Home /News /rajkot /રાજકોટ : 'મને શંકા છે મારા પતિ નપુંસક છે, દહેજ માટે ત્રાસ આપે છે', પરિણીતાએ નોંધાવી ફરીયાદ

રાજકોટ : 'મને શંકા છે મારા પતિ નપુંસક છે, દહેજ માટે ત્રાસ આપે છે', પરિણીતાએ નોંધાવી ફરીયાદ

પ્રતિકાત્મક તસવીર

અમારી વચ્ચે માત્ર આઠથી દસ વખત જ શરીર સંબંધ થયો, મારા પતિ નપુંસક હોય તેવી મને શંકા છે. મારા સાસરિયાઓ ઘરકામ કરવા તમે લાવ્યા છીએ તેમ અહીં મેણાં ટોણા મારતા હતા.

રાજકોટ : શહેરના પરસાણા નગરમાં રહેતી પરિણીતાએ પોતાને ત્રાસ આપવા બાબતની પોલીસ ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવી છે. મહિલા પોલીસ મથકના અધિકારીઓ દ્વારા ભુજ રહેતા સાસરિયાઓ વિરુદ્ધ જરૂરી કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી છે.

પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે હાલ પરસાણા નગરમાં રહે છે તેનું નામ મીનાઝબેન સમીરભાઈ ટાંક છે. મહિલાએ પોલીસ ફરિયાદમાં ભુજ રહેતા પતિ સમીરભાઈ, સાસુ ફરીદાબેન, સસરા અબ્દુલ અઝીઝ તેમજ મહેબૂબ અસલમ ભાઈ પઠાણ અને સોનમ બહેન તથા શાહિદ ભાઈ ભોલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોરાજકોટમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, સમાધાન માટે બોલાવી 16 વર્ષના સગીરને રહેંસી નાખ્યો

મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, 'સમીર ટાંક સાથે આ તેના બીજા લગ્ન છે. પ્રથમ પતિ સાથે તેણે છૂટાછેડા લઇ લીધા છે અને ત્યારબાદ ૧૦ વર્ષ પછી તેને સમીર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હું મારા પતિ સાથે મુંબઈ રહેવા ગઇ હતી. મારા પતિને સિંગાપુર એક મહિનો જવાનું હોય મેં પણ સાથે જવાનું કહેતાં મારા સાસુ એ તારા ભાઈને કહે ટિકિટના પૈસા મોકલાવે તેમ કહી દીધું હતું. એક મહિનાનું કહી અઢી મહીને મારા પતિ પરત આવ્યા હતા અને ત્યારબાદ પણ મારી સાથે વાત કરતા ન હતા. અમારી વચ્ચે માત્ર આઠથી દસ વખત જ શરીર સંબંધ થયો હતો, જેથી મારા પતિ નપુંસક હોય તેવી મને શંકા છે. મારા સાસરિયાઓ ઘરકામ કરવા તમે લાવ્યા છીએ તેમ અહીં મેણાં ટોણા મારતા હતા. તો સાથે જ સંતાન હમણાં ન કરતા તેવી સલાહ મારા પતિને આપતા હતા.'

આ પણ વાંચોવિચિત્ર હકિકત: આ છે કલિયુગની 'કુંભકર્ણ', 1 વખત ઊંઘી જાય તો 13 દિવસ સુધી નથી ખોલતી આંખો

વધુમાં મહિલાએ જણાવ્યું છે કે, 'મારા નણંદના લગન સમયે મારા સાસુ એ મને કહ્યું હતું કે, તારી માને કે જે પાછળ ઉપાડી જાય અને સોનુ આપી જાય. મારા માતાએ સોનાના પેન્ડલ સેટ ચેઇન વીંટી આપી ગયા હતા છતાં પણ મારા સાસરિયાઓને કોઈ ફેર પડ્યો ન હતો. હું બીમાર થતાં મારી સારવાર કરાવવી નહોતી મારી માતાએ ફિક્સ ડિપોઝિટ કરી હોય તેનાથી મારો સારવારનો ખર્ચ ઉઠાવ્યો હતો. ત્યારથી હું મારા માવતરે છું અને કોઈ સમાધાન માટે નહીં આવતાં અંતે મારે પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે.'
First published:

Tags: Dowry case, Married woman, Rajkot News