Home /News /rajkot /રાજકોટ: મિનરલ વોટરના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર બે કંપનીઓને લાખો રૂપિયાનો દંડ ફટકારાયો
રાજકોટ: મિનરલ વોટરના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર બે કંપનીઓને લાખો રૂપિયાનો દંડ ફટકારાયો
રાજકોટ મહાનગરપાલિકાએ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી બે મિનિરલ વોટર બનાવતી કંપનીઓને દંડ ફટકાર્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિનરલ વોટર બનાવતી બે જેટલી કંપનીઓને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી નું નિવેદન સામે આવ્યું છે
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિનરલ વોટર બનાવતી બે જેટલી કંપનીઓને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીશવીન બેવરેજીસ અને મેક્સ બેવરેજીસ નામની કંપનીઓને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીશવીન બેવરેજીસ કંપનીને 15 લાખનો દંડ અને મેક્સ બેવરેજીસ નામની કંપનીને 8 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે રાજકોટના વેદવાળી વિસ્તારમાં આવેલા બીશવીન બેવરેજીસ નામની કંપનીને ત્યાં ન્યુઝ 18 ગુજરાતી ની ટીમ પણ પહોંચી હતી. ત્યારે ફેક્ટરીના સ્થળે હજુ પણ મિનરલ વોટરનું કામ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
ફેક્ટરીના માલિક શૈલેષ ભૂત નામના વ્યક્તિએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, જે તે સમયે આરોગ્ય વિભાગ દ્વારા મીનરલ વોટરના નમૂના લેવામાં આવ્યા હતા. જે તે સમયે નમુના પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં પાણીમાં રહેલા એરોબિક માઇક્રોબાયલના કાઉન્ટ પાણીમાં વધુ હોવાનું સામે આવ્યું હતું. એરોબિક માઇક્રોબાઈલ પાણીમાં હોય જ છે પરંતુ મિનરલ વોટર બનાવતી કંપનીએ તેને દૂર કરવાના હોય છે. જે તે સમયે ટેકનિકલ કારણોસર એરોબિક માઈક્રોબાઈલ કાઉન્ટ પાણીમાંથી દૂર કરવાના રહી ગયા હતા. જેના કારણે મહાનગરપાલિકા દ્વારા અમને દંડ ફટકારવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિનરલ વોટર બનાવતી બે જેટલી કંપનીઓને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી નું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાતચીતમાં આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, મિનરલ વોટરમાં એરોબિક માઇક્રોબાઇલ કાઉન્ટ વધારે ન હોવા જોઈએ. મિનરલ વોટરમાં એરોબિક માઇક્રોબાઇલ કાઉન્ટ વધારે હોવાથી પેટને લગતા રોગ થઈ શકે છે. આંતરડાના રોગ પણ થઈ શકે તેમ છે. તેમજ ઝાડા ઉલટી જેવી બીમારી પણ થઈ શકે છે.
પાણીની બોટલમાં એરોબિક બેક્ટેરિયાની હાજરી 37° તાપમાનમાં મેન્યુફેક્ચરિંગના પ્રથમ 24 કલાકમાં પ્રતિ એમએલ 20 કાઉન્ટ જ હોવા જોઈએ. પરંતુ મહાનગરપાલિકાએ જે કંપનીઓને દંડ ફટકાર્યો છે તેમની પ્રોડક્ટમાં 20 કાઉન્ટની જગ્યાએ 6200 કાઉન્ટ જોવા મળ્યા હતા. 20 થી 22 ડિગ્રી તાપમાનમાં મેન્યુફેક્ચરિંગના 72 કલાક સુધીમાં 100 જેટલા કાઉન્ટ હોવા જોઈએ જેની સામે 11200 જેટલા કાઉન્ટ જોવા મળ્યા હતા.