Home /News /rajkot /રાજકોટમાં મિનિ વાવાઝોડા સાથે ધીમી ધારે વરસાદની શરૂઆત, અચાનક વાતાવરણ પલટાયું

રાજકોટમાં મિનિ વાવાઝોડા સાથે ધીમી ધારે વરસાદની શરૂઆત, અચાનક વાતાવરણ પલટાયું

રાજકોટમાં મિનિ વાવાઝોડા સાથે વરસાદનું આગમન થયું

રાજકોટમાં મોડી સાંજે અનાચક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શરૂઆતમાં મિનિ વાવાઝોડું આવ્યું હતું અને રસ્તામાં ઘૂળની ડમરીઓ ઉડવા માંડી હતી અને ત્યારબાદ ધીમી ધારે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી.

રાજકોટઃ રાજકોટમાં મોડી સાંજે અનાચક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શરૂઆતમાં મિનિ વાવાઝોડું આવ્યું હતું અને રસ્તામાં ઘૂળની ડમરીઓ ઉડવા માંડી હતી અને ત્યારબાદ ધીમી ધારે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી.

રાજકોટ જિલ્લામાં અનેક જગ્યાએ મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, 8મી માર્ચ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે.


સુરેન્દ્રનગરમાં કરા પડ્યાં


સૌરાષ્ટ્રની વાત કરીએ તો, અમરેલી પંથકમાં પણ મોટાપાયે વરસાદને કારણે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ભાવનગરના ઉમરાળા અને સોનગઢ વિસ્તારમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે કેસર કેરીના ગઢમાં માવઠું આવતા ખેડૂતોને નુકસાન થયું હતું. તો વળી, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી હતી, પરંતુ કરા પડતા કૂતુહલ સર્જાયું હતું.

આ પણ વાંચોઃ માર્ચથી મે મહિનામાં માવઠું, ગરમી અને ચક્રવાત: અંબાલાલ પટેલની મોટી આગાહી

સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી


ગુજરાતના હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી હતી. ત્યારે રાતે 10 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. જામનગર, રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ


ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. વલસાડમાં માવઠું થતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા હતા. તેટલું જ નહીં, વલસાડની કેરીના પાકને પણ મોટાપાયે નુકસાન થયું હતું.
First published:

Tags: Gujarat Rain Update, Gujrat rain, Rajkot News