Home /News /rajkot /રાજકોટ: બે વેપારી વચ્ચે છૂટા હાથે મારામારી, વાસણો-તવાથી એકબીજા પર તૂટી પડ્યાં

રાજકોટ: બે વેપારી વચ્ચે છૂટા હાથે મારામારી, વાસણો-તવાથી એકબીજા પર તૂટી પડ્યાં

બે વેપારીઓ વચ્ચે મારામારીનો વીડિયો આવ્યો સામે

Rajkot video viral: રાજકોટમાં બે વેપારીઓ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ, વાસણો અને તવાથી એકબીજા પર તૂટી પડ્યાં. આટલી સામાન્ય બાબતે બોલાચાલી બાદ બબાલ વધી...

રાજકોટ: શહેરમાં વધુ એક મારામારીનો વીડિયો સામે આવ્યો છે. મારામારીનો આ બનાવ શહેરના કૃષ્ણનગર સોસાયટીમાં બન્યો છે. અહીં બે વેપારીઓ વચ્ચે મારામારી થઈ હતી. આ મામલો બિચકવા પાછળનું કારણ પણ ખૂબ જ નજીવું હતું. માત્ર પાણી ઉડવા જેવી સામાન્ય બાબતમાં બંને વેપારીઓ ઝઘડી પડ્યા હતા.

શહેરના કૃષ્ણનગર ખાતે આજે બપોરના સમયે આ ઘટના બની હતી. કૃષ્ણનગર સોસાયટીમાં આવેલી સ્ટેશનરીની દુકાન અને ખાણીપીણીની દુકાનના વેપારી વચ્ચે આ માથાકૂટ સર્જાઇ હતી. ફ્લેટમાંથી પાણી દુકાન પર પડ્યું હતું. ત્યાર બાદ ખાણીપીણીના દુકાનદાર અને સ્ટેશનરીના દુકાનદાર વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીએ થોડીક જ ક્ષણોમાં મારામારીનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.


વાસણો અને તવાથી એકબીજા પર તૂટી પડ્યાં

આ મામલો એટલી હદે બિચક્યો હતો કે સામાન્ય બોલાચાલીમાંથી શરૂ થયેલો ઝઘડો છૂટા હાથની મારામારી પર આવી ગયો હતો. દુકાનમાં રહેલા જે પણ વાસણ હાથમાં આવ્યા, તેને લઈને વેપારી તેમજ વેપારીના મિત્રો સામસામે આવી ગયા હતા. દુકાનમાં રહેલા તવાથી એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા હતા. જ્યારે રોષે ભરાયેલા વેપારીઓ શબ્દો પરનો કાબુ પણ ગુમાવી બેઠા હતા અને તમામ માન મર્યાદા ભૂલી એકબીજા પર અપશબ્દો વરસાવી રહ્યા હતા. તે સમયે ત્યાંથી પસાર થતાં લોકો પણ એક સમયે શરમજનક સ્થિતિમાં મુકાયા હતા.

આ પણ વાંચો: વલસાડ: પાર નદીમાં 6 વિદ્યાર્થીઓ ડૂબ્યા, 2નાં મોત, 4ને બચાવી લેવાયા

માંડ-માંડ છૂટા પાડવામાં આવ્યા

વેપારીઓ વચ્ચે ઉગ્ર બનેલા ઝઘડાને શાંત પાડવા માટે સ્થાનિક લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને ઝઘડો કરી રહેલા વેપારીઓને છૂટા પાડવાના પ્રયાસો કર્યા હતા. જોકે, આ વેપારીઓનો રોષ એટલી હદે ઉગ્ર બની ગયો હતો કે, સ્થાનિકોના પ્રયાસ બાદ પણ વેપારીઓ ઝઘડો કરવાનો બંધ નહોતા કરતા. સ્થાનિક લોકોની મહામહેનતે બંને વેપારીઓને છૂટા પાડવામાં આવ્યા હતા અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Rajkot News, વાયરલ વીડિયો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन