રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ શહેરમાં જાહેર રસ્તાઓ પર પેશાબ કરતા લોકોને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી દંડ વસુલ્યો હતો. સ્વચ્છતા અભિયાન અંતર્ગત, મહાનગર પાલિકા દ્વારા વિવિધ ડ્રાઇવ ચલાવવામાં આવે છે તેમાં જાહેરમાં પેશાબ કરતા લોકોના પ્રૂફ માટે ફોટા પાડી અને પછી તેમને પકડીને તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે.
રાજકોટ શહેરમાં ઓપન યુરીનેશન પર તથા ફાકીના પ્લાસ્ટીક(પાન પીસ)ના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. આ જાહેરનામાના અમલ અર્થે આજે શુક્રવારે પુર્વ-ઝોનનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પુર્વ-ઝોનમાં આવેલ પારેવડી ચોક, નવો આશ્રમ રોડ, કોઠારીયા રોડ, સંત કબીર રોડ, ભાવનગર રોડ વગેરે પર ફાકી પ્લાસ્ટીક(પાન પીસ) તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક્ના ઝભલા જપ્ત કરવાની ઝુંબેશ કરવામાં આવેલી હતી. તદુપરાંત નીલકંઠ સિનેમા પાસે, મયૂરનગર મે. રોડ, પારેવડી ચોક પાસે, માલધારી મે. રોડ પર વોચ ગોઠવી અને ઓપન યુરીનેશન કરતા કુલ ૦૬ લોકોને ઓપનમાં યુરીનેશન કરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો. છે. જેની વિગતો નીચે મુજબ છે.
રાજકોટ મહાનગરપાલિકાના સુત્રોના જણાવ્યા અનુસાર, તેમણે 3.6 કિલો પ્રતિબંધિક પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો.
રાજકોટ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા અને આરોગ્ય શાખા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અન્ટી પ્લાસ્ટિક ડ્રાઇવ પણ ચલાવવામાં આવે છે. પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય એ માટે પ્રયાસ હાથ ધરવામાં આવે છે.