Home /News /rajkot /

રાજકોટ: સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાના આ દ્રશ્યો જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે

રાજકોટ: સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાના આ દ્રશ્યો જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે

રાજકોટ લોક મેળો

Rajkot Public fair: સુરક્ષાની વાત કરીએ તો 1,550 પોલીસ જવાનો ખડેપગે છે. 5 દિવસમાં 10થી 15 લાખ લોકો લોકમેળો માણશે. મેળામાં ઘર સુશોભનની વસ્તુઓ, રમકડાં સહિતના સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે.

    હાર્દિક જોશી, રાજકોટ: રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગઈકાલથી રંગારંગ મેળાનો પ્રારંભ (Rajkot Lok Melo) થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે (Bhupendra Patel) આ મેળો ખુલ્લો મૂક્યો હતો. આ મેળાની મજા ખુદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ માણી હતી. મુખ્યમંત્રીએ ઉચક નીચક રાઈડ (Lok melo ride)માં બેસીને મેળાનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રી સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના આગેવાનોએ આ મેળામાં રાઈડમાં બેસી સામાન્ય લોકોની જેમ જ આનંદ માણ્યો હતો.

    આ પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (Vijay Rupani)એ પોતાના ભૂતકાળને વાગોળતા કહ્યું હતું કે, મારી બહેન મને હાથ પકડીને મેળામાં લઇ જતી હતી અને અમે મેળાનો આંનદ માણતા હતા. લોકમેળામાં પહેલા દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ લોકમેળામાં 56 રાઇડ્સ છે. 300થી વધુ ખાણીપીણીના સ્ટોલ છે. તેમજ સ્ટોલની આવકના 51 લાખ CM રિલીફ ફંડમાં આપવામાં આવશે.

    સુરક્ષાની વાત કરીએ તો 1,550 પોલીસ જવાનો ખડેપગે છે. 5 દિવસમાં 10થી 15 લાખ લોકો લોકમેળો માણશે. મેળામાં ઘર સુશોભનની વસ્તુઓ, રમકડાં સહિતના સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે. બે વર્ષ બાદ રાજકોટમાં લોકમેળો યોજાયો છે ત્યારે સૌરાષ્ટ્રભરના મેળાના માણીગરોએ ગઈકાલ રાતથી જ મેળાની મજા લીધી હતી.

    આ પણ વાંચો: સીએનજીના ભાવમાં મોટો ઘટાડો, નવો ભાવ આજથી લાગૂ

    એક અંદાજ પ્રમાણે પાંચ દિવસ દરમિયાન 10થી 15 લાખ લોકો લોકમેળો માણશે. રાજકોટનો લોકમેળો એ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે. છેલ્લા 50 વર્ષ કરતાં પણ વધુ લાંબા સમયથી આ લોકમેળો યોજાય છે. પહેલા આ મેળાનું આયોજન મેળા સમિતિ તરફથી કરવામાં આવતું હતું, જોકે, ત્યારબાદ આ મેળાનુ સંચાલન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. લોકમેળામાં અવનવી રાઇડ્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મતદારોની જાગૃતિ માટે ખાસ આ લોકમેળામાં સેલ્ફી પોઇન્ટ પણ રાખવામાં આવ્યો છે.


    લોકમેળાથી 2 લાખ લોકોને રોજગારી મળશે


    સાતમ-આઠમના તહેવારમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો રાજકોટમાં યોજાય છે. દર વર્ષે રેસકોર્સના ગ્રાઉન્ડમાં યોજાતા આ મેળાનો પ્રારંભ રાંધણ છઠ્ઠના દિવસે કરવામાં આવતો અને દશમ સુધી એટલે કે પાંચ દિવસ ચાલતો હોય છે. જેમાં રાઈડ્સ, રમકડા, આઇસ્ક્રિમ સહિતના વેપારીઓ સહિત 2 લાખ લોકોને પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે રોજીરોટી મળે છે. પાંચ દિવસ સુધી યોજાતા મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી 10 લાખ લોકો મેળો માણવા આવતા હતા.

    આ પણ વાંચો: બદમાશે ધોળા દિવસે 16 વર્ષની વિદ્યાર્થિનીને ગોળી મારી, ગોળી ગળામાં અટકી

    આ મેળાને મલાહવા માટે સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાંથી લોકો રાજકોટમાં ઉમટી પડે છે અને હૈયે હૈયુ દળાઇ એટલી માનવ મેદની આ મેળામાં મહાલવા માટે આવે છે. જન્માષ્ટમીનો આ લોકમેળો લોકમેળા ઉત્સવ સમિતિના નેજા હેઠળ વહીવટી તંત્ર દ્વારા આયોજીત કરાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bhupendra Patel, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन