Home /News /rajkot /

રાજકોટ : 'હદ કર દી', ઘરના સભ્યો પણ તેને IPS જ સમજતા! કેમ બન્યો નકલી IPS થયો ખુલાસો

રાજકોટ : 'હદ કર દી', ઘરના સભ્યો પણ તેને IPS જ સમજતા! કેમ બન્યો નકલી IPS થયો ખુલાસો

ડુપ્લીકેટ આઈપીએસ ઝડપાયો

પોતાના ઘરના સભ્યો તેમજ સગા સંબંધીઓને પોતે પાસ થયેલ છે તેવું જણાવ્યું હતું તેમ જ upsc mains પરીક્ષા પણ પાસ કરેલ છે અને ઇન્ટરવ્યૂ પણ આપેલ છે

રાજકોટ : શહેર ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા નકલી આઇપીએસ (IPS) અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસ તપાસમાં કેટલાક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. રવિવારના રોજ આરોપીને સાત દિવસના પોલીસ (Police) રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે આવેલ કોરોના કંટ્રોલ રૂમમાંથી નકલી આઇપીએસ અધિકારીને ઝડપી લેવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, પીએસઆઇ વનરાજ સિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 170, 171, 465, 468, 471 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં આરોપી સંકેત મહેતાએ વર્ષ ૨૦૧૯માં upsc ની પ્રિલીમ પરીક્ષા આપેલ હતી જેમાં તે ફેલ થયો હતો. તેમ છતા તેને પોતાના ઘરના સભ્યો તેમજ સગા સંબંધીઓને પોતે પાસ થયેલ છે તેવું જણાવ્યું હતું તેમ જ upsc mains પરીક્ષા પણ પાસ કરેલ છે અને ઇન્ટરવ્યૂ પણ આપેલ છે તેમજ પોતે આઇપીએસ માં સિલેક્ટ થઇ ગયો હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોતાને આઈએએસની પરીક્ષા આપી આઈએએસ બનવું છે તે તે જણાવતો હતો.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી હતી. જે અંતર્ગત આરોપી સંકેત મહેતાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી હોવાનું રીઝલ્ટ પોતાના facebook ઉપર અપલોડ કર્યું હતું. તો સાથે જ પોતાના મોબાઇલમાંથી ઘણી બધી મહિલાઓ તેમજ છોકરીઓ સાથે આઇપીએસ અધિકારી હોવા અંગેનું ચેટિંગ મેસેજ પણ કરતો હોવાનું સામે આવ્યું હતું. આરોપી આઇપીએસ અધિકારી હોવાની છાપ ઊભી કરી સામેની સ્ત્રી વ્યક્તિને પોતાના પ્રભાવ હેઠળ આવી જાય તે પ્રમાણે ચેટિંગ કરતો હતો. આરોપી પોતાના ફેસબુક વોટ્સએપ તેમજ linkdin ની અંદર પણ ચેટિંગ કરતો હતો.

આ પણ વાંચો - રાજકોટ : જનેતા બની જમ, પ્રેમમાં આડખીલી પાંચ વર્ષના પુત્રની પ્રેમી સાથે મળી કરી હત્યા, કેવી રીતે ખુલ્યું રહસ્ય?

શું બન્યો હતો સમગ્ર બનાવ

અત્યાર સુધી બોગસ તબીબો નકલી પોલીસ ઝડપાય છે. પરંતુ રાજકોટ શહેર પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત નકલી આઇપીએસ અધિકારીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. પીએસઆઇ વનરાજ સિંહ જાડેજા અને તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાજકોટ સરકારી પીડીયુ હોસ્પિટલ ખાતે આવેલા કોરોના કંટ્રોલ રૂમ ખાતે છેલ્લા ચારેક દિવસથી એક વ્યક્તિ પોતે આઇપીએસ અધિકારી હોવાનું જણાવી રહ્યો છે.

જે બાબતની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખરાઇ માટે કોરોના કંટ્રોલ રૂમ ખાતે પહોંચી હતી. જ્યાં આઇપીએસ અધિકારી હોવાની ઓળખ આપતા વ્યક્તિની પૂછપરછ કરતા તેને પ્રથમ પોતે આઇપીએસ અધિકારી હોવાનું જણાવ્યું હતું તેમ જ પોતાનું આઈ કાર્ડ પણ બતાવ્યું હતું. જે બાબતે તેની વધુ પુછપરછ કરતા પોતે આઇપીએસ અધિકારી નહીં હોવાનું તેમજ બોગસ બનાવટી આઇકાર્ડ આઇપીએસ અધિકારી નું પોતાના નામનું બનાવ્યું હોવાનું કબૂલ્યું હતું.

આરોપી સંકેત રાજકુમાર મહેતા પાસેથી તેના નામ અને ફોટાવાળું આઇપીએસ અધિકારી હોવાનું આઈ કાર્ડ તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ દસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - રાજકોટમાં તબીબી જગતનો ચોંવનારો કિસ્સો : Doctor પતિના કારણે ડેન્ટિસ્ટ પત્નીએ કરી આત્મહત્યા

આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે જણાવતા વીરલ ગઢવીએ જણાવ્યું હતું કે, આરોપીએ બીએસસી બાયોટેકનોલોજી સુધીનો અભ્યાસ કરેલ છે. આરોપી હાલ પોતે જામનગર નેસ્લે ઈન્ડિયા કંપની માં nutrition ઓફિસર તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે. આરોપીના કાકા હાલ સરકારી PDU હોસ્પિટલ ખાતે કોરોના અંગેની સારવારમાં દાખલ હોય જેથી સરકારી હોસ્પિટલ ખાતે હાલ દર્દીનો ખૂબ જ સારો હોય જેથી લાઈનમાં ઉભુ રહેવું પડે તેના માટે આપે દ્વારા online google માં સર્ચ કરી આઇપીએસ અધિકારી નો સિમ્બોલ મેળવી તેના નામનું બોગસ બનાવટી કાર્ડ પોતાના નામ તથા ફોટાવાળું બનાવ્યું હતું. છેલ્લા ચારેક દિવસથી સરકારી હોસ્પિટલ ખાતે આવેલ કોરોના કંટ્રોલ રૂમ ખાતે આરોપી જઈ ત્યાં હાજર મેડિકલ સ્ટાફના માણસોને પોતાનું આઇપીએસ અધિકારી હોવાનું જણાવી આઈ કાર્ડ બતાવતો હતો.
Published by:kiran mehta
First published:

Tags: Arrest, Civil Hospital, Rajkot crime branch, Rajkot News

આગામી સમાચાર