Home /News /rajkot /રાજકોટ : જઘન્ય ઘટના! 12 વર્ષના બે તરૂણોએ તરૂણી સાથે દુષ્કર્મ આચર્યુ, છતનો દરવાજો બંધ કરી ઇજ્જત લૂંટી

રાજકોટ : જઘન્ય ઘટના! 12 વર્ષના બે તરૂણોએ તરૂણી સાથે દુષ્કર્મ આચર્યુ, છતનો દરવાજો બંધ કરી ઇજ્જત લૂંટી

પ્રતિકાત્મક તસવીર

એક જ એપાર્ટમેન્ટમાં રહેતા બે કિશોરોનું કારસ્તાન! માતાપિતા માટે ચેતવણીરૂપ ઘટના, સંતાનોની ગતિવિધીઓ પર નજર રાખવી જરૂરી. તરૂણીને ડોગ લઈને અગાસી પર બોલાવી, દરવાજો બંધ કરી દુષ્કર્મ આચર્યુ

રાજકોટ (Rajkot) શહેરને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 13 વર્ષની સગીરા પર 12 વર્ષના બે ટેણીયાઓએ (Teenager boys raed girl) સામુહિક દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા (Rajkot Police) બને બાળ આરોપીને સંકજામાં લઈ લીધા હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પૂર્વે સૌરાષ્ટ્ર યુનવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જે સર્વે અંતર્ગત ઓનલાઈન એજ્યુકેશનની આડ માં ટીનેજર્સ પોર્ન સાઈટ ના માધ્યમથી પોર્ન વીડિયો નિહાળી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે સ્વાભાવિક છે કે બાળકોમાં નાની ઉંમરે જ વિકૃતિ આવવી સ્વાભાવિક છે. ત્યારે નાની ઉંમરે આવેલી વિકૃતિ ટીનેજર્સને તેમજ તેમના માતા-પિતાને મોટી ચિંતામાં મૂકી દે તે પ્રકારની આવી શકે છે.

ત્યારે રાજકોટ શહેરમાં કંઈક આ જ પ્રકારની ગંભીર પરિસ્થિતિમાં બે ટીનેજર્સે તેમને તેમજ તેમના માતા-પિતાને મૂકી દીધા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના મોટા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં રેતી 13 વર્ષની તરૂણીને તેના જ એપાર્ટમેન્ટમાં રહેતા બે ટીનેજર્સ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચો :  રાજકોટ : કૉંગ્રેસના મહિલા કાર્યકર અને તેના પતિને દારૂ સપ્લાય કરવો ભારે પડ્યો! આધેડની ધરપકડ

સમગ્ર મામલે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે તેમના જ એપાર્ટમેન્ટમાં બીજા માળે અને છઠ્ઠા માળે રહેતા 12 વર્ષીય તરુણો દ્વારા તેમની દીકરી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ફરિયાદીની દીકરી પાસે બેસવાનું હોય બંને તરુણે શ્વાનને લઈ અગાસી પર રમવા આવવા માટે કહ્યું હતું. ત્યારે તરુણી બંને શ્વાનને લઇ અગાસી પર પહોંચી હતી.

ફરિયાદીની દીકરી અગાસી પર પોતાની સાથે જ બાર વર્ષના એક બાળ આરોપીએ અગાસી નો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ બંને તરૂણો દ્વારા બળજબરી કરી તરુણી પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બંને બાળકોના સકંજામાંથી છૂટીને સગીરા પોતાના ઘરે પહોંચી હતી અને ત્યારબાદ તેને પોતાની સાથે બનેલી ઘટના પોતાની માતાને જણાવી હતી. પોતાની નાની ફૂલ જેવી કુમળી દીકરી સાથે થયેલ અઘટીત ઘટનાથી માથા ઉપર જાણે કે આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઇ હતી.

આ પણ વાંચો : સાયલા : નેશનલ હાઇવે ઉપર હોટલમાં એક શખ્સ દ્વારા ફાયરિંગ, ઘટનાનો Live video વાયરલ

સમગ્ર મામલે મહિલાએ પોતાના પતિને જાણ કરતાં તરુણીના પિતાએ પણ આક્રંદ કરવા લાગ્યા હતા. સમગ્ર મામલે માતા-પિતા દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલાની ફરિયાદ નોંધી બન્ને આરોપીઓને પોતાના સકંજામાં લીધા હોવાનું સામે આવ્યું છે.
First published:

Tags: Breaking News, Crime news, Gujarati news, Rajkot Crime, Rajkot News, Rajkot police