Home /News /rajkot /રાજકોટની ચકચારી ઘટના : ઘરઘાટીએ જ પરિવારને બનાવ્યો બંધક, બંદૂકના નાળચે લાખો રૂપિયાની લૂંટ

રાજકોટની ચકચારી ઘટના : ઘરઘાટીએ જ પરિવારને બનાવ્યો બંધક, બંદૂકના નાળચે લાખો રૂપિયાની લૂંટ

બંગલામાં ઘટી લૂંટ ની ઘટના

Rajkot Crime : તકનો લાભ લઇને તેમના બંગલામાં કામ કરતા નેપાળી શખ્સે હાથ સાફ કરવાનો પ્લાન બનાવ્યો. તેમણે બાળકને બંધક બનાવીને સમગ્ર વારદાતને અંજામ આપ્યો હતો.

    રાજકોટ : શહેરમાં અવારનવાર લૂંટની ઘટનાઓ સામે આવતી રહે છે. તેવામાં શહેરના પોશ વિસ્તારમાં વધુ એક લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ઇન્દિરા સર્કલ નજીક આવેલા રોયલ પાર્ક 4માં રહેતા બિલ્ડરના બંગલે બંદૂકના નાળચે લૂંટની વારદાતને અંજામ આપવામાં આવ્યો છે.

    જેમાં 10 લાખ ની રોકડ અને 25 લાખના દાગીનાની લૂંટ કરવામાં આવી છે. જે બાદ ડીસીપી, એસીપી, પીઆઇ સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બંગલામાં કામ કરતા નેપાળી શખ્સે જ અન્ય નેપાળી શખ્સને બોલાવીને લૂંટની વારદાતને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.



    આ પણ વાંચો : રાજકોટ: પરોઠા ઓછા પડતા મામલો બિચક્યો, પત્ની અને પાટલા સાસુને માર માર્યા બાદ પતિએ ખાધો ગળાફાંસો


    હથિયાર બતાવીને ઘરમાં રોકડ અને ઘરેણા ક્યાં પડ્યા છે તેની બાતમી મેળવી


    શહેરના પોશ વિસ્તાર ઇન્દિરા નગર સર્કલ ખાતે આવેલ રોયલ પાર્ક 4માં બનેલી આ ઘટનામાં લૂંટના ઇરાદે બિલ્ડર પ્રભાત સિંધવના બાળક જશ સિંઘવને બંધક બનાવવામાં આવ્યો હતો.

    નેપાળી શખ્સે જશ સિંઘવને ઓશિકા ફાંડી કપડાંથી બાંધી બંધક બનાવ્યો હતો. તેમણે બાળકને ધારદાર હથિયાર બતાવીને ઘરમાં રોકડ અને ઘરેણા ક્યાં પડ્યા છે તેની બાતમી મેળવી હતી.



    આ પણ વાંચો :રાજકોટમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, પાર્કિંગમાં રમતા બાળકને મોત મળ્યું

    બાળકને બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ અપાયો


    આ ઘટના ત્યારે બની જ્યારે બિલ્ડર પ્રભાત સિંધવ પરિવાર સાથે અમદાવાદ ગયા હતા અને બિલ્ડરનો 14 વર્ષનો બાળક તેના દાદા સાથે ઘરે એકલો હતો. આ તકનો લાભ લઇને તેમના બંગલામાં કામ કરતા નેપાળી શખ્સે હાથ સાફ કરવાનો પ્લાન બનાવ્યો. તેમણે બાળકને બંધક બનાવીને સમગ્ર વારદાતને અંજામ આપ્યો હતો. જો કે આ ઘટનામાં બાળકને કોઇ ઇજા થવા પામી ન હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, નેપાળી શખ્સને બિલ્ડરે દોઢ મહિના પહેલા અન્ય વ્યક્તિના રેફરન્સથી નોકરી માટે રાખ્યો હતો. જેના વિશે કોઇપણ વિગતો બિલ્ડર પરિવારે લીધી ન હતી.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Crime news, Latest News Rajkot, Loot, Rajkot Crime

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन