Home /News /rajkot /રાજકોટમાં ભૂલકાંઓના માથે ભમતું મોત! જર્જરિત આંગણવાડીનું રિપેરિંગ કામ ક્યારે કરાશે?

રાજકોટમાં ભૂલકાંઓના માથે ભમતું મોત! જર્જરિત આંગણવાડીનું રિપેરિંગ કામ ક્યારે કરાશે?

રાજકોટના માધાપરની જર્જરિત આંગણવાડી

Rajkot, Madhapar Anganwadi: માધાપરમાં ખખડધજ થયેલી આંગણવાડીનું નવું બાંધકામ બનાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ભૂલકાઓના માથે ભમતા મોત જેવી સ્થિતિ ઉભી થઈ હોવા છતાં ત્રણ દ્વારા પગલાં ભરાતા નહોતા. આવામાં આંગણવાડીમાં બાળકોને મૂકવા માટે આવતા વાલીઓ પણ ચિતિત છે. જોકે, હવે નવા બાંધકામ અને વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા કરવાની સૂચના તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે.

વધુ જુઓ ...
રાજકોટઃ જે બાળકો હજુ દુનિયાને સમજી શક્યા નથી તેમના માથે મોત ભમી રહ્યું છે. માધાપરમાં આવેલી આંગણવાડીની જર્જરિત થયેલી ઈમારત કેમ સ્થાનિક વહીવટી તંત્રને દેખાતી નથી? તેવો સવાલ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. અંદાજીત 20 વર્ષ જૂના બાંધકામની હાલત જોઈને લોકોને બાળકોની ભારે ચિંતા થઈ રહી છે. જોકે, હવે આ મામલે આદેશ આપવામાં આવ્યા છે પરંતુ તેના પર કામ ક્યારે શરુ થશે તે પણ એક સવાલ છે. જોકે, આ અંગે ન્યૂઝ 18 પર આવેલા અહેવાલની અસર થઈ છે.

માધાપરની જર્જરિત આંગણવાડી ખખડી ગયેલી હાલત સૌ કોઈને ચિંતિત કરી રહી છે. માધાપર મહાનગર પાલિકાની ચૂંટણીના 6 મહિના પહેલા મનપામાં ભળી ગયું હતું. તેમ છતાં તંત્રની ઉદાસીનતા લોકોને ચિંતામાં મૂકી રહી છે. નોંધનીય છે કે હવે આ અંગે આદેશ આપવામાં આવ્યા છે પરંતુ આ પહેલા બજેટમાં પણ માધાપર આંગણવાડી અંગે જોગવાઈ કરવામાં આવી હતી તેમ છતાં નવી આંગણવાડીનું કામ શરુ કરવામાં આવ્યું નથી.


ચૂંટણીને અઢી વર્ષનો સમય વિતિ ગયો હોવા છતાં અહીં નવી આંગણવાડીનું કામ કરવામાં આવ્યું નથી. આ આંગણવાડીમાં પોતાના બાળકોને મૂકવા માટે આવતા સ્થાનિકોએ જણાવ્યું કે, અહીં બાળકોના માથે છતમાંથી પોપડા પડવાનો ડર લાગે છે, ચોમાસામાં આ આંગળવાડી માથા પર પડે તેવી હાલત થઈ ગઈ છે. જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે? વારંવાર રજૂઆતો છતાં કોઈ સાંભળતું નથી તેવા આક્ષેપ પણ વાલીઓ દ્વારા મૂકવામાં આવ્યા છે.

આંગણવાડીમાં ફરજ બજાવતા મહિલાએ જણાવ્યું કે, આંગણવાડીનું બાંધકામ જોવા માટે પાછલા અઠવાડિયે બાંધકામ વિભાગના સુપરવાઈઝર આવ્યા હતા. બાંધકામ સુધારવાની તૈયારી સુપરવાઈઝર દ્વારા દર્શાવવામાં આવી છે.


ન્યૂઝ 18 ગુજરાતની અહેવાલની અસર


સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે આ મામલે આદેશ આપી દીધા છે. આ આદેશમાં તાત્કાલિક અસરથી માધાપરમાં આવેલી આંગણવાડીની જગ્યાએ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સૂચના આપી છે. એટલે કે હવે માધાપરમાં આગામી સમયમાં નવી આંગણવાડી બનાવવામાં આવશે. બજેટમાં મનપામાં ભળેલા નવા વિસ્તારો અંગે જોગવાઈ કરવામાં આવી હતી.
First published:

Tags: Gujarati news, Rajkot News, Rajkot News rajkot news