Home /News /rajkot /રાજકોટઃ ગટરમાં ગૂંગળાઈને મોતને ભેટેલા કોન્ટ્રાક્ટર સહિત બે પરિવારને મળશે 10 લાખની સહાય

રાજકોટઃ ગટરમાં ગૂંગળાઈને મોતને ભેટેલા કોન્ટ્રાક્ટર સહિત બે પરિવારને મળશે 10 લાખની સહાય

આજે સિવિલ હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો

Rajkot news: સમાજના અગ્રણીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓની વચ્ચે આજે એક બેઠક કરવામાં આવી હતી. જેમાં મૃતકના પરિવારે નોકરી, ઘર અને આર્થિક સહાય એમ ત્રણ માંગ કરી હતી.

રાજકોટ: રાજ્યમાં ગટરમાં ગૂંગળામણ બાદ મોતનાં અવારનવાર કિસ્સા આવતા હોય છે. તો પણ માણસોને ગટર સાફ કરવા માટે અંદર ઉતારવામાં આવે છે. રાજકોટના વોર્ડ નં.13માં સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એરિયા મેઈનરોડ પર મંગળવારે સાંજે ગટરમાં ઉતરતા ઝેરી હવામાં ગૂંગળાઈ જતા ગટર સફાઈના કોન્ટ્રાક્ટરનું મોત નીપજ્યુ છે. આ દુર્ઘટનામાં 42 વર્ષનાં અફઝલ ઈસ્માઈલભાઈ કુકર અને 24 વર્ષનાં મજુર મેહુલ કાલીદાસ મેહડાના મોત નીપજ્યા છે. ભૂગર્ભગટરમાં સફાઈ જેટીંગ મશીનથી કરવાની હોય છે અને મનપાના દાવા મૂજબ જેટીંગ મશીન પણ ઉપરોક્ત સ્થળે હતા છતાં માણસોએ અંદર ઉતરવાની સ્થિતિ સર્જાઇ તેના કારણે મૃતકના પરિવાર અને લોકોમાં રોષ છવાયો છે. જોકે, મૃતકના પરિવારે પગલે મૃતદેહ સ્વીકારી લેતા વિવાદનો અંત આવ્યો છે. પરિવારની ત્રણમાંથી બે માંગણીઓ મનપાએ માની લીધી છે. આજે સમાજના અગ્રણીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓની બેઠકનો સુખદ અંત આવ્યો છે.

પરિવારની ત્રણ માંગમાંથી મનપાએ બે માંગ સ્વીકારી


સમાજના અગ્રણીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓની વચ્ચે આજે એક બેઠક કરવામાં આવી હતી. જેમાં મૃતકના પરિવારે નોકરી, ઘર અને આર્થિક સહાય એમ ત્રણ માંગ કરી હતી. જેમાંથી મૃતકના પરિવારને 10 લાખની સહાય આપવામાં આવશે. પરિવારને સરકારી આવાસ પણ આપવામાં આવશે. આ ઉપરાંત આગામી ભરતી થશે ત્યારે નોકરી અંગે પણ વિચારણા થશે. જોકે, પરિવારની માંગ સ્વીકાર્યા બાદ પરિવાર મૃતકનો મૃતદેહ સ્વીકાર્યો હતો.

આ પણ વાંચો: મહેસાણા: કાર અને રિક્ષા વચ્ચેના થયો અકસ્માત

પરિવારે કરી રામધૂન


આજે સિવિલ હોસ્પિટલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. આજે સિવિલ હોસ્પિટલની બહાર જ મૃતકના પરિવારે રામધૂનની ધૂન પણ લલકારી હતી. બંને મૃતકોનાં પરિવારજનોમાં ભારે આક્રોશ સાથે દુખની લાગણી છવાયેલી છે.

આ પણ વાંચો: CMA ફાઇનલમાં ઓલ આઈડિયા ટોપ 50મા અમદાવાદના ત્રણ વિધાર્થીઓએ બાજી મારી

મૃતકો પાસે સેફ્ટીના સાધનો પણ ન હતા


મંગળવારે અફઝલ અને મેહુલ બન્ને ભૂગર્ભગટર બ્લોક થઈ છે તેવી ફરિયાદ બાદ સફાઈ કરવા ગટરમાં ઉતરેલા હતા. તેમાં ઝેરી ગેસથી ગૂંગળાતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડતા સારવાર મળે તે પહેલા મૃત્યુ પામેલા જાહેર કરાયા હતા.

આ અંગે મવડીના ફાયર સ્ટેશન ઓફિસર યોગેશ જાનીએ જણાવ્યું કે, ફાયરબ્રિગેડને જાણ થતા સ્થળ પર ધસી જઈને ભૂગર્ભગટરના ખુલ્લા મેનહોલ ઉપરથી નીચે જ માણસ નજરે પડયો હતો અને ફાયરમેનને દોરડુ બાંધી, ઓક્સિજન માસ્ક સહિત સલામતિ સાધનો સાથે અંદર ઉતારવામાં આવેલ અને બન્નેને બેભાન હાલતમાં દોરડાંથી બહાર કાઢીને હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. બન્ને પાસે ઓક્સિજન માસ્ક ન હતા. આ સાથે સેફ્ટીના સાધનો પણ ન હતા.


સેન્ટ્રલ ઝોનના સિટી ઈજનેર એચ.એમ.કોટકે જણાવ્યું કે, મૃત્યુ પામનાર અફઝલ પોતે કોન્ટ્રાક્ટર છે અને ભૂગર્ભગટરની ફરિયાદ નિકાલ કરવા સ્થળ પર રિક્ષા અને જેટીંગ મશીન પણ હતું. આ મશીન હોવા છતાંપણ માણસોએ અંદર ઉતરવાની ફરજ પડી હતી.
First published:

Tags: Gujarat News, Rajkot News