રાજકોટ શહેર તેમજ જિલ્લામાં દિવસે અને દિવસે કોરોનો વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક પણ સતત વધી રહ્યો છે. ત્યારે બીજી તરફ પોલીસ કમિશનરેટ વિસ્તારમાંથી એક બાદ એક મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાઈ રહ્યા છે.
ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત રાવલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા શહેરના તમામ પોલીસ મથકના સ્ટાફને સૂચના આપવામાં આવી હતી કે કોરોના મહામારી દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે જે કોઈપણ ચેડા કરતા હોય તેવા તમામ પ્રકારના લોકોને ઝડપી પાડવામાં આવે. જે અંતર્ગત રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા કિશાન સોસાયટી શેરી નંબર 11 કોઠારીયા રોડ પર કોઈ પણ જાતના મેડિકલ ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા દવાખાનું ચલાવતા મનોજભાઈ ભાનુભાઇ જોટંગીયાની મેડિકલ સાધનો તેમજ એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન તથા રોકડ રૂપિયા સહિત 3,877રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર રોહિત રાવલના જણાવ્યા પ્રમાણે આ ગુનાનો આરોપી અગાઉ ૨૦૧૨ની સાલમાં પણ થોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ ડોક્ટર તરીકે મેડીકલ પ્રેકટીસ કરતા ઝડપાયેલો છે
ઉલ્લેખનીય છે કે આજીડેમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા શનિવારના રોજ નીપુ મલિક નામના નકલી તબીબને મેડીકલ પ્રેક્ટિસ ના સાધનો તથા જુદી જુદી કંપની ની દવાઓ મળી કુલ 10 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તેમની અટકાયત કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, પાંચ દિવસ પૂર્વે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લોઠડા ગામ ના ભાઈસર રોડ ખાતેથી અનીશભાઈ અશરફભાઈ લીંગડીયા નામના વ્યક્તિ ની ધરપકડ કરવામાં આવી હતી. અનીશ છેલ્લા કેટલાય સમયથી કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી મેડીકલ પ્રેક્ટિસ કરતો હતો. અંદાજિત બારેક દિવસ પહેલા રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ જ પ્રકારના મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી પાડવામાં આવ્યો હતો.
" isDesktop="true" id="1004071" >
આરોગ્યને લગતી તમામ કામગીરી જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કરવાની હોય છે ત્યારે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની જગ્યાએ નકલી તબીબોને ઝડપી પાડવાની કામગીરી રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે અહીં સવાલ તો એવું થાય છે કે, આખરે શું આ તમામ બોગસ તબીબો આરોગ્ય વિભાગને રહેમ દ્રષ્ટિ નીચે મેડીકલ પ્રેક્ટિસ કરી રહ્યા હતા કે શું? શા માટે આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારના બોગસ તબીબો ને ઝડપી પાડવામાં નથી આવી રહ્યા? શું રાજકોટ નું આરોગ્ય વિભાગ નિંદ્રાધીન હાલતમાં છે?