Home /News /rajkot /ધોરાજીના પ્રગતિશીલ પશુ પાલકે લોકડાઉનમાં આફતને અવસરમાં બદલી, આ રીતે વધારી પોતાની આવક

ધોરાજીના પ્રગતિશીલ પશુ પાલકે લોકડાઉનમાં આફતને અવસરમાં બદલી, આ રીતે વધારી પોતાની આવક

મુનાફ બકાલી, જેતપુર - રાજકોટ : લોકડાઉનમાં ઘરમાં રહીને ઘણા લોકો કેદ થઈ ગયા હતા અને અનેક લોકોએ આ લોકડાઉનને અવસરમાં બદલીને કઈક નવું કરી લીધું અને તેમાંથી પણ પ્રગતિ કરીને પોતાની આવક વધારી હતી, આવુ જ કઈક ધોરાજીના એક ખેડૂતે કર્યું જેણે ગૌશાળામાં દૂધ અને દહીં સાથે અન્ય ઉત્પાદનો બનાવીને એક નવો ચીલો સાધ્યો હતો.

75 ગીર ગાય સાથેની ગૌ શાળા ચલાવતા વિપુલ ભાઈ હવે લોકોને ગૌ શાળામાંથી માત્ર દૂધ દહીં કે ઘીના જ ઉત્પાદન સિવાય પણ જે વેસ્ટ વસ્તુઓ છે તેનો કેવી રીતે ઉપયોગ કરવો અને અન્ય વસ્તુ બનાવી શકાય તે લોકોને શીખવી રહ્યા છે

મુનાફ બકાલી, જેતપુર - રાજકોટ : લોકડાઉનમાં ઘરમાં રહીને ઘણા લોકો કેદ થઈ ગયા હતા અને અનેક લોકોએ આ લોકડાઉનને અવસરમાં બદલીને કઈક નવું કરી લીધું અને તેમાંથી પણ પ્રગતિ કરીને પોતાની આવક વધારી હતી, આવુ જ કઈક ધોરાજીના એક ખેડૂતે કર્યું જેણે ગૌશાળામાં દૂધ અને દહીં સાથે અન્ય ઉત્પાદનો બનાવીને એક નવો ચીલો સાધ્યો હતો.


ધોરાજીના એક ખેડૂત વિપુલભાઈ સુદાણી કે જે ગૌશાળા ચલાવે છે અને દૂધનું ઉત્પાદન કરે છે, થોડા સમય પહેલા જે લોક ડાઉન આવ્યું ત્યારે નવરાશની પળ ઝાઝી મળી અને તેવોએ આ નવરાશની પળમાં ગૌશાળામાં કઈક નવું કરવાનો વિચાર આવ્યો અને કચ્છમાં આવેલ એક ગૌશાળાનું ઉદારણ લીધુ અને ત્યાં ગૌશાળામાં દૂધ દહીં અને ઘી સિવાયના વધુ ઉત્પાદન કરી શકાય તે વિશેનું જ્ઞાન લેવાનું શરૂ કર્યું અને તેમણે ગાયના છાણ ગૌ મૂત્ર વગેરેમાંથી આયુર્વેદિક દવા બનાવવા બાબતે આગળ કામ શરૂ કર્યું અને આજે તેમણે પોતાની જ ગૌશાળામાં અનેક વિવિધ ઉત્પાદનો બનાવી રહ્યા છે, તેમણે ગૌશાળામાં જ ગાય દ્વારા દૂધ દહીં અને ઘી સિવાયના ઉત્પાદનો બનાવવાની પ્રેરણા કચ્છમાં લઈને આજે એક ઉત્તમ ગાયની ગૌશાળા ચલાવી રહ્યા છે.


ધોરાજીના વિપુલભાઈ તેમની ગીર ગાયની ગૌશાળામાં 75 જેટલી ઉત્તમ નસલની ગીર ગાય છે અને તેણે ગૌશાળાની ગાયની સંભાળ એક ખુબ જ આધુનિક રીતે રાખી રહ્યા છે. અહીં ગાયોની સંભાળ પણ ખાસ રીતે રાખવામાં આવી રહી છે. સાથે સાથે ગાયના દૂધ દોહવા માટે પણ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.


ગાય જે ગૌ મૂત્ર અને છાણ આપે છે તેને અલગ રાખી તેમાંથી વિવધ મેડિકલની વસ્તુઓ બનાવવામાં આવે છે, જેમાં તેવો ગૌ મૂત્રમાંથી ચામડી રોગો સહિત અનેક રોગોમાં ઉપયોગી એવા ગૌ મૂત્ર અર્કનું ઉત્પાદન કરે છે, જ્યારે છાણમાંથી અનેક અન્ય વસ્તુ પણ બનાવે છે. જેમાં ફીનાઇલ સહિતના ઉત્પાદન કરે છે અને દેશ ભરમાં મોકલે છે.


આ રીતે અનેક ગણી આવક તેવો મેળવી રહ્યા છે. 75 ગીર ગાય સાથેની ગૌ શાળા ચલાવતા વિપુલ ભાઈ હવે લોકોને ગૌ શાળામાંથી માત્ર દૂધ દહીં કે ઘીના જ ઉત્પાદન સિવાય પણ જે વેસ્ટ વસ્તુઓ છે તેનો કેવી રીતે ઉપયોગ કરવો અને અન્ય વસ્તુ બનાવી શકાય તે લોકોને શીખવી રહ્યા છે, અને લોકો પણ અહીં આવીને કઈક નવું શીખી રહ્યા છે.


કહેવાય છે કે, કઈક શીખવાની ધગશ હોય તો વ્યક્તિ પરંપરાગત રીતો છોડી પણ કઈક નવું કરીને સમાજમાં નવી રાહ ચીંધી જાય છે, જેનું ઉદારણ ધોરાજીના વિપુલભાઈ છે અને લોકોએ પણ વિપુલભાઈને અનુસરે તે જરૂરી છે.
First published:

Tags: Dhoraji, Rajkot News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો