Home /News /rajkot /રાજકોટ: સગીરાએ બાળકને જન્મ આપ્યાના ત્રણ દિવસમાં નીપજ્યું મોત, 1 વર્ષ પૂર્વે થયું હતું દુષ્કર્મ

રાજકોટ: સગીરાએ બાળકને જન્મ આપ્યાના ત્રણ દિવસમાં નીપજ્યું મોત, 1 વર્ષ પૂર્વે થયું હતું દુષ્કર્મ

એક વર્ષ પહેલા દુષ્કર્મ થયું હતુ (પ્રતિકાત્મક તસવીર)

Rajkot News: સગીરાએ પોતાના પરિવારજનોને જણાવ્યું હતું કે, ગત વર્ષના જાન્યુઆરી મહિનાની પહેલી તારીખે સવારના રોજ બધા બહાર ગયા હતા

રાજકોટ: શહેરના પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં એક ચોંકાવનારા અજીબો ગરીબ કિસ્સા વિશે ફરિયાદ નોંધાય છે. એક વર્ષ પૂર્વે સગીરા પર દુષ્કર્મ આચારનાર હવસખોર વિરુદ્ધ પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.  મળતી માહિતી અનુસાર હાલ બેંગ્લોર રહેતી અને મૂળ નેપાળની વતની એવી સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલે લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણી ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. તેમજ તેને લેબર પેન ઉપડી જતા તેની ડિલિવરી પણ કરવામાં આવી હતી. સગીરાએ બાળકીને જન્મ આપ્યો હોવાનું ખુલ્યું છે. તેમજ જન્મ આપ્યાના ત્રણ દિવસ બાદ મોત પણ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

ત્યારે સમગ્ર મામલે સગીરાની પૂછપરછ કરતા એક વર્ષ પૂર્વે રાજકોટના રૂખડિયા કોલોનીમાં હાજીપીરની દરગાહ પાસે રહેતા ત્યારે સૂરજ નામના શખ્સે તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. સગીરાએ પોતાના પરિવારજનોને જણાવ્યું હતું કે, ગત વર્ષના જાન્યુઆરી મહિનાની પહેલી તારીખે સવારના રોજ બધા બહાર ગયા હતા. તે સમયે પોતે ઘરમાં એકલી હતી. જે બાબતનો ગેરફાયદો ઉઠાવી સુરજ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને ત્યારબાદ મારી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: રાજકોટ: પ્રેમિકાએ પ્રેમીને જીવતો સળગાવ્યાની ઘટનામાં આવ્યો મોટો ખુલાસો

જોકે, આ બનાવની આજ દિવસ સુધી મેં કોઈને જાણ કરી નથી. સમગ્ર ઘટના બાદ રાજકોટથી બેંગલોર રહેવા આવી ગઈ હોવાનું પણ સગીરાએ જણાવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ત્યાંની સ્થાનિક પોલીસે રાજકોટ પોલીસની પ્રદ્યુમન નગર પોલીસને જાણ કરતા સૂરજ નામના શખ્સ વિરુદ્ધ પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ પ્રકારના અનેક કિસ્સાઓ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં સામે આવી ચૂક્યા છે. જે કિસ્સાઓમાં સગીર વયની દીકરીઓ આ પ્રકારે કોઈને કોઈ વ્યક્તિની હવસનો શિકાર બની હોય અને ત્યારબાદ તેને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલે લાવવામાં આવતા પરિવારજનોને જાણ થઈ હતી કે તેમની દીકરી ગર્ભવતી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, રાજકોટ, સગીરા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन