Home /News /rajkot /રાજકોટ: ધો.10ની વિદ્યાર્થિનીએ શાળામાં જ ગળેફાંસો ખાઇ કર્યો હતો આપઘાત, હજુ પણ રહસ્ય અકબંધ

રાજકોટ: ધો.10ની વિદ્યાર્થિનીએ શાળામાં જ ગળેફાંસો ખાઇ કર્યો હતો આપઘાત, હજુ પણ રહસ્ય અકબંધ

વિદ્યાર્થિનીની ફાઇલ તસવીર

Rajkot news: વિદ્યાર્થિની કાજલ જોગરાજીયા હોસ્ટેલમાં જ રહેતી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે આપઘાત પાછળનું કારણ જાણવા માટે સ્થાનિક પોલીસ તેમજ એફએસએલની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે

વધુ જુઓ ...
રાજકોટ: રાજ્યના મંત્રી કુંવરજી બાવળીયાની શાળામાં વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે હજુ સુધી ક્યા કારણોસર વિદ્યાર્થિનીને આપઘાત કરવાની ફરજ પડી તે અંગે કારણ અકબંધ છે. તો સમગ્ર મામલે એફએસએલની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

કેમ્પસમાં જ કર્યો આપઘાત


પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં આવેલી આદર્શ સ્કૂલના કેમ્પસમાં ધોરણ 10માં અભ્યાસ કરતી કાજલ જોગરાજીયા નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો. કેમ્પસમાં આવેલા એક ઝાડવામાં દોરી બાંધી વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો હતો. બનાવ સામે આવતા સમગ્ર મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમજ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે પણ ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો: બોટાદ ખાતે મહિલા રાઇફલ ડ્રિલની થઇ અદ્ભૂત પ્રસ્તુતિ

પિતાની પ્રતિક્રિયા


મીડિયા સાથેની વાતચીતમાં મૃતક વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી કાજલ ધોરણ 10માં અમરાપુર સંસ્થામાં અભ્યાસ કરતી હતી. સમગ્ર મામલે મને 10 વાગ્યા આસપાસ ફોન આવ્યો હતો પરંતુ હું સૂતો હોવાના કારણે મેં ફોન ઉપાડ્યો નહોતો. જોકે તેના દસ મિનિટ બાદ ફરી એક વખત કોલ આવ્યો હતો. સાહેબનો અને તેમને મને કહ્યું હતું કે, તમે વીંછીયા આવો તમારી દીકરીને દવાખાને લઈ ગયા છીએ.

આ પણ વાંચો: જાણો કોણ છે જાંબુરના હીરાબાઈ લોબી, જેમને મળવાનો છે પદ્મશ્રી પુરસ્કાર

મળતી માહિતી મુજબ, વિદ્યાર્થિની કાજલ જોગરાજીયા હોસ્ટેલમાં જ રહેતી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે આપઘાત પાછળનું કારણ જાણવા માટે સ્થાનિક પોલીસ તેમજ એફએસએલની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે દીકરીના રહસ્યમય મોત મામલે રહસ્ય ઉપરથી પડદો ઉચકાશે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે. કારણ કે, ઘટનાને 48 કલાકથી વધુનો સમય થવા આવ્યો તેમ છતાં હજુ સુધી પોલીસને કોઈ પણ જાતની સ્યુસાઈડ નોટ કે પછી આપઘાતનું કારણ જાણવા નથી મળ્યું.
Published by:Kaushal Pancholi
First published:

Tags: આપઘાત, ગુજરાત, રાજકોટ

विज्ञापन