Home /News /rajkot /વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી રોકવા માટે સૌરાષ્ટ્ર યુનિ.નો નિર્ણય, અધ્યાપકોની ચેમ્બરમાં લાગશે CCTV કેમેરા

વિદ્યાર્થિનીઓની જાતીય સતામણી રોકવા માટે સૌરાષ્ટ્ર યુનિ.નો નિર્ણય, અધ્યાપકોની ચેમ્બરમાં લાગશે CCTV કેમેરા

છેલ્લા થોડા વર્ષોથી યુનિવર્સિટીમાં જાતીય સતામણીનાં કિસ્સાઓ સામે આવ્યા છે.

છેલ્લા થોડા વર્ષોથી યુનિવર્સિટીમાં જાતીય સતામણીનાં કિસ્સાઓ સામે આવ્યા છે.

રાજકોટ : વિદ્યાર્થીની જાતીય સતામણી રોકવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ (Saurashtra university) એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે અધ્યાપકોની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા (CCTV camera) મુકવામાં આવશે. આ સીસીટીવીનાં ફૂટેજનું મોનિટરિંગ જે તે ભવનનાં વડા કરશે. મહત્વનું છે કે, છેલ્લા થોડા વર્ષોથી યુનિવર્સિટીમાં જાતીય સતામણીનાં કિસ્સાઓ સામે આવ્યા છે. જેના કારણે યુનિવર્સિટીએ અધ્યાપકોની કેબીનમાં સીસીટીવી કેમેરા મુકવાનું નક્કી કર્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ કુલપતિ વિજય દેસાણીએ આ નિર્ણય અંગે જણાવતા કહ્યું હતું કે, અવાર નવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતિય સતામણીના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીઓની જાતિય સતામણી રોકવા માટે હવે અધ્યાપકોની ચેમ્બરમાં CCTV કેમેરા લગાડવામાં આવશે. CCTV કેમેરાનું મોનિટરિંગ જે તે ભવનના વડા દ્વારા કરવામાં આવશે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાતિય સતામણી મુદ્દે બે પ્રોફેસર તેમજ એક ક્લાર્કને બરતરફ કરવામાં આવ્યા છે.

ઉપલેટાની વિદ્યાર્થિનીએ કરી હતી ફરિયાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થોડા દિવસ પહેલા ઉપલેટાની એક M.P.Edની વિદ્યાર્થિનીએ પ્રોફેસર વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ સામે જાતીય સતામણી અંગેની અરજી કરી હતી. આ અરજીને ધ્યાને રાખીને કુલપતિ દ્વારા બંને પ્રોફેસર અને એક પ્લેસમેન્ટ ક્લાર્ક પૃથ્વીરાજસિંહ રાણાને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે. આ ત્રણેય શારીરિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા હતા. વિદ્યાર્થિનીએ બે પ્રોફેસરો વિરૂદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ અંગેની અરજી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરી હતી. અગાઉ પણ કુલપતિએ બંને પ્રોફેસરોને યુનિવર્સિટી કેમ્પસમાં 15 દિવસ સુધી પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી હતી.

આ પણ જુઓ- 
" isDesktop="true" id="1003189" >

આ પણ વાંચો - કોરોના સંક્રમણથી બચવા રેલવે સ્ટેશન પર શરૂ થઇ નવી સિસ્ટમ, ટિકિટ હાથમાં લીધા વગર મળશે યાત્રીની તમામ માહિતી

પ્રોફેસર ઝાલાને પણ સસ્પેન્ડ કરાયા હતા

નોંધનીય છે કે, થોડા સમય પહેલા સમાજશાસ્ત્રની એક વિદ્યાર્થિની પાસે ગાઇડ પ્રોફેસર ઝાલાએ બિભત્સ માગણી કર્યાની ઓડિયો ક્લીપ સામે આવી હતી. જે બાદ લંપટ પ્રોફેસર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો તો યુનિવર્સિટીએ આ અશ્લીલ માનસિકતા ધરાવતા પ્રોફેસરને સસ્પેન્ડ કરી દીધા હતા. આ પ્રોફેસરની ચેમ્બર પણ સીલ કરી દેવાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો.હરેશ ઝાલાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપમાં ગાઈડ દ્વારા એક યુવતીને પીએચડી કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપી શરીર સુખની માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો - વડોદરા સેન્ટ્રલ જેલના 18 કેદીઓનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ, સંપર્કમાં આવેલા અન્યોને કરાયા ક્વૉરન્ટાઇન
First published:

Tags: Cctv camera, Saurashtra University, Teasing, ગુજરાત, રાજકોટ

विज्ञापन