Home /News /rajkot /રાજકોટ: ઘરમાં ચાલતાં 'બદકામ' મામલે પરિણીતા પર ત્રાસ, જાનથી મારી નાંખવાની આપી ધમકી

રાજકોટ: ઘરમાં ચાલતાં 'બદકામ' મામલે પરિણીતા પર ત્રાસ, જાનથી મારી નાંખવાની આપી ધમકી

રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં પરિણીતાએ નોંધવી ફરિયાદ

Rajkot Crime: રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં પરિણીતાએ નોંધવી ફરિયાદ. સાસુ-સસરા અને દિયર સામે મૂક્યાં ગંભીર આરોપ

રાજકોટ: આપણા સમાજમાં સ્ત્રીને પુરુષની સમોવડી ગણવામાં આવે છે, પરંતુ આજે પણ આપણા સભ્ય સમાજમાં સ્ત્રીઓ ઉપર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યું. રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં કિંજલબેન નામની પરિણીતાએ રાજકોટ શહેરના મિલપરા શેરી નંબર 16માં રહેતા પોતાના પતિ બ્રિજેશ વાગડીયા, સસરા વિજયભાઈ વાગડિયા તેમજ સાસુ નીલાબેન વાગડીયા અને દિયર જુગલભાઈ વાગડીયા સામે ફરિયાદ નોંધાવી છે.

કિંજલબેન નામની પરિણીતાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, 10 વર્ષ પૂર્વે મારા લગ્ન બ્રિજેશ સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં મારે પુત્રી છે. લગ્નના છ મહિના બાદ જ પતિએ ખોટી શંકા કુશંકા કરી હતી, તેમજ મારા સાસુ-સસરાએ કરિયાવર મુદ્દે મને મેળાટોણા મારી તેમજ દિયરની ચડામણીથી મારા પતિએ મને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: પંચમહાલ: 8 વર્ષનું બાળક પાણીથી છલોછલ ઊંડા ખાડામાં પડ્યો, ભારે જહેમત બાદ મૃતદેહ મળ્યો

પરિણીતાનો આરોપ છે કે, મને મારા સાસરિયામાં મારી કહેવામાં આવતું હતું કે, તું તારા માવતરથી કરિયાવરમાં કઈ લાવી નથી. કામકાજમાં તને કંઈ આવડતું નથી. સાસુ-સસરા તેમજ દિયર એમસીએક્સના સટ્ટો તેમજ જુગાર રમવાની ટેવ ધરાવતા હોય જેના કારણે મારા સાસુ ઘરમાં જ જુગારના શોખીનનોને બોલાવી જુગાર રમાડતા હતા. મારા સાસુ મને કહેતા કે, જો તું જુગાર વિશે કોઈને જાણ કરીશ તો તને જાનથી મારી નાખીશું. ત્રણેક મહિના પૂર્વે મારા સાસુ-સસરા તેમજ મારા દિયર દ્વારા મને બેફામ માર મારી ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. તેમજ મને રૂમમાં પૂરી દઈ બે દિવસ સુધી જમવાનું પણ આપ્યું નહોતું.

પરિણીતાનો આક્ષેપ છે કે, અઢી મહિના પહેલા મોડી રાતે મને તેમજ મારી દિકરીને માર પણ માર્યો હતો. સાથે જ પિયરમાંથી મને દહેજ લઈ આવવા માટે પણ ખૂબ દબાણ કરવામાં આવ્યું હતું. મેં મારા માવતરથી રૂપિયા લઇ આવી મારા પતિને મદદ પણ કરી હતી. તેમ છતાં વધુ દહેજની માગણી કરી, માર મારી મને દિકરી સાથે ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Police complaint, Rajkot News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन