમઝટ

રાજકોટમાં નવરાત્રીમાં અલગ કિસ્સો સામે આવ્યો છે.

એવા કપલની વાત કરવી છે કે જેને ગરબા રમતા રમતા પ્રેમ થયો અને ઉપરવાળાએ બન્નેને જીવસાથી બનાવવા ગરબાનું માધ્યમ બનાવ્યું હોય તેવો રસપ્રદ કિસ્સો લઈને આવ્યા છીએ.

  Mustufa Lakdawala,Rajkot : તહેવાર કોઈ પણ હોય પરંતુ રાજકોટવાસીઓ ગરબા રમવાનું ચૂકતા નથી. રંગીલા રાજકોટવાસીઓ ગરબા રમે તો તેમના માટે દરેક તહેવાર અધૂરો રહે છે. તેમાંય નવરાત્રિ આવે એટલે રાજકોટીયન્સ ગરબા રમવા નીકળી પડે. શહેરમાં અનેક સ્થળે ગરબાનાં આયોજન થયાં છે. ત્યારે આજે આપણે એવા કપલની વાત કરવી છે કે જેને ગરબા રમતા રમતા પ્રેમ થયો અને ઉપરવાળાએ બન્નેને જીવસાથી બનાવવા ગરબાનું માધ્યમ બનાવ્યું હોય તેવો રસપ્રદ કિસ્સો લઈને આવ્યા છીએ. ગરબા રમતા રમતા યુવક-યુવતી વચ્ચે મિત્રતા થઈ અને બાદમાં પ્રેમ થયો. બંન્નેના પરિવારે રાજીખુશીથી બન્નેના લગ્ન કરાવ્યા અને આજે સંતાનમાં બે દીકરીઓ છે. આજે બન્ને દીકરીઓ સાથે કપલ ગરબા રમે છે.


  યુવક-યુવતી બન્ને અલગ અલગ ગ્રુપમાં રમતા


  હિરલબેન વઢવાણા અને મીહીરભાઈ વઢવાણા સાતેક વર્ષ પૂર્વે રાજકોટ ખાતે યોજાયેલ અર્વાચીન રસોત્સવમાં મળ્યા હતા. બંને જુદા જુદા ગ્રુપ સાથે રમતા હતા. પરંતુ દરમિયાન હિરલબેન જે પ્રમાણે અવનવા સ્ટેપ દ્વારા ગરબા રમી રહ્યા હતા તે જોઈ મિહિરભાઈને લવ એટ ફર્સ્ટ સાઈટ જેવી ફિલીંગ આવી હતી. પરંતુ સાથે એક વિચાર પણ હતો કે પોતે પુષ્ટિ સંપ્રદાયમાંથી આવે છે. ત્યારે તેમને જે છોકરી ગમી ગઈ છે તે પુષ્ટી સંપ્રદાય સાથે જોડાયેલી હશે કે કેમ? પરંતુ યોગાનુંયોગ હિરલબેન પણ પુષ્ટિ સંપ્રદાય સાથે જોડાયેલા હોવાનું મિહિરભાઈને જાણ થઈ.


   


  રાસોત્સવમાં ઠાકોરજીએ અમને મેળાવ્યા


  અર્વાચીન રસોત્સવમાં વચ્ચે પડતા બ્રેકમાં મિહિરભાઈ હિરલબેન સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરતા. પ્રયત્નમાં હિરલબેન તરફથી પણ સારો રિપ્લાય મળતા બંને પ્રથમ મિત્ર બન્યા અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ પાંગર્યયો હતો. આજે બંને પતિ પત્ની તરીકે તેમજ માતા પિતા તરીકે પોતાના સંતાનોની સાથે અર્વાચીન રાસોત્સવની મજા માણી રહ્યા છે. બન્ને કહે છે કે, અમને રાસોત્સવમાં ઠાકોરજીએ મેળાવ્યા હતા. આજે મિહિરભાઈ અને હિરલબેનને લગ્નજીવન દરમિયાન બે સંતાનો છે. એક દીકરીનું નામ પુષ્ટિ રાખવામાં આવ્યું છે જ્યારે કે બીજી દીકરીનું નામ પવિત્રા રાખવામાં આવ્યું છે. મીહીરભાઈ આજે મલ્ટીનેશનલ કંપનીમાં ડાયાબિટીસ ડિપાર્ટમેન્ટમાં વર્ક કરે છે.


   


  રાજકોટવાસીઓ માટે ગરબા હોય તો બધું અધૂરૂ


  રાજકોટવાસીઓ તો ગરબા રમવા માટેનું બહાનું શોધતા હોય છે. પરંતુ નવરાત્રિમાં તો રાજકોટીયન્સ હિલોળે ચડે છે અને મન ભરીને ગરબાની રમઝટ બોલાવે છે. પરંતુ ગરબા રમતા રમતા યુવક-યુવતીઓ પ્રેમ પડે અને લગ્નના બંધનમાં પણ જોડાઇ તેવા કિસ્સા બને છે. હાલ રાજકોટમાં ગ્રુપમાં ગરબા રમવાનો ટ્રેન્ડ જોવા મળે છે. ગ્રુપમાં રમતા રમતા યુવક-યુવતીઓ પહેલા તો સારા મિત્ર બને અને પછી પ્રેમમાં પડે છે. આખરે લગ્નના બંધનમાં બંધાઇને ભવોભવનો સાથે નિભાવે છે.

  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Navratri, Navratri 2022, રાજકોટ

  विज्ञापन
  विज्ञापन