Home /News /rajkot /રાજકોટ: શ્રીખંડ-માવા મલાઈના નમૂના ઉનાળામાં લીધા, રિપોર્ટ શિયાળામાં આવ્યો
રાજકોટ: શ્રીખંડ-માવા મલાઈના નમૂના ઉનાળામાં લીધા, રિપોર્ટ શિયાળામાં આવ્યો
હવે ખબર પડી કે શ્રીખંડ અને માવા મલાઈ તો ખાવાલાયક જ હતા નહીં.
Rajkot News: રાજકોટમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ ગયા બાદ હવે ખબર પડી કે શ્રીખંડ અને માવા મલાઈ તો ખાવાલાયક જ હતા નહીં. શ્રીખંડ-માવા મલાઈના નમૂના ઉનાળામાં લીધા, રિપોર્ટ શિયાળામાં આવ્યો
રાજકોટ: રાજકોટમાં તંત્રની ગોકળ ગતિએ ચાલતી કામગીરીની પોલ ખુલી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ ગયા બાદ હવે ખબર પડી કે શ્રીખંડ અને માવા મલાઈ તો ખાવાલાયક જ હતા નહીં. રાજકોટ મહાનરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગત ઉનાળામાં અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ઉનાળામાં શ્રીખંડ અને માવા મલાઈના નમૂના લેવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ હવે આવ્યો છે.
નમૂના ફેલ છતાં પેઢીઓને માત્ર નજીવો દંડ
મહિનાઓ પહેલા લેવામાં આવેલા નમૂના ફેલ થતાં ખળભળાટ મચ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, નમૂના ફેલ ગયા બાદ પણ પેઢીઓને માત્ર નજીવો દંડ ફટકારવામાં આવ્યો છે. શ્રીખંડ અને આઈસ્ક્રીમની પેઢીઓને 15-15 હજારનો દંડ ફટકારીને વાત પતાવી દીધી છે. અહીં સવાલ એ છે કે, ઉનાળામાં લીધેલા નમૂનાના રિપોર્ટ શિયાળામાં આવ્યા, તો પછી અત્યાર સુધી જે લોકોએ શ્રીખંડ અને માવા મલાઈનો ઉપયોગ કર્યો તેમના સ્વાસ્થ્યનું શું?
આરોગ્ય વિભાગે ઉનાળામાં લીધેલા કેસર શ્રીખંડ અને માવા મલાઈ આઈસ્ક્રીમનાં નમૂનાનો રિપોર્ટ હવે જાહેર થયો છે. જેમાં શ્રીખંડમાં અખાદ્ય કલરની ભેળસેળ ખુલી પડી છે. તે ઉપરાંત માવા બદામ આઇસ્ક્રીમમાં નિયત માત્રાનું ફેટ ન મળતાં નમૂના ફેઇલ સાબિત થયા છે. આટલું જ નહીં, મરચાનો નમૂનો પણ નિયમ મુજબ યોગ્ય ન ઠરતાં પેઢીને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. શ્રીખંડ અને આઈસ્ક્રીમ બંને પેઢીના સંચાલકોને 15-15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં શિયાળો જામતા જુદા-જુદા 30 સ્ટોરમાંથી ચીકી અને ફરસાણના નમૂના લેવામાં આવ્યા છે.