રાજકોટમાં ડ્રોન કેમેરાની મદદથી દારુનાં અડ્ડા પર દરોડા
Rajkot Crime: પોલીસ કોઈ દરોડો પાડે તેની પહેલા જ બુટલેગરોને જાણ થઈ જતી હોય છે અથવા તો દારૂના (Rajkot Liquor News)ધંધાર્થીઓ પોલીસની અવર જવર પર નજર પણ રાખતા હોવાથી પહેલે થી જ ધંધાર્થીઓ ને પોલીસ આવવાનો ખ્યાલ આવી જતા પોલીસની રેડ (Rajkot Police Raid) નિષ્ફળ જતી હોય છે ત્યારે હવે પોલીસે આવી રેડ સફળ બનાવવા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. રાજકોટની કુવાડવા પોલિસે દેશી દારૂના અડ્ડાઓ પર ડ્રોન કેમેરા દ્વારા દરોડા પાડયા છે.
Rajkot Crime: જે રીતે અલગ અલગ ક્ષેત્રોમાં આધુનિક સાધનોનો વધુ પડતો ઉપયોગ જોવા મળી રહ્યો છે ત્યારે હવે પોલીસ પણ આધુનિક બની રહી છે. રાજકોટ પોલીસે (Rajkot Police) ડ્રોન કેમેરા (Drone Camera) દ્વારા દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે પોલીસ કોઈ દરોડો પાડે તેની પહેલા જ બુટલેગરોને જાણ થઈ જતી હોય છે અથવા તો દારૂના ધંધાર્થીઓ પોલીસની અવર જવર પર નજર પણ રાખતા હોવાથી પહેલે થી જ ધંધાર્થીઓ ને પોલીસ આવવાનો ખ્યાલ આવી જતા પોલીસની રેડ નિષ્ફળ જતી હોય છે ત્યારે હવે પોલીસે આવી રેડ સફળ બનાવવા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે. રાજકોટની કુવાડવા પોલિસે દેશી દારૂના અડ્ડાઓ પર ડ્રોન કેમેરા દ્વારા દરોડા પાડયા છે
આજે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રોહીની પ્રવૃતિ અટકાવવા તેમજ પકડી પાડવા માટે ખાનગી ડ્રોન સાથે પેટ્રોલીંગમાં કરવામાં આવ્યું હતું જેમાં 6 અલગ અલગ જગ્યાએ રેઇડ કરી 43 લીટર દેશી દારૂ ૫ડડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. દેશી દારૂના ધંધા સાથે જોડાયેલા વશરામભાઇ ભીમાભાઇ હાડા, રાજુભાઇ શંકરભાઇ ચૌહાણ, ભાનુબેન સુરેશભાઇ સોલંકી, સોનલબેન દેવરાજભાઇ સાડમીયા, શારદાબેન સુરેશભાઇ જખાણીયા, મુકેશભાઇ ઉર્ફ ઘુંટી વશરામભાઇ બાવળીયાને પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે 43 લીટર દેશી દારૂ પણ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વનું છે કે જે રીતે પોલીસ દ્વારા સમયાંતરે દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા કરે છે ત્યારે હવે આવા દરોડા માં આધુનિક ઉપકરનો ની મદદ લઇ આરોપીઓ અને આ પ્રકારની ગેરકાદેસર પ્રવૃત્તિ પકડી પાડવામાં આવી રહી છે. હાલતો પોલિસે કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં ડ્રોન ની મદદ થી દેશી દારૂના અડાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે જ્યારે આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે તો આવા અડાઓ પર કાર્યવાહી થઈ શકશે.