Home /News /rajkot /

રાજકોટમાં 'ઉલ્ટી ગંગા' જેવો કિસ્સો : વિધવા પુત્રવધુએ વૃદ્ધ સાસુને જીવતા સળગાવ્યા, પરિવાર વેરવિખેર

રાજકોટમાં 'ઉલ્ટી ગંગા' જેવો કિસ્સો : વિધવા પુત્રવધુએ વૃદ્ધ સાસુને જીવતા સળગાવ્યા, પરિવાર વેરવિખેર

પ્રતિકાત્મક તસવીર

બુધવારના રોજ વહેલી સવારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલ બર્ન્સ વિભાગમાં વૃદ્ધ સાસુ દેવુબેન નાનજીભાઈ મકવાણાએ અંતિમ શ્વાસ લીધા

રાજકોટ : શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવમી માર્ચના રોજ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જે કિસ્સામાં વૃદ્ધ સાસુ પર વિધવા પુત્રવધૂએ પ્રાઈમસ ફેંકી તેમની હત્યાનો પ્રયાસ કર્યો હોય તે પ્રકારનો બનાવ સામે આવ્યો હતો. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી વિધવા પુત્રવધુની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હાલતે જેલ હવાલે છે.

સમગ્ર મામલે news18 ગુજરાતી સાથેની વાતચીતમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ અજીતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ત્યારે બુધવારના રોજ વહેલી સવારે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલ બર્ન્સ વિભાગમાં વૃદ્ધ સાસુ દેવુબેન નાનજીભાઈ મકવાણાએ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે હત્યાના પ્રયાસનો બનાવ હત્યામાં પોલીસે આઈપીસીની કલમ 302 હેઠળ ગુનો નોંધ્યો છે. જે તે સમયે હત્યાના પ્રયાસનો બનાવ બનતાં વિધવા પુત્રવધુની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

આ પણ વાંચો - રાજકોટ : આઠ વર્ષની દીકરીએ ખાધો ગળાફાંસો, 'મમ્મીના પ્રેમીના મેસેજ વાંચી ડરી ગઈ દીકરી', જાણો - પુરી કહાની

આજથી આઠ દિવસ પૂર્વે મૃતક દેવુબેન ને ફરિયાદમાં જણાવ્યું હતું કે, "મારો નાનો દીકરો વસંત ત્રણ વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યો છે. હું મારા નાના પુત્રની વિધવા અમૃતાબેન તેમજ તેના ત્રણ સંતાનો સાથે નાના પુત્રના ઘરમાં માધાપર ખાતે રહું છું. પરંતુ મારી નાની વિધવા પુત્રવધુ સાથે મારે બનતું ન હોય તે અવારનવાર નાની બાબતોમાં મારી સાથે ઝઘડો કરતી હતી. સોમવારે પણ અમારા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ હું મારા મોટા પુત્ર શંકરને ત્યાં મનહરપુર ખાતે જતી રહી હતી."

આ પણ વાંચોરાજકોટ : ચાર લુખ્ખાતત્વો હથિયારો લઈ પિતા-પુત્ર પર તૂટી પડ્યા, જુઓ મારા મારીનો LIVE Video

ફરિયાદમાં આગળ લખાવ્યું હતું કે, "મંગળવારના રોજ બપોરના સમયે મારા મોટા પુત્ર શંકરની પત્ની કુંદન પ્રાયમસ ઉપર રોટલી બનાવી રહી હતી. આ સમયે અમૃતા પણ ત્યાં આવી પહોંચી હતી. ત્યારે અમૃતાએ કુંદનને આવીને કહ્યું હતું કે આ ડોશીને તમે અહીં શું કામ રાખો છો? આ સમયે કુંદને અમૃતાને કહ્યું હતું કે તમે ન રાખો તો અમારે તો રાખવા જ પડે ને. કુંદને આવું કહેતા જ અમૃતા ઉશ્કેરાઇ ગઈ હતી અને સળગતો પ્રાયમસ ઉપાડીને મારા ઉપર નાંખતા મારા બંને હાથ દાઝી ગયા છે. ઘટનાની જાણ થતા મારો પુત્ર પણ દોડી આવ્યો હતો તેણે આગ વધુ પ્રસરતી રોકી હતી. આ બનાવમાં મારો પુત્ર પણ દાઝી ગયો છે."

ઉલ્લેખનીય છે કે, સામાન્યતઃ આપણે ત્યાં પુત્રવધૂ (Daughter in-law) સાસરીયાઓના માનસિક અને શારીરિક ત્રાસ (Domestic violence) અંગે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતી હોઈ છે. પરંતુ રાજકોટ શહેરમાં "ઉલ્ટી ગંગા" સમાન કિસ્સો સામે આવ્યો છે
Published by:kiran mehta
First published:

Tags: Rajkot Crime, Rajkot News, Rajkot police, Woman murder, હત્યા

આગામી સમાચાર