Home /News /rajkot /રાજકોટમાં ટ્રાફિક વોર્ડનને પોલીસ બનવું ભારે પડ્યું, લોકડાઉનમાં વાહન ચેકિંગ કરતો ઝડપાયો

રાજકોટમાં ટ્રાફિક વોર્ડનને પોલીસ બનવું ભારે પડ્યું, લોકડાઉનમાં વાહન ચેકિંગ કરતો ઝડપાયો

પકડાયેલા યુવકની તસવીર

આ શખ્સ અઢી વર્ષ અગાઉ રાજકોટમાં ટ્રાફિક વોર્ડન તરીકે નોકરી કરતો હતો પરંતુ કોઇપણ કારણોસર કાઢી મુકાયો હતો. હાલમાં છુટક કામ કરતો હતો.

રાજકોટઃ લોકડાઉનના સમયમાં રાજકોટમાં નકલી પોલીસે (fake police) અસલી પોલીસને રોક્વાનો કિસ્સો સામે આવ્યો છે. ગત મોડી રાતે ગ્રીનલેન્ડ ચોકડીથી જુના માર્કેટ યાર્ડ તરફ જતાં રોડ પર પુલ પાસે એસઓજીની ટૂકડી ખાનગી વાહનમાં અને ખાનગી કપડામાં પેટ્રોલીંગમાં નીકળી ત્યારે ખાખી વર્દીધારી એક પોલીસમેને તેની કાર અટકાવી 'અત્યારે રાતે કયાં જાવ છો ? કોણ છો ?' એવા સવાલો કર્યા હતાં.

આ વ્યકિતની વર્દીમાં નવા બેઝ 'જીપી' ને બદલે જુનો 'આરસીટી' હોઇ અને પગમાં પોલીસના લાલ બૂટને બદલે સ્પોર્ટ શૂઝ હોઇ તેમજ નેમ પ્લેટમાં બક્કલ નંબર ન હોઇ શંકા ઉપજતાં અસલી પોલીસે વધારે પુછતાછ કરતાં આ મહાશયે પોતાને પોલીસ બનવાનો શોખ હોવાથી નકલી પોલીસ બની વાહન ચેક કરવા આવ્યાનું રટણ કરતાં તેને ઝડપી લેવાયો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ લોકડાઉનમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સર્જાયા શાકમાર્કેટ જેવા દ્રશ્યો, જુઓ PHOTOS

પોલીસની પુછતાછમાં આ શખ્સે પોતાનું નામ નરેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા જણાવ્યું હતું. આ શખ્સ પોલીસ ન હોવા છતાં પોલીસની વર્દી પહેરી વાહન ચેકીંગ કરતાં ઝડપાયો હતો. તેની સામે બી-ડિવીઝન પોલીસ મથકમાં આઇપીસી ૧૭૦, ૧૭૧ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-બિહારઃ લોકડાઉનમાં એમ્બ્યુલન્સ માટે માતાની પોકાર, ખોળામાં જ બાળકે તોડ્યો દમ

આ શખ્સ અઢી વર્ષ અગાઉ રાજકોટમાં ટ્રાફિક વોર્ડન તરીકે નોકરી કરતો હતો પરંતુ કોઇપણ કારણોસર કાઢી મુકાયો હતો. હાલમાં છુટક કામ કરતો હતો. તેણે પોતાને પોલીસ બનવાનો શોખ હોવાથી નકલી પોલીસ બન્યાનું રટણ કર્યુ હતું.

આ પણ વાંચોઃ-covid-19 ઈન્શ્યોરન્સ પોલિસી: પગાર કાપ કે નોકરી જવા ઉપર મળશે કવર

ઉલ્લેખનીય છે કે લોકડાઉન ને કારણે દરેક જગ્યા પર પોલીસ પોતાની ફરજ નિભાવી રહી છે ત્યારે આવા સમયનો લાભ લઇ પોતાનો પોલીસ બનવાનો શોખ આ વ્યક્તિને ભારે પડ્યો છે.
First published:

Tags: Coronavirus, Fake police, Lockdown, Rajkot police, ગુજરાત, રાજકોટ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો