રાજકોટ : શહેરમાં આપઘાત તેમજ આપઘાતના પ્રયાસના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં ગણતરીની કલાકોમાં આપઘાતના પ્રયાસના ત્રણ જેટલા બનાવો સામે આવ્યા છે.
રાજકોટ શહેરના ચંદન પાર્કમાં નશાખોર પતિએ પત્નીને માર મારતા પત્નીએ ડિપ્રેશનમાં આવી દવાનો ઓવરડોઝ લઇ લેતા પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રાજકોટ શહેરના ચંદન પાર્ક વિસ્તારમાં રહેતી પરણીતા જેના લગ્ન ચાર મહિના જ પૂર્વે રાજદીપ ભાઈ દવે નામના વ્યક્તિ સાથે થયા છે. તે રાત્રીના ઘરે હતી ત્યારે તેનો પતિ દારૂ પીને ઘરે આવ્યો હતો ત્યારબાદ તેને માર માર્યો હતો.
પુનમબેન dave ડિપ્રેશનમાં આવી જતા તેણે દવાનો ઓવરડોઝ લઇ લીધો હતો, જેના કારણે તેમની તબિયત લથડતાં તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે પોલીસ તપાસમાં પતિ રાજદીપ દવે વિડીયોગ્રાફી નું કામ કરતો હોવાનું ખુલ્યું છે ત્યારે સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથક ના સ્ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બીજા આપઘાતના પ્રયાસના બનાવમાં બોડી પીપરડી ગામે રહેતા મનિષાબેન રાઠોડ નામના પરિણીતાએ દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસ તપાસમાં મનીષા રાઠોડના લગ્ન અને માત્ર એક જ વર્ષ થયું છે. સંતાનમાં હાલ તેમને બે પુત્રો હોવાનું પણ માલૂમ પડયું છે. ત્યારે મનિષાબેને કયા કારણોસર ઝેરી દવા ગટગટાવી છે, તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આપઘાતના પ્રયાસનો ત્રીજો બનાવ ખોડીયાર પરા વિસ્તારમાં બન્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતા અસલમ ડોડિયાએ પુનિત નગરના ટાંકા પાસે જઈ ફિનાઈલ પી લેતા સારવાર અર્થે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી અસલમ ડોડિયા બેરોજગાર હતો, કોઈ કામ ધંધો ન મળતાં તેનું મગજ ભણતો હોય જેથી તેને આ પ્રકારનું આત્મઘાતી પગલું ભરી લીધા હોવાનું સામે આવ્યું છે.