Home /News /rajkot /રાજકોટમાં નાફેડ દ્વારા ડુંગળીના ખરીદી છતાં એકપણ ખેડૂત ન વેચી શક્યા, આવું છે કારણ

રાજકોટમાં નાફેડ દ્વારા ડુંગળીના ખરીદી છતાં એકપણ ખેડૂત ન વેચી શક્યા, આવું છે કારણ

12:00 વાગ્યા સુધીમાં એકપણ ખેડૂતની ડુંગળી ખરીદવામાં આવી નહોતી

રાજકોટમાં નાફેડ દ્વારા ડુંગળી માટે ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા પરંતુ એકપણ ખેડૂત ન વેંચી શક્યા પોતાની ડુંગળી, જાણો શું છે કારણ

રાજકોટ: ખેડૂતોને પકવેલી ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા નાફેડને ખેડૂતોની ડુંગળી ખરીદવાનો આદેશ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા જે માહિતી ખાતા દ્વારા જે પ્રેસ રિલીઝ કરવામાં આવી હતી તેમાં માત્ર મહુવા યાર્ડ, ગોંડલ યાર્ડ અને પોરબંદર યાર્ડનો સમાવેશ હતો. જેના કારણે સામાન્ય દિવસો કરતા ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવકનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. માંગ અને પુરવઠાનો નિયમ લાગુ પડતા સામાન્ય દિવસો કરતા આજ રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં નરમાઈ જોવા મળી હતી.

12:00 વાગ્યા સુધીમાં એકપણ ખેડૂતની ડુંગળી ખરીદવામાં આવી નહોતી

બીજી તરફ, રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડનો કોઈ ઉલ્લેખ સરકારની જાહેરાતમાં કે માહિતી ખાતાની પ્રેસનોટમાં જોવા નહોતો મળ્યો. તેવા રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારના સાત વાગ્યાથી નાફેડ દ્વારા જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું તેમના દ્વારા ડુંગળી ખરીદ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે બપોરના 12:00 વાગ્યા સુધીમાં એકપણ ખેડૂતની ડુંગળી ખરીદ કરવામાં આવી નહોતી. જૂના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાની ડુંગળી લઈને ઓપન માર્કેટમાં વેચવા પહોંચ્યા હતા. પરંતુ નાફેડને જો તેમને ડુંગળી વેચવી હોય તે ડુંગળીના વેચાણ અર્થે તેમને સાત જેટલા કાગળિયા તેમજ ફોટાની આવશ્યકતા હોય છે. તે જાહેરાત ન હોવાના કારણે તેઓ પોતાની સાથે નહોતા લાવી શક્યા.

આ પણ વાંચો: અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયાઃ જાણે પોલીસ વાન-કાર વચ્ચે લાગી રેસ, કર્મચારી ઇજાગ્રસ્ત

ક્વોલિટી 45 એમએમની હોવી ફરજીયાત

બીજી તરફના આજ રોજ ડુંગળીના માર્કેટ ભાવ અનુસાર 7.92રૂ.ની કિંમતે એક કિલો ડુંગળી ખરીદ કરવામાં આવી રહી છે. જેની ક્વોલિટી 45 એમએમની હોવી ફરજીયાત છે. ત્યારે ઓપન માર્કેટમાં આ જ ગુણવત્તાની ડુંગળીનો કિલોનો ભાવ ₹20 હોવાના કારણે ખેડૂતોએ પણ નાફેડને ડુંગળી વેચવાને બદલે ઓપન માર્કેટમાં વેચવી વધુ યોગ્ય લાગી હતી. જેના કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઉચ્ચ ગુણવત્તાવાળી ડુંગળીનો ભાવ 20 કિલો દીઠ રૂપિયા 176 એટલે કે 8.8 સુધીનો મળવા પાત્ર થયો છે.

ઓપન માર્કેટમાં શું મળી રહ્યા છે ભાવ?

જ્યારે રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં ઉચ્ચ ગુણવત્તાવાળી ડુંગળીનો ભાવ 200 રૂપિયા સુધી પણ રહ્યો હોવાનું સામે આવ્યું છે. એટલે કે નાફેડ દ્વારા જે ભાવ આજે ખરીદી કરવામાં આવી રહી છે, તેના કરતાં ઓપન માર્કેટમાં 0.88 પૈસાથી લઇ 2.22 રૂપિયા વધુ ખેડૂતોની ડુંગળી ગોંડલ માર્કેટ યાર્ડ અને રાજકોટ યાર્ડમાં ખરીદાય છે. બીજી તરફ નાફેડ દ્વારા જે ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ત્યાં જો 45 એમએમ કરતાં હલકી ગુણવત્તાની ડુંગળી હશે તો તેનો ભાવ નીચો આપવામાં આવશે. નાફેડ દ્વારા જે ડુંગળી ખરીદવા માટે એજન્સી નિમવામાં આવી છે તેના અધિકારીનું પણ કહેવું છે કે, ભાવમાં બેથી ત્રણ રૂપિયાનો વેરીએશન આવી શકે તેમ છે. આનો સીધો મતલબ થાય કે, જો આજની તારીખે કોઈ ખેડૂત 45 એમએમ કરતા 25 એમએમ, 30 એમએમની જો ડુંગળી વેચવા આવે તો તેને આજના માર્કેટ રેટ એટલે કે 7.92ની જગ્યાએ પાંચથી સાડા પાંચ રૂપિયા પ્રતિ કિલો મળવા પાત્ર રહે.

કયા-કયા ડોક્યુમેન્ટ હશે તો ખરીદાશે ડુંગળી

આધાર કાર્ડની બે કોપી, સાતબારની બે કોપી, આઠ (અ)ની બે કોપી, કેન્સલ ચેક બે કોપી, બેંકની પાસબુક બે કોપી, પાસપોર્ટ સાઇઝ ફોટા બે કોપી, 12 નંબર વાવેતરનો દાખલો
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Rajkot News