Home /News /rajkot /રાજકોટમાં વેપારીની આંખોમાં મરચું નાંખી લૂંટ, બે દિવસમાં ક્રાઇમ બ્રાન્ચે 9ને ઝડપી પાડ્યાં; 3.36 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટમાં વેપારીની આંખોમાં મરચું નાંખી લૂંટ, બે દિવસમાં ક્રાઇમ બ્રાન્ચે 9ને ઝડપી પાડ્યાં; 3.36 લાખનો મુદ્દામાલ જપ્ત

આરોપીઓની તસવીર

ગત સપ્તાહમાં શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેપારીની આંખમાં મરચું છાંટી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે માત્ર બે જ દિવસમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લૂંટની ઘટનાને અંજામ આપનારા નવ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
રાજકોટઃ ગત સપ્તાહમાં શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેપારીની આંખમાં મરચું છાંટી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે માત્ર બે જ દિવસમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લૂંટની ઘટનાને અંજામ આપનારા નવ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 3.56 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ગત 25 તારીખના રોજ રાત્રિના 09:45 વાગ્યા આસપાસ જીતેન્દ્ર પટેલ નામના 48 વર્ષીય વેપારી પોતાની દુકાનથી હિસાબના પૈસા સાથે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેઓ પોતાની એક્ટિવાની ડેકીમાં રૂપિયા બે લાખ રોકડ સાથે લાવી રહ્યા હતા. આ સમયે બે જેટલા વ્યક્તિઓ તેમના એક્ટિવાની આડે ઊભા રહી જાય તેમના આંખમાં મરચાની ભૂકી નાંખી હતી. જેના કારણે વેપારી નીચે પડી જતા લૂંટારો રોકડ સહિત એક્ટિવા લઈ ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતા તાત્કાલિક અસરથી ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

આ પણ વાંચોઃ આખરે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કેવી રીતે પૃથ્વીનો અંત થશે? સૌથી પહેલા પૃથ્વી પર શું ખતમ થશે

પોલીસે હાલ ત્રણ સગીર સહિત કુલ 9 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે જે છ પુખ્ત વયના આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે. તેમાંથી વિનોદ ગેડાણી ઉંમર વર્ષ 19 અગાઉ વેપારી જીતેન્દ્ર પટેલની કટલેરીની દુકાનમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. વેપારી જીતેન્દ્ર પટેલની દુકાનમાં નોકરી કરતો હોવાથી વેપારી રાત્રે હિસાબના પૈસા ઘરે લઈ જાય છે. આ બાબતથી તે વાકેફ હતો. જેના કારણે 20 દિવસ પૂર્વે તેને આ કામના સહ આરોપીઓને વાત કરી હતી.

ત્યારબાદ તમામ આરોપીઓએ સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે હાલ આરોપીઓ પાસેથી રોકડ રકમ 1.97 લાખ ગુનામાં ઉપયોગમાં લીધેલી મોટરસાયકલ નંગ ત્રણ તેમજ ગુનામાં ઉપયોગમાં લીધેલા છ મોબાઈલ નંગ પણ કબજે કર્યા છે. ગત સપ્તાહમાં રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેપારીની આંખમાં મરચું છાંટી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે માત્ર બે જ દિવસમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લૂંટની ઘટનાને અંજામ આપનારા નવ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 3.56 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.



ગત 25 તારીખના રોજ રાત્રિના 09:45 વાગ્યા આસપાસ જીતેન્દ્ર પટેલ નામના 48 વર્ષીય વેપારી પોતાની દુકાનથી હિસાબના પૈસા સાથે પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે તેઓ પોતાની એક્ટિવાની ડેકીમાં રૂપિયા બે લાખ રોકડ સાથે લાવી રહ્યા હતા. આ સમયે બે જેટલા વ્યક્તિઓ તેમના એક્ટિવાની આડે ઊભા રહી જાય તેમના આંખમાં મરચાની ભૂકી નાંખી હતી. જેના કારણે વેપારી નીચે પડી જતા લૂંટારો રોકડ સહિત એક્ટિવા લઈ ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં તાત્કાલિક અસરથી ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

ત્યારે પોલીસે હાલ કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ સગીર સહિત કુલ 9 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે જે છ પુખ્ત વયના આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે. તેમાંથી વિનોદ ગેડાણી ઉંમર વર્ષ 19 અગાઉ વેપારી જીતેન્દ્ર પટેલની કટલેરીની દુકાન માર્ચ નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. વેપારી જીતેન્દ્ર પટેલની દુકાનમાં નોકરી કરતો હોવાથી વેપારી રાત્રે હિસાબના પૈસા ઘરે લઈ જાય છે. આ બાબતથી તે વાકેફ હતો. જેના કારણે 20 દિવસ પૂર્વે તેને આ કામના સહ આરોપીઓને વાત કરી હતી. ત્યારબાદ તમામ આરોપીઓએ સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે હાલ આરોપીઓ પાસેથી રોકડ રકમ 1.97 લાખ, ગુનામાં ઉપયોગમાં લીધેલી મોટરસાયકલ નંગ ત્રણ તેમજ ગુનામાં ઉપયોગમાં લીધેલા છ મોબાઈલ નંગ પણ કબજે કર્યા છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Rajkot crime branch, Rajkot News, Robbery gang

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો