Home /News /rajkot /રાજકોટ : પતિએ જ્યાં આપઘાતનો પ્રયાસ કર્યો, એજ જગ્યા પર જઈ હવે પત્નીએ પણ કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટ : પતિએ જ્યાં આપઘાતનો પ્રયાસ કર્યો, એજ જગ્યા પર જઈ હવે પત્નીએ પણ કર્યો આપઘાતનો પ્રયાસ

પતિ પત્નીએ આપઘાતના પ્રયાસ માટે એક જ જગ્યાની પસંદગી કરી

પતિ-પત્ની બંને એક-બીજાથી ત્રાહિમામ! પાંચ દિવસ પહેલા પત્નીના ત્રાસથી પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હવે પતિના ત્રાસથી પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટ : શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે પત્નીના ત્રાસથી પાંચ દિવસ પૂર્વે પતિએ આજીડેમ વિસ્તારના બગીચામાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હવે આજરોજ પત્નીએ પતિના ત્રાસના કારણે એજ જગ્યાએ ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. રાજકોટ શહેર આમ તો રંગીલું શહેર તરીકે ઓળખાય છે. પરંતુ અવારનવાર રંગીલુ રાજકોટ ગુનાખોરી મામલે ચર્ચામાં રહેતું આવે છે. ત્યારે રાજકોટ શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં પાંચ દિવસ પૂર્વે મૂળ બાબરા પંથકના યુવાને પત્ની તથા મહિલા પોલીસ સ્ટેશનના એ. એસ. આઈ ના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે યુવકના ભાઈએ તેની પત્ની દ્વારા રૂપિયા 15 લાખની માગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારે હવે પતિએ ઝેરી દવા પીધા બાદ પત્નીએ પણ એ જ જગ્યાએ ઝેર પીધું છે કે જ્યાં તેના પતિએ પાંચ દિવસ પૂર્વે ઝેર પીધું હતું.

આ પણ વાંચોરાજકોટ : છેતરાતા નહી! બહારથી દેખાય પાણીના પાઉચ, અંદર દેશી દારૂ, કિંમત પણ લખી - ગજબ બુટલેગર

ઉલ્લેખનીય છે કે ઝેરી દવા પીવાના કારણે પતિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે આજે પણ તે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં છે. પતિએ ઝેરી દવા પીવાના કારણે આજીડેમ પોલીસે પતિને ત્રાસ આપનાર તેની પત્ની સહિતના સાસરીયાઓ સામે આત્મહત્યાના દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચોરાજકોટમાં ચોંકાવનારો કિસ્સો : 'મારા પતિએ માર મારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, બળજબરી દુષ્કર્મ પણ આચર્યું'

ત્યારે પત્નીએ પણ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પત્નીએ પતિ સાસુ-સસરા જેઠ-જેઠાણી સામે ત્રાસ આપવાનો ગુનો દાખલ કરાવ્યો છે. આજીડેમ પોલીસ ને આપેલ ફરિયાદમાં મીનાક્ષીબેન એ જણાવ્યું છે કે મારા લગ્ન અમરેલીના બાબરા પંથકના થોરખાણ ગામ ના મોહિત નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન બાદ હું સાસરિયામાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્ન ના સાત મહિના મને સારી રીતે રાખવામાં આવી હતી. ત્યારબાદ સાસુ સસરા જેવી નાની-નાની બાબતોમાં મને મેણાં ટોણાં મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા.
Published by:kiran mehta
First published:

Tags: Attempted suicide, Rajkot News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો