Home /News /rajkot /

રાજકોટ: 10 વર્ષની દીકરીના બાપે 16 વર્ષની કિશોરીનો દેહ પીંખ્યો, પોલીસ પૂછપરછમાં સામે આવી અન્ય વિગત

રાજકોટ: 10 વર્ષની દીકરીના બાપે 16 વર્ષની કિશોરીનો દેહ પીંખ્યો, પોલીસ પૂછપરછમાં સામે આવી અન્ય વિગત

પોલીસે આરોપીની ધરપકડ કરી.

Rajkot Rape Case: રાજકોટ એ ડિવિઝન પોલીસે હનીફ આરબની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરવામાં આવતા તેની વિરુદ્ધ અગાઉ ચાર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે.

રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 10 વર્ષની દીકરી સહિત બે સંતાન ધરાવતા પિતાએ એક અજાણી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ઘટના (Rajkot Kidnapping case) સામે આવી છે. સમગ્ર મામલે ગણતરીની જ કલાકોમાં પોલીસે નરાધમ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં બે દિવસ પૂર્વે 16 વર્ષીય સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરાયા બાદ સગીરાને સ્લીપર કોચ બસમાં બેસાડી તેની સાથે દુષ્કર્મ (Rajkot rape case in running bus) આચરવામાં આવ્યું હતું.

દુષ્કર્મ આચર્યા બાદ આરોપી સગીરાને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના ગેટ પાસે છોડી ગયો હતો. સમગ્ર મામલાની જાણ એ ડિવિઝન પોલીસ (A division police station)ને થતા પોલીસનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. તેમજ સગીરા પાસેથી આરોપીનું વર્ણન મેળવીને પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

એ ડિવિઝન પોલીસે હનીફ આરબની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરવામાં આવતા તેની વિરુદ્ધ અગાઉ ચાર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી વિરુદ્ધ રાજકોટ શહેરના જુદાં જુદાં પોલીસ સ્ટેશનમાં મારામારી, જુગાર, કરફ્યૂ ભંગ સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું છે કે, તેણે જે બસમાં દુષ્કર્મ આચર્યું હતું તે ખાનગી ટ્રાવેલ્સની બસ હતી. પોલીસ આ મામલે બસના ડ્રાઈવર અને કંડક્ટર સહિતના લોકોનું નિવેદન નોંધશે.

આ પણ વાંચો: રાહતના સમાચાર: રાજ્યમાં આ તારીખથી વરસાદનું જોર ઘટશે 

શું હતો બનાવ?


રાજકોટના કોઠારીયા વિસ્તારમાં છેવાડાના ભાગે રહેતી એક છ સંતાનોની માતાનાં સૌથી નાનકડા બે માસના પુત્રને આજથી 27 દિવસ પૂર્વે આંચકી ઉપડી હતી. જેના કારણે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બે દિવસ પૂર્વે માતા પોતાના અને ત્રણેય ભાઈ-બહેન માટે સિવિલ હોસ્પિટલથી થોડીક દૂર આવેલી લોટરી બજાર પાસે જમવાનું લેવા ગયા હતા. આ સમયે ત્યાં એક અજાણ્યો બાઈક ચાલક આવ્યો હતો ત્રણેય ભાઈ બહેનને બાઈક પર ચક્કર મરાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ બાઈક ચાલક ત્રણેય ભાઈ બહેનને લઈ રેસકોસ રિંગ રોડ ઉપર ચક્કર મરાવી હતી.

આ પણ વાંચો: યુવાનને જાહેરમાં માર મારનારની ધરપકડ

સગીરાને ખાનગી ટ્રાવેલ્સની બસમાં લઈ ગયો


ચક્કર મરાવ્યા બાદ સગીરાના 13 વર્ષ અને દસ વર્ષના ભાઈને સિવિલ હોસ્પિટલના ગેટ પાસે છોડીને સગીરાને લઈને જતો રહ્યો હતો. સગીરાને મોબાઈલ ફોન રોકડ રૂપિયા તેમજ ફરવાની લાલચ આપી ચોટીલા સુધી લઈ જવાનું જણાવ્યું હતું. બાઈક ચાલક પોતાનું બાઈક ગ્રીનલેન્ડ ચોકડી પાસે મૂકી ત્યાંથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં સગીરાને લઈ બસમાં ચડ્યો હતો.

દુષ્કર્મ આચરી પરત સિવિલ હોસ્પિટલ મૂકી ગયો


બસમાં ચડ્યા બાદ સગીરાને રૂપિયાની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવા દેવા માટે સમજાવી હતી. જોકે, સગીરાએ ના પાડતા તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ સગીરા સાથે બસમાંથી નીચે ઉતરી જઈ સગીરાને લઈ આરોપી રાજકોટ પરત ફર્યો હતો અ સગીરાને હોસ્પિટલ ખાતે છોડી જતો રહ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ગુનો, પોલીસ, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन