Home /News /rajkot /

પતંગ ચગાવતા પહેલા આટલી વાતોનું રાખજો ધ્યાન નહીં તો થશે કાર્યવાહી, રાજકોટ પોલીસનું જાહેરનામું

પતંગ ચગાવતા પહેલા આટલી વાતોનું રાખજો ધ્યાન નહીં તો થશે કાર્યવાહી, રાજકોટ પોલીસનું જાહેરનામું

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે અને આ નિયમોનું પાલન નહીં કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

    રાજકોટમાં લોકો કોરોનાકાળમાં પણ મકરસંક્રાંતિનો પર્વ ઉલ્લાસથી ઉજવી શકે તે હેતુથી શહેર પોલીસ કમિશ્નરે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ચાઇનીઝ દોરા, તુક્કલના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો છે, આ સાથે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે અને આ નિયમોનું પાલન નહીં કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

    ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકશે નહીં

    રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામામાં જણાવ્યું છે કે, તારીખ 18 ડિસેમ્બરથી તા.16જાન્યુઆરી સુધી કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ, રસ્તા, ફૂટપાથ અને ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકશે નહીં. સામાન્ય જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા પર તથા લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખીને પતંગ ઉડાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ સાથે હાથમાં મોટા ઝંડાઓ અને વાંસના બાંબુ લઇ કપાયેલી પતંગ લૂંટવા દોડાદોડી કરી શકાશે નહીં.

    ડિસેમ્બરનાં છેલ્લા અઠવાડિયામાં ફરવા જવાનું વિચારતા હોવ તો જાણી લો ગુજરાતમાં ઠંડી કેવી રહેશે?

    સાબરમતી રિવરફ્રન્ટથી SOU વચ્ચે સી પ્લેન 27મી ડિસેમ્બરથી ફરીથી થશે શરૂ, જાણો બુકિંગ ક્યારથી થશે?

    જાહેરમાર્ગો પર ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહીં

    આ સાથે જણાવવામાં આવ્યું છે કે, જાહેરમાર્ગો પર ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહીં તેમજ જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. ચાઇનીઝ દોરાને કારણે શરીર પર તીક્ષ્ણ કાપાઓ પડતાં હોવાથી ચાઇનીઝ દોરાના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ચાઇનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે અને ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે.



    જાહેરનામાનું ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર

    તેમણે જાહેરનામામાં જણાવ્યું છે કે, હાલમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇનું ઉત્તરાયણના તહેવાર દરમિયાન સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. તેમજ આ જાહેરનામાનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનું ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર બનશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Kite flying, Makarsankranti, Rajkot police, ગુજરાત, રાજકોટ

    આગામી સમાચાર