Home /News /rajkot /મગફળી કાંડમાં સરકારે તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છેઃ પરેશ ધાનાણી

મગફળી કાંડમાં સરકારે તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છેઃ પરેશ ધાનાણી

ઉપવાસ પર બેઠેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણી

અંકિત પોપટ

રાજકોટના શાપરમાં 6મેના રોજ 4 કરોડથી વધુની મગફળી બળીને ખાક થઈ જવા મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી ઉપવાસ પર બેઠા છે. શાપર GIDCમાં આવેલા ગોડાઉનની બહાર તેઓ ઉપવાસ પર બેઠા છે. આજે તેમના ઉપવાસનો ત્રીજો દિવસ છે. મહત્વનું છે કે શાપરના ગોડાઉનમાં આગ લાગતા મગફળીનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. ત્યારે આ મામલે CID ક્રાઈમ દ્વારા કપાસ સોંપવામાં આવી હતી. જોકે આ કેસમાં હજી સુધી કોઈ ધરપકડ થઈ નથી. ત્યારે આ મામલે FSLનો રિપોર્ટ પણ આવ્યો નથી.

મળતી માહિતી પ્રમાણે ગોંડલમાં ૨૮ કરોડની મગફળી બળીને ખાક થઇ જવા મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી ઉપવાસ પર બેઠા છે. ગોંડલના રામ રાજ્ય ગોડાઉનની સામે પ્રતિક ઉપવાસ પર બેઠેલા ધાનાણીના ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. ઉપવાસ સ્થળ ઉપર પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા 22 વર્ષથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. દરોજ ઉઠીને આંદોલન થાય અને કૌભાંડ બહાર આવી રહ્યા છે.

ઉપવાસ પર બેઠેલા પરેશ ધાનાણી


ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનું નકાબ હવે ચીરાઇ રહ્યું છે. ત્યારે કૃષિમંત્રી કેસરી ચશ્મા પહેરીને કોંગ્રેસ ઉપર દોષારોપણ કરવાનો નિર્થક પ્રયાસ કરી રહ્યા છે. મારે પહેલો સવાલ રાજ્યના કૃષી મંત્રીને કરવો છે ગુજકોટ એ ગુજરાત સરકાર સંલગ્ન સંસ્થા છે. નાફેડ એ ભારત સરકાર સંલગ્ન સંસ્થા છે. 10 મહિનાથી મગફળી કાંડમાં અંદાજીત ચાર હજાર કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદીની અંદર મલાઇ કોણ તારવી ગયું એનો જવાબ સરકાર આપી શકી નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીધામનું ગોડાઉન હોય, ગોંડલનું ગોડાઉન કે પછી આ શાપરનું ગોડાઉન હોય આ તમામ ગોડાઉનોમાં કરોડો રૂપિયાની મગફળી કોની મીઠી નજર હેઠળ સળગાવી દેવામાં આવી એનો જવાબ ભારતીય જનતા પાર્ટીની સરકાર હજી સુધી આપી શકી નથી. શેરીઓ ગલીઓમાં આંદોલન અને વિધાનસભામાં આક્રમક્તા સહિત વોકાઉટ સહિતનો મુદ્દો ઉઠાવી સરકારને નિષ્પક્ષ તપાસ કરવા માટે લેખીતમાં પણ રજૂઆત કરી હતી. એમ છતાં ભાજપ સરકાર ક્યાંકના ક્યાંક 4000 કરોડની મગફળી કાંડનો પડદો પાડવા માટે ભ્રષ્ટાચારીઓને છાવરવા માટે એકબીજા ઉપર દોષારોપણ કરવામાંથી બહાર આવી નથી. આવી સ્થિતિમાં ના છુટકે કોંગ્રેસને આંદોલનનો સહારો લેવો પડ્યો છે.

શાપર જીઆઈડીસીની નેશનલકોટન ઇન્ડસ્ટ્રીઝ


તેમણે ભાજપ ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે, જ્યારે જ્યારે ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ બની છે ત્યારે સરકારે પોલીસને પપેટ બનાવીની તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાશ કર્યો છે. હજી સુધી ફોરેન્સીક રિપોર્ટ આવ્યો નથી. અને રિપોર્ટ આવશે ત્યારે પણ અવિશ્વાસનું વાતાવરણ જનસામાન્યમાં રહેલું છે.

ઉલ્લેખનીય છે કે, ચેનપુરના પેટલા ગામમાં પરેશ ધાનાણીના ઉપવાસનો પહેલો દિવસ હતો. ત્યારબાદ ગોંડલના રામ રાજ્ય ગોડાઉન બહાર તેમણએ શનિવારે ઉપવાસ કર્યો હતો. આજે રાજકોટ શાપર જીઆઇડીસીની અંદર આવેલી નેશનલ કોટન ઇન્ડસ્ટ્રીની બહાર ધરણા ઉપર બેઠા છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી સાંજના પાંચ વાગ્યા સુધી અન્ન જળનો ત્યાગ કર્યો હોવાનું પણ સુત્રોન જણાવી રહ્યા છે.

આ ઘટના અંગે આર.સી. ફળદુએ નિવેદન આપતા કહ્યું હતું કે, આ કેસમાં હજી સુધી કોઇની ધરપકડ થઇ નથી. અને શાપર મામલે સીઆઈડી ક્રાઇમના વડા સાથે વાતચીત કરી હતી. આવતી કાલે સોમવારે 6 ઓગસ્ટે ઘટનાના 90 દિવસો પૂર્ણ થશે આમ છતાં એફએસએસનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે.

આ અગાઉ ગત તારીખ ૨ ફેબ્રુઆરીના રોજ ગોડાઉનમાં રાખેલી ૨૮ કરોડની મગફળી બળીને ખાખ થઇ હતી. મગફળી કાંડમાં ૬ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. પરંતુ ચાર મહિના બાદ જામીન પર તેમનો છુટકારો થયો છે. ત્યારે મગફળી કાંડમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ધાનાણી તટસ્થ તપાસની માગ કરી રહ્યા છે. શાપર મગફળી કાંડની પ્રાથમિક તપાસ રાજકોટ ગ્રામ્ય પોલીસને સોંપાઇ હતી ત્યારબાદ સીઆઇડી ક્રાઇમને સોંપામાં આવી હતી.
First published:

Tags: Congress Leader, Groundnut scam, Paresh dhanani, ગુજરાત, ભાજપ, રાજકોટ