Home /News /rajkot /

રાજકોટ: પોલીસને દાદાગીરી કરવી ભારે પડી, કોર્ટે SPને કર્યો આ આદેશ

રાજકોટ: પોલીસને દાદાગીરી કરવી ભારે પડી, કોર્ટે SPને કર્યો આ આદેશ

સાપર પોલીસની બર્બરતાને લઈ એસપી પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે

Gujarat Crime News: હોટલકર્મીઓ પર બર્બરતાપૂર્વક લાકડીઓ વરસાવી શાપર પોલીસને ભારે પડી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ:  ગ્રામ્ય પોલીસ વધુ એક વખત વિવાદમાં (police controversy) સપડાઇ હોવાનું સામે આવ્યું છે. કોટડા સાંગાણી કોર્ટ (court) દ્વારા સાપર પોલીસની બર્બરતાને લઈ એસપી પાસેથી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. હોટલકર્મીઓ પર બર્બરતાપૂર્વક લાકડીઓ વરસાવી શાપર પોલીસને ભારે પડી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે એસપી દ્વારા કોર્ટમાં સબમીટ કરવામાં આવનાર રિપોર્ટમાં શું તથ્ય જણાવવામાં આવશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તાજેતરમાં જ સોશિયલ મીડિયા (social media)માં રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા હોટલના કર્મચારીઓને (hotel worker) લાકડી વડે માર મારવામાં આવતો હોવાના સીસીટીવી ફૂટેજ (cctv footage) વાયરલ થયા હતો, ત્યારે વાયરલ થયેલા સીસીટીવી મામલે હોટલના માલિક જાવીદભાઈ દ્વારા સાપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનારા પ્રભાત તેમ જ બે અજાણ્યા પોલીસ કર્મીઓ વિરુદ્ધ કોટડા સાંગાણી કોર્ટમાં આઈપીસીની કલમ 323, 504, 292, 114 તેમજ 120 (બી) મુજબ ફરિયાદ કરવામાં આવી છે. (complaint against police) ફરિયાદ કરવામાં આવતા કોર્ટે ફરિયાદ રજીસ્ટર લઈ એસપી પાસેથી સમગ્ર ઘટનાક્રમનો રિપોર્ટ મંગાવતો હુકમ કર્યો છે.


આ પણ વાંચો: ગુજરાતમાં ત્રણ દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારોમાં પડશે વરસાદ

જાણવા મળતી વિગતો અનુસાર, પેલી ઓગસ્ટ 2022ના રોજ 12:30 વાગ્યે ગોંડલ હાઇવે ઉપર આવેલી મસ્ત નોનવેજ નામની હોટલના કર્મચારીઓ હોટલ બંધ કરી ઘરે જવાની તૈયારીમાં હતા. ત્યારે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસાઈ પ્રભાત બાલાસરા અને બે અજાણ્યા પોલીસકર્મીઓ હોટલ ખાતે આવ્યા હતા. હોટલ ખાતે આવી હોટલમાં હાજર કર્મચારીઓને અપશબ્દો બોલી બેરહેમીપૂર્વક લાકડીઓ ફટકારવામાં આવી હતી. તેમજ કાલથી આ હોટલ ખુલવી જોઈએ નહીં, નહિતર બધાને ખોટા ગુનામાં ફીટ કરી દઈશ અને જેલની હવા ખવડાવીશ તેવી ધાક ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો: ગુજરાતના જાણીતા મહંત લાલબાપુએ લમ્પી વાયરસનો જણાવ્યો દેશી અકસીર ઉપાયનો દાવો

આ સમગ્ર બાબતે કોટડા સાંગાણી કોર્ટે તથા માનવ અધિકાર આયોગમાં તમામ પુરાવાઓ સાથે ફરિયાદ પણ આપવામાં આવી છે. આગામી દિવસોમાં આ મામલે જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ એસપી દ્વારા ક્યા પ્રકારના કડક પગલાં લેવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Latest News, Rajkot News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन