મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: હાલમાં જ વિશ્વ પર્યાવરણ દિવસની(World Environment Day) ઉજવણી સમગ્ર દેશમાં થઈ. પરંતુ પર્યાવરણને નુકસાન પહોંચડતા પ્લાસ્ટિકને ગમે તે જગ્યાએ ફેંકી આપણે આપણા વિનાશને જ નોતરી રહ્યા છીએ. પ્લાસ્ટિકનો નાશ અશક્ય હોવાથી તે પ્રકૃતિને બહુ જ મોટુ નુકસાન પહોંચાડી રહ્યું છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ (Rajkot Municipal Corporation) 5 જૂનના રોજ કિસાનપરા ચોક (Kishanpara circle) માં ‘પ્લાસ્ટિકાય સ્વાહા 2.0’નો(PlastikaySwaha 2.0) કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં મેયર ડો. પ્રદિપ ડવે ઘંટનાદ કરી પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર શરૂ કરાવ્યું હતું. આ કાર્યક્રમ 30 જૂન સુધી ચાલનાર છે અને આમાં સૌથી વધુ સીંગલ યુઝ પ્લાસ્ટિક જમા કરાવનારને 51 હજારનું ઇનામ(51 thousand prize) આપવામાં આવશે.
કિશાનપરા ચોકમાં જનજાગૃતિ કાર્યક્રમ
કિસાનપરા ચોકમાં આ જનજાગૃતિ કાર્યક્રમ 30 જૂન સુધી ચાલનાર છે. જેમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક વ્યક્તિ કે કુટુંબ જમા કરાવી શકે છે. જે વ્યક્તિ કે કુટુંબ સૌથી વધુ પ્લાસ્ટિક આપશે તેઓને પ્રથમ રૂ. 26000, દ્વિતીયને 15000 અને તૃતિય વિજેતાને 10,000નું ઇનામ આપવામાં આવશે. સીંગલ યુઝ પ્લાસ્ટિકમાં પ્લેટ, કપ, ગ્લાસ, ઇયરબર્ડ, કેન્ડી સ્ટીક, ધ્વજ વગેરે વસ્તુઓ નાગરિકો જમા કરાવી શકે છે. આ અભિયાનમાં સામેલ થવા મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સેનિટેશન ચેરમેન અશ્વિન પાંભરે અપીલ કરી છે.
શહેર સાફ-સુથરૂ બને તેવો હેતુ
સામાન્ય રીતે આપણે સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી ગમે ત્યાં ફેંકી દેતા હોઇએ છીએ. જેના કારણે શહેરમાં ગંદકીનું પ્રમાણ વધે છે. જોકે મનપા દ્વારા સફાઈ કરવામાં આવે ત્યારે આ પ્લાસ્ટિક એકત્ર થાય છે. આ એકત્ર થયેલું પ્લાસ્ટિક પણ ડમ્પયાર્ડમાં જાય છે અને અહીં તે નાશ થતું નથી. આથી રાજકોટ મહાનગપાલિકા (RMC) દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેનાથી સીંગલ યુઝ પ્લાસ્ટિકને આ બહાને એકત્ર કરી તેનો એક જગ્યાએ વ્યવસ્થિત રીતે નાશ કરી શકાય અથવા તેને રિન્યૂ કરી ફરીથી તેનો યુઝ કરી શકાય.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Plastic waste, Rajkot News, રાજકોટના સમાચાર