Home /News /rajkot /રાજકોટ: પતિ બાદ પુત્રએ પણ છોડ્યો સાથ! વ્હાલસોયાનો મૃતદેહ જોતાં જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી માતા

રાજકોટ: પતિ બાદ પુત્રએ પણ છોડ્યો સાથ! વ્હાલસોયાનો મૃતદેહ જોતાં જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી માતા

પ્રિતમની ફાઇલ તસવીર

Rajkot news: મૃતકનાં પિતાએ તેની માતા સાથે છૂટાછેડા લઈને અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. પિતાએ માતા સાથે છૂટાછેડા લઈ લેતા ત્યારબાદ પ્રિતમ પોતાની માતા સાથે જ રહેતો હતો. 

રાજકોટ: શહેરમાં વધુ એક આપઘાતનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં વધુ એક યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે પણ આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નાકરાવાડી ગામે પ્રીતમ સાધરીયા નામના યુવકે ગળાફાંસો ખાઈ લીધાનું બનાવવું સામે આવ્યું છે. પ્રિતમની ઉંમર માત્ર 18 વર્ષની હતી અને આટલી નાની ઉંમરમાં તેણે જીવન ટૂંકાવવાનો નિર્ધાર કરી લીધો હતો. જે અંતર્ગત મંગળવારના રોજ જ્યારે પ્રીતમની માતા ઘરને તાળું મારી બજારમાં ગયા હતા.

ત્યારે ઘરે આવેલા પ્રીતમે ઘરના દરવાજે તાળું જોઈ મકાનની દીવાલ ઠેકી અંદર જઈ ઘરના ઉપરના માળે પંખાના હુકમાં ચુંદડી વડે ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.

બજારમાંથી પરત ફરેલી માતાએ સૌપ્રથમ દરવાજે તાળું જોયું હતું. તાળું ખુલ્યા બાદ માતા જ્યારે ઘરમાં પ્રવેશી ત્યારબાદ તે મકાનના ઉપરના માળે ગઈ હતી. ત્યારે ઉપરના માળે આવેલા રૂમનો દરવાજો ખુલતા વ્હાલસોયા પુત્રને લટકતી હાલતમાં જોયો હતો. ત્યારે આશાસ્પદ એકના એક પુત્રના મૃતદેહને લટકતી હાલતમાં જોઈ માતાના પગતળેથી જમીન ખસી ગઈ હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં રોજગાર ભરતી મેળો

સમગ્ર મામલાની જાણ કુવાડવા પોલીસને થતા કુવાડવા પોલીસ સ્ટેશનના સ્ટાફ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કેટલા સ્થળ પર દોડી આવેલી પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પીએમ રૂમ ખાતે ખસેડી હતી. ત્યારબાદ પીએમની કાર્યવાહી પૂર્ણ થતા મૃતકની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો: દ્વારકામાં જમીનમાં નહીં પણ વેલ પર ઉગે છે બટાકાં

તેમજ પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા માટે પરિવારજનોના નિવેદન પણ નોંધ્યા હતા. પરિવારજનોના નિવેદનમાં એક વાત સામે આવી હતી કે, મૃતક યુવાન પ્રિતમ ડ્રાઇવિંગ કરી પોતાનું તેમ જ પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. તેના પિતાએ તેની માતા સાથે છૂટાછેડા લઈ અને અન્ય બીનાબેન નામની મહિલા સાથે લગ્ન કર્યા છે. પિતાએ માતા સાથે છૂટાછેડા લઈ લેતા ત્યારબાદ પ્રિતમ પોતાની માતા સાથે જ રહેતો હતો.



આમ, પતિએ તો છૂટાછેડા લઈ એકલી અટૂલી કરી દીધી હતી. પરંતુ પુત્રએ પણ જીવન લીલા સંકેલી લેતા માતાએ હવે એકલું જીવન જીવવાનો વારો આવશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: આપઘાત, ગુજરાત, રાજકોટ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन