Home /News /rajkot /

રાજકોટ : 40 લાખમાં એક કિલો સોનું આપવાનું કહીને છેતરનારી ગેંગના સભ્યો ઝડપાયા, આવી હતી તેમની મોડસ ઓપરન્ડી

રાજકોટ : 40 લાખમાં એક કિલો સોનું આપવાનું કહીને છેતરનારી ગેંગના સભ્યો ઝડપાયા, આવી હતી તેમની મોડસ ઓપરન્ડી

આરોપીઓની તસવીર

Rajkot Crime news: રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ મળી હતી કે, રાજસ્થાનના વેપારીને સસ્તુ સોનાની લાલચ આપી વાલજી મકવાણા શેખ હિતેશ ઉર્ફે ધર્મેન્દ્ર હસમુખભાઈ નામના શખ્સોએ છેતરપિંડી આચરી છે.

રાજકોટ : શહેરમાં રાજસ્થાનના વેપારી સસ્તા સોનાની લાલચમાં છેતરાયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી ચાર પૈકી બે આરોપીઓને ઝડપી પાડયા હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ 20 લાખ પૈકી 7.60 લાખ રૂપિયાની રકમ કબજે કરી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે જુઓ કઈ રીતે રચ્યું હતું છેતરપિંડી નું કાવતરું.

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે વાલજીભાઈ મકવાણા તેમજ ઇનાયત શેખ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. બંને વ્યક્તિઓ પાસેથી 7.60 લાખ રૂપિયાની રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ મળી હતી કે, રાજસ્થાનના વેપારીને સસ્તુ સોનાની લાલચ આપી વાલજી મકવાણા શેખ હિતેશ ઉર્ફે ધર્મેન્દ્ર હસમુખભાઈ નામના શખ્સોએ છેતરપિંડી આચરી છે. ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ મળતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વિલન્સના માધ્યમથી વાલજી મકવાણા અને ઇનાયત શેખની ધરપકડ કરી લીધી છે.

કોના કોના ભાગે આવ્યા કેટલા રૂપિયા

આરોપીઓએ 40 લાખ રૂપિયામાં એક કિલો સોનું આપવાની લાલચ રાજસ્થાનના વેપારીને આપી હતી. રૂપિયા 20 લાખ એડવાન્સ તેમજ બાકીના રૂપિયા 20 લાખ સોનું મળી ગયા બાદ આપવાનું જણાવ્યું હતું. વેપારીએ એડવાન્સ પેટે જે 20 લાખ રૂપિયા આપ્યા હતા. તેમાંથી વાલજી મકવાણાના ભાગે રૂપિયા 4.50 લાખ આવ્યા હતા. ઇનાયત શેખના ભાગે 5 લાખ હિતેશ ઉર્ફે ધર્મેન્દ્રના ભાગે 2.5 લાખ તેમજ હસમુખભાઈના ભાગે 8 લાખ રૂપિયા આવ્યા હતા.



આરોપીઓ સાથે થયેલી વાતચીત મુજબ રાજસ્થાનના ભોગ બનનાર વેપારી સૌપ્રથમ રાજકોટ આવ્યા હતા. રાજકોટ તેમણે આરોપીઓને એડવાન્સ પેમેન્ટ પણ કર્યું હતું. ત્યારબાદ અમદાવાદ સોનુ અપાવવાની લાલચ આપી વેપારીને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ લઈ ગયા હતા. તેમજ સોની વેપારીને કારમાંથી નીચે ઉતારી આરોપીઓ કાર લઈને નાસી ગયા હતા.

ક્યારેક ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આરોપી હિતેશ અને હસમુખ ક્યારે આવે છે તે જુઓ અતિ મહત્વનું બની રહેશે. હાલ તો પોલીસે 20 લાખ પૈકી 7.60 લાખ જેટલી રકમ કબજે કરી છે. જોકે, 13.40 લાખ જેટલી રકમ હજુ પણ આરોપીઓ પાસેથી કબજે કરવાની બાકી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Fraud, ગુજરાત, છેતરપિંડી, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन