Home /News /rajkot /રાજકોટઃ CBIએ 5 લાખની લાંચ લેતાં ઝડપેલા અધિકારીનો ચોથા માળેથી ઝંપલાવી આપઘાત

રાજકોટઃ CBIએ 5 લાખની લાંચ લેતાં ઝડપેલા અધિકારીનો ચોથા માળેથી ઝંપલાવી આપઘાત

મૃતકના પરિવારે CBIના અધિકારી પર હુમલો કર્યો

રાજકોટઃ લાંચ લેતા પકડાયેલા અધિકારીનો આપઘાત. ચોથા માળેથી કુદીને અધિકારીએ આપઘાત કર્યો. CBIએ 5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા હતા.

રાજકોટઃ લાંચ લેતા પકડાયેલા અધિકારીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. DGFTના અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. CBIએ 5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા હતા. NOC માટે 9 લાખ રૂપિયાની માગ કરી હતી. જ્યારે પકડાયેલા જોઈન્ટ DGFTએ મોત વ્હાલુ કર્યું છે. અધિકારીએ ચોથા માળેથી કુદીને આપઘાત કર્યો છે. પકડાયેલા અધિકારીને તપાસ માટે લઈ જવાયા હતા. જ્યારે મૃતકના પરિવારે CBI પર આરોપ લગાવ્યા છે.

ઓફીસમાંથી છલાંગ લગાવી

ગઇકાલે શુક્રવારે સીબીઆઇએ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારી જવરીમલ બિશ્નોઈને લાંચ લેતા ઝડપ્યા હતા. CBIએ 5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા હતા. NOC માટે 9 લાખ રૂપિયાની માગ કરી હતી. જ્યારે પકડાયેલા અધિકારીએ ચોથા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. બિશ્નોઇએ પોતાની ઓફીસમાંથી છલાંગ લગાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: સગા માસીના દીકરાએ એકતરફી પ્રેમમાં યુવતીને છરીના 18 ઘા ઝીંક્યા

પરિવારે CBIના અધિકારી પર હુમલો પણ કર્યો

જવરીમલ બિશ્નોઈએ આપઘાત કરતાં તેમના પરિવારે CBI પર આરોપ લગાવ્યા છે. જ્યારે મૃતકના પરિવારે CBIના અધિકારી પર હુમલો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. બિશ્નોઇએ આપઘાત કરી લેતાં તેમના પરિવારે હોબાળો મચાવ્યો છે. જ્યારે મળતી માહિતી અનુસાર, પકડાયેલા અધિકારીને તપાસ માટે લઇ જવાયા હતા.
First published:

Tags: Gujarat News, Rajkot News