Home /News /rajkot /Rajkot: મોબાઈલ ચોર બેલડીને ઝડપી પાડતી રાજકોટ પોલીસ, સિવિલ હોસ્પિટલ પાસે ભીડનો લાભ લઇ કરતા ચોરી

Rajkot: મોબાઈલ ચોર બેલડીને ઝડપી પાડતી રાજકોટ પોલીસ, સિવિલ હોસ્પિટલ પાસે ભીડનો લાભ લઇ કરતા ચોરી

મોબાઈલ

મોબાઈલ ચોર બેલડી

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ આ બંને આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આ બંને રીક્ષા લઈને સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલમાં રેકી કરતા હતાં.

    Mustufa Lakdawala, Rajkot: રાજકોટમાં પોલીસની (RajkotPolice) ધાક હોયતેમ તસકરો બેફામ બન્યાછે. ભીડ હોઈ ત્યાં લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે રાજકોટમાં રેલવે સ્ટેશન અને સિવિલ હોસ્પિટલપાસે ભીડનો લાભ લઇ મોબાઈલ( Mobile thief) કે પર્સની ચોરીકરતા બે શખ્સ ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચની(Police Crime Branch) ટિમ પેટ્રોલિંગમાંહતી ત્યારે બાતમીના આધારે આરટીઓના ગેટ પાસે નરસિંહનગર શેરી નં. 6ના વિજય લઘુશંકર ધામેલ અને દિલીપ ગિરીશ પરમારને બે ચોરાવ મોબાઈલઅને એક રીક્ષાસાથે પકડી લીધા હતા.


    ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતી હતી કે, સિવિલ હોસ્પિટમાં દર્દી કે તેના સગાવાલા આવતા હોયતેના મોબાઈલની ચોરી કરતી 4 લોકોની ટોળકી ફરે છે. વાતને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં વિજય લઘુશંકર ધામેલ અને દિલીપ ગિરીશ પરમાર જે બંને રાજકોટના રહેવાસી છે. બંને પાસેથી બે મોબાઈલ અને એક રીક્ષા કબ્જે કરવામાં આવી છે.


    આ પણ વાંચો- દેવું થઈ જતાં વેપારીએ જાતે જ હાથ અને ગળામાં છરીના ઘા માર્યા

    શું હતી મોડસ ઓપરેનડી


    ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ બંને આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, બંને રીક્ષા લઈને સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલમાં રેકી કરતા હતાં. જે પણ દર્દી દાખલ થાય કે સગા સાથે હોઈ ટેબલ પર મોબાઇલ રાખે ઉઠાવી લેતા હતા. અગાઉ પણ બંને સામે તાલુકા, આજીડેમ, ભક્તિનગર અને પ્ર. નગર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે.હોસ્પિટમાં પોતે કોઈ કામથી આવ્યા હોઈ તેમ અંડર દાખલ થઈ જતા હતા. જયારે હોસ્પિટલમાં લોકોની અવરજવર ઓછી હોઈ ત્યારનો સમય પસંદ કરતા હતા. દર્દી આરામમાં હોઈ કે તેના સગા આસપાસ હોઈ ત્યારે તકનો લાભ લઇ મોબાઇલની ચોરી કરતા હતાં.


    આ પણ વાંચો- રાજકોટ ખાડાનગરી બની, મસમોટા ખાડાથી વાહનચાલકો પરેશાન

    એક તરફ બે આરોપી ઝડપાયા બીજી તરફ ડોક્ટરનો ફોન ચોરાયો


    એક તરફ પોલીસે બે મોબાઈલ ચોરને પકડ્યા તો બીજી તરફ સિવિલ હોપિટલમાં તબિબનો ફોન ચોરાઇ ગયો હતો. આજે મોબાઇલ ફોન એક ગઠીયો વહેલી સવારે ચોરી જતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. જાણવા મળ્‍યા મુજબ ઓર્થોપેડિક વિભાગના ચોથા માળે ફરજ બજાવતા બે તબિબ ડો. સુરેશ સુથાર અને ડો. ત્રિવેન્‍દ્ર ભટ્ટના રૂપિયા વીસ અને પંદર હજારની કિંમતના બે મોબાઇલ ફોન આજે વહેલી સવારે ઓપીડીમાં આવેલી ડોક્‍ટરની કેબીનમાંથી ચોરાઇ ગયા છે. સીસીટીવી કેમેરા ચેક કરતાં સવારે છએક વાગ્‍યે પીળો શર્ટ પહેરેલો દાઢીધારી શખ્‍સ મોબાઇલ ઉઠાવી જતો દેખાયો હતો. મામલે તબિબ દ્વારા પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

    First published:

    Tags: Gujarati news, Latest News Rajkot Crime, Rajkot Crime, Rajkot crime news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन