Home /News /rajkot /રાજકોટમાં દરજીકામ કરતા વ્યક્તિ સાથે લાખોની છેતરપિંડી, અજાણ્યાને ફોન આપ્યો તો...

રાજકોટમાં દરજીકામ કરતા વ્યક્તિ સાથે લાખોની છેતરપિંડી, અજાણ્યાને ફોન આપ્યો તો...

ફાઇલ તસવીર

રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દરજીકામ કરતા કમલેશભાઈ રાઠોડ નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મહાવીરસિંહ સોલંકી નામના શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

રાજકોટઃ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દરજીકામ કરતા કમલેશભાઈ રાઠોડ નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મહાવીરસિંહ સોલંકી નામના શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બી ડિવિઝન પોલીસને આપેલી ફરિયાદમાં કમલેશભાઈ રાઠોડે (ઉ.વ 42) જણાવ્યુ છે કે, ‘મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી નામની વ્યક્તિએ તેમને વિશ્વાસમાં લઈ તેમના મોબાઈલ ફોનમાંથી તેમની જાણ બહાર ગૂગલ પ્લે સ્ટોરમાંથી અલગ અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરી 2.26 લાખની લોન મંજૂર કરાવી હતી. તેમજ તે રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયા 13 હજાર મળી કુલ 2.39 લાખની છેતરપિંડી આચરી હતી.’ કમલેશભાઈ રાઠોડના મોબાઇલમાંથી તેમજ એટીએમમાંથી ઉપાડી લઈ અને લોન ફોર ક્લોઝ કરાવવાનું કહી તેમને વિશ્વાસમાં લઈ ફોર ક્લોઝ ન કરાવવા બાબતે છેતરપિંડી આચરવામાં આવી છે.

આ પણ વાંચોઃ દેશનો પહેલો ‘હાઇસ્પીડ મલ્ટિ-મોડલ કોરિડોર’ ગુજરાતમાં બનશે...

લોન એજન્ટ દુકાને આવ્યા હતા


આ સમગ્ર ઘટના મામલે બી ડિવિઝન પોલીસને આપેલી ફરિયાદમાં કિશોરભાઈ રાઠોડે જણાવ્યું છે કે, ‘તેઓ છેલ્લા દસેક વર્ષથી રાઠોડ ટેલર્સ નામની દુકાન ચલાવે છે. ત્રીજી ફેબ્રુઆરીના રોજ 10:00 વાગ્યા આસપાસ એક ભાઈ મારી દુકાને આવ્યા હતા. તેમને મને પૂછ્યું હતું કે, તમારે લોનની જરૂરિયાત છે. ત્યારે મેં તેમને જણાવ્યું હતું કે હાલ મારે લોનની કોઈપણ પ્રકારની જરૂરિયાત નથી. ત્યારબાદ જ તેઓ મને તેમનું નામ અને મોબાઈલ નંબર આપીને જણાવ્યું હતું કે, તમારે લોનની જરૂરિયાત હોય તો મને કહેજો.’

આ પણ વાંચોઃ હોળીની રાખથી અનેક મુશ્કેલીઓ દૂર થશે અને લક્ષ્મીજીની કૃપા વરસશે

બેંક એકાઉન્ટના પાસવર્ડ માંગ્યા


તેમણે વધુમાં જણાવતા કહ્યુ હતુ કે, ‘ત્યારબાદ 4 ફેબ્રુઆરી 2023એ સવારે 10:30 વાગ્યા આસપાસ મહાવીરસિંહ મારી દુકાને આવેલા અને મને પૂછ્યુ હતુ કે, તમારે લોન લેવી છે. ત્યારે મેં તમને કહ્યું કે, મારે લોન લેવી હશે તો હું તમને વાત કરીશ. ત્યારબાદ મહાવીરસિંહે મારો મોબાઇલ ફોન માગ્યો હતો અને મને કહ્યું હતું કે હું તમારો સિબિલ સ્કોર ચેક કરી આપું. તમારે કેટલી લોન થાય તેમ છે. ત્યારે મેં તેમને મારો ફોન આપ્યો હતો. ત્યારબાદ તેઓ કંઈક મોબાઇલમાં કરી જતા રહ્યા હતા. ત્યારબાદ પાંચમી ફેબ્રુઆરી 2023 એ તેમણે ફરીવાર મારો મોબાઇલ માંગ્યો હતો. તેમજ મોબાઇલમાં ગૂગલ પે તથા બેંક ઓફ બરોડાની એપ્લિકેશન છે તેના પાસવર્ડ પણ માંગ્યા હતા. તમારે લોન કેટલી થાય છે તેના માટે મારે બંને પાસવર્ડની જરૂર પડશે જેથી મેં મારા બંને પાસવર્ડ તેમને આપી દીધેલા હતા.’


વીડિયો કોલમાં માહિતી માંગી હતી


વધુમાં તેઓ જણાવે છે કે, ‘ત્યારબાદ 6 ફેબ્રુઆરીના રોજ સવાર અને બપોર પછી તે પાછો આવ્યો હતો. તેમજ મારા મોબાઈલમાં કંઈક કરીને જતો રહ્યો હતો. ત્યારબાદ તે પાછો આવ્યો હતો અને મારો મોબાઇલ માંગી કહ્યુ હતુ કે, હું તમારા બેંક ખાતામાં 5500 નાખું છું તે તમે મને મારા ખાતામાં પરત નાખી આપજો. બાદમાં મારા મોબાઈલમાં મારા ફોટા પાડ્યા તેમ જ મારા મોબાઈલમાં મને વીડિયો કોલમાં મને મારું આધાર કાર્ડ તેમજ પાનકાર્ડ પણ બતાવવાનું કહ્યું હતું. તો સાથે જ મારી જન્મ તારીખ પણ પૂછેલી અને ત્યારબાદ વીડિયો કોલ કટ થઈ ગયેલો હતો. ત્યારે મેં તેમને કહ્યું હતું કે, મારે કોઈ લોન હાલ લેવી નથી. 11 ફેબ્રુઆરીએ તે ફરી પાછો આવ્યો અને મને કહ્યું હતું કે લાવો તમારો ફોન હું તમને ચેક કરી આપું કે તમારી લોન મંજૂર થઈ ગયેલી તેના પૈસા તમારામાં જમા થયેલા છે કે કેમ? તમારું એટીએમ પણ આપો. હું એટીએમમાં જઈ બેલેન્સ ચેક કરી આવું જેથી મેં તેને મારા એટીએમનો પીન પણ આપ્યો હતો.’

અલગ અલગ એપમાંથી લોન લીધી


ફરિયાદી કહે છે કે, ‘મને શંકા જતા હું બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં ગયો હતો અને ત્યાં મારું બેંક એકાઉન્ટનટનું સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું. ત્યારે મને જાણ થઈ કે મારા ખાતામાં જે 13000 રૂપિયા હતા તે હાલ નથી. મારા એકાઉન્ટમાં માત્ર 107 રૂપિયા જ હતા. બેંક સ્ટેટમેન્ટનો અભ્યાસ કરતા મને જાણવા મળ્યું કે, 10 ફેબ્રુઆરી 2023ના દિવસે 1.88 લાખ મારા બેન્ક એકાઉન્ટમાં જમા થયા હતા. જેમાંથી મહાવીરસિંહે મારી દુકાને આવી મારા મોબાઈલમાં રહેલા બેંક ઓફ બરોડાની એપ્લિકેશન દ્વારા તેમજ અન્ય એપ્લિકેશનની મદદથી અલગ અલગ ટ્રાન્જેક્શન કર્યા હતા. મોબાઇલમાં તથા બેન્ક સ્ટેટમેન્ટ ચેક કરતા મને જાણવા મળ્યું કે, મની વ્યૂ એપમાંથી બે લાખ, મોબી ક્વિક એપમાંથી 10,000, રીંગ એપમાંથી 6000 તથા કીસ્ટ એપમાંથી 10,500 તેમજ મારા બેન્ક એકાઉન્ટમાં રહેલા 13000 આમ કુલ મળી 2.39 લાખ ઠેતરપિંડી કરી હતી.’
Published by:Vivek Chudasma
First published:

Tags: Rajkot crime news, Rajkot News, Rajkot police