રાજકોટ : શહેરમાં માત્ર આઠ વર્ષની બાળકીએ ગળાફાંસો ખાઇ લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. માતાના ધરાર પ્રેમીના ધમકીભર્યા મેસેજ વાંચી ડરી ગયેલી આઠ વર્ષની બાળકીએ ગળાફાંસો ખાધો હોવાનું પોલીસને બાળકીના પિતાએ જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના ભગવતીપરામાં સુરૈયા બાપન શેખ નામની આઠ વર્ષની બાળકીએ સોમવારે સાંજે ચાર વાગ્યે પોતાના ઘરે રસોડામાં લાકડાની ગાડી સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બાળકીએ ગળાફાંસો ખાઈ લીધું નજરે પડતા માતા-પિતાએ તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાઇ હતી.
બાળકીના આપઘાતના પ્રયાસ અંગે આક્ષેપ કરતાં તેના પિતા બાપન શેખે પોલીસને જણાવ્યું છે કે, પોતે બંગાળી છે અને છેલ્લા ૧૧ વર્ષથી રાજકોટમાં રહે છે. સંતાનમાં તેને એક પુત્ર તેમજ એક પુત્રી છે. બંગાળનો વતની અને રાજકોટ શહેરમાં રહેતા આબદીન ઉર્ફે ગજનીનો lockdownમાં તેને પરિચય થયો હતો. પરિચય થયા બાદ ગજની પોતાના ઘરે જમવા આવવાનું કહ્યું હતું અને ત્યારબાદ તે બે મહિના સુધી જમવા પણ આવતો હતો.
જે દરમિયાન ગજનીને બાપન શેખની પત્ની નાસિરા ગમી જતાં, તેને પામવા માટે જુદા જુદા ખેલ શરૂ કર્યા હતા. છેલ્લા કેટલાય સમયથી નાસીર અને પોતાના ઘરમાં બેસાડવા માટે ગજની દબાણ કરતો હતો. બાપન શેખની હત્યા કરવાની ધમકી પણ તે આપતો હતો.
પંદર દિવસ પૂર્વે જ ગજનીએ નાસીર આ સાથે ઘરમાં બેસવાનું કહી ઝઘડો પણ કર્યો હતો તેમ જ તેનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો. ત્યારબાદ પણ ગજની મોબાઈલ પર નાસીર અને મેસેજ કરતો હતો અને બાપનને મારી નાખવાનો કહેતો હતો. ત્યારે ગજની દ્વારા કરવામાં આવેલ મેસેજ દીકરી જોઈ જતા તે ડરી ગઈ હતી અને ત્યારબાદ તેને ફાંસો ખાઈ લીધો હોવાનું દીકરીના પિતાએ પોલીસને જણાવ્યું છે.
બીજી તરફ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.બિ ઔસુરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૮ વર્ષની બાળકી પોતાની જાતે કેવી રીતે ગળાફાસો ખાઈ શકે તે તેમના અને તેમની ટીમ માટે સવાલ હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને બાળકી નું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. બાળકીએ રમતા રમતા ફાંસો આવી ગયાનું કહ્યું હતું, જો કે બાળકીના પિતાએ ગજની વિરુદ્ધ કરેલા આક્ષેપો અંગે પણ તપાસ કરવામાં આવશે.