Home /News /rajkot /

Rajkot Crime: રાજકોટમાં રુવાંટા ઉભો કરી દે તેવો હત્યાનો કિસ્સો, દીકરી સાથે પ્રેમલગ્ન કરનાર યુવકની હત્યા

Rajkot Crime: રાજકોટમાં રુવાંટા ઉભો કરી દે તેવો હત્યાનો કિસ્સો, દીકરી સાથે પ્રેમલગ્ન કરનાર યુવકની હત્યા

(પ્રતિકાત્મક તસવીર)

આ બનાવની જાણ થતા શાપર-વેરાવળના પોલીસ અને LCB નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઓનર કિલીંગની આ ઘટનાને ધ્યાને લઈ મોડી રાત સુધી કોમ્બીંગ કરી અપહરણનો ભોગ બનેલી અલય ઉર્ફે કુંવરને છેડાવી હતી.

  મુનાફ બકાલી, રાજકોટ: રાજકોટ (Rajkot)માં દિનપ્રતિદિન અસામાજીક તત્વોનો આતંક (Rajkot Crime) વધતો જોવા મળી રહ્યો છે. કોટડાસાંગાણી તાલુકાના પડવલા ગામે ચારણ કન્યા સાથે પ્રેમ લગ્ન (love marriage) કરનાર પરપ્રાંતીય યુવાન પિયુષ પર યુવતીના નજીકના સગાઓએ ધોકા પાઈપ વડે હુમલો કરી બેરહેમીથી માર મારી મોત (Murder) ને ઘાટ ઉતારી દીધો હતો અને યુવતીને ઉપાડી ગયાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઓનર કિલીંગની આ ઘટના અંગે પોલીસે ત્વરીત કાર્યવાહી કરી અપહરણનો ભોગ બનેલી યુવતીને મુક્ત કરાવી ત્રણ આરોપીઓને સકંજામાં લઈ સઘન પુછપરછ હાથ ધરી છે.

  પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી મુળ ઉત્તર પ્રદેશના વતની છે. અને રાજકોટ નજીક ત્રણ વર્ષ પહેલા શાપર વેરાવળ શાંતિધામમાં રહેતા હોય અને મજુરી કામ કરતા હોય આ વખતે શાંતિધામમાં રહેતી એક કુંવર નામની યુવતી સાથે ફરિયાદીના પુત્ર મરણજનાર પિયુષની આંખ મળી જતા બન્ને શાપર વેરાવળથી નાશી જઈ રાજસ્થાન અને ત્યાંથી ઉત્તર પ્રદેશ જતા રહ્યા હતા. ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ થતા શાપર વેરાવળ પોલીસે પિયુષની ધરપકડ કરી હતી. 9 માસ પિયુષ જેલમાં રહ્યા બાદ જામીન પર છુટીને આવ્યા બાદ યુવતીના સગાસબંધી અને પરિવારજનોને આ પ્રેમલગ્ન મંજુર ન હોવાથી પોતાની પત્ની કુંવરને સાથે લઈ પોતાના વતન ઉત્તર પ્રદેશ રહેવા જતો રહ્યો હતો.

  આ પણ વાંચો- સાંબરકાંઠા જિલ્લામાં મેઘ તાંડવ, હિંમતનગરનું હુંજ ગામ બેટમાં ફેરવાયું

  ત્રણ દિવસ પહેલા પિયુષ તેની પત્ની કુંવર અને એક પુત્ર સાથે પડવલા ગામે માતા-પિતા અને બહેનો પાસે રાખડી બંધાવવા અને મળવા માટે ઉત્તર પ્રદેશથી આવ્યો હતો. જેની જાણ ચારણના પરિવારજનોને થતા કુંવરની માતા નાથીબેન, ભાઈ કરણ 9 તારીખે મળવા માટે આવ્યા હતા. આ વખતે માતા અને પુત્રએ પ્રેમ લગ્ન કરનાર અલયને મોબાઈલ ફોન ગીફ્ટ આપ્યો હતો. ત્યાર બાદ બીજા દિવસે તારીખ 10 ઓગસ્ટના દિવસે ફરી વખત અલય ઉર્ફે કુંવરનો ભાઈ કરણ, કાનો સહિત ત્રણ શખ્સો ફરી વખત એક્ટીવા લઈ મળવા માટે આવ્યા હતા. એક કલાક સુધી બહેન પાસે રહ્યા બાદ બન્ને ભાઈઓ જતા રહ્યા હતા.

  આ પણ વાંચો-અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેકટના કામમાં બેદરકારી, લોખંડનો પિલર નમી પડ્યો

  જોકે ગઈકાલે સવારે ફરિયાદીનો પુત્ર પિયુષ, તેની પત્ની અલય ઓફિસમાં બેઠા હતા ત્યારે સવારના સમયે અલ્ટ્રોકારમાં ચારણના મામા, માસીનો દીકરો સહિતના શખ્સો ધસી આવ્યા હતા અને સીધા જ ઓફિસમાં ઘુસી પિયુષને આડેધડ ધોકા-પાઈપ વડે માર મારવા લાગ્યા હતા. આ વખતે ફરિયાદી અને તેની પુત્રી આરતી બચાવવા જતા તેમના પર પણ હુમલો કરી ઓફિસની બાર જ તેમને રોકી દેવામાં આવ્યા હતા. પિયુષને બેરહેમીથી માર માર્યા બાદ આરોપીઓ અલય ઉર્ફે કુંવરનું અલ્ટો કારમાં અપહરણ કરી નાસી ગયા હતા. બીજી બાજુ ગંભીર રીતે ઘવાયેલા પિયુષને 108 મારફત સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

  આ બનાવની જાણ થતા શાપર-વેરાવળના પોલીસ અને LCB નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઓનર કિલીંગની આ ઘટનાને ધ્યાને લઈ મોડી રાત સુધી કોમ્બીંગ કરી અપહરણનો ભોગ બનેલી અલય ઉર્ફે કુંવરને છેડાવી હતી. અને આરોપી વિહળ આલા માલાણી, રાદેવ જેહળ માલાણી અને સિનો વિભાભાઈ વાલાની અટકાયત કરી વિશેષ તપાસ હાથ ધરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લેતા પોતે આચરેલા ગુનાહિત કૃત્યના કારણે અફસોસ પણ થઈ રહ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. હાલ તો પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવી સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્ટ કરવાની કામગીરી કરશે. હત્યાના બનાવથી 3 પરીવાર વિખેરાયા છે. એક પરીવારે પોતાનો દિકરો ગુમાવ્યો, મૃતકની પત્નીએ પોતાનો પતિ ગુમાવ્યો અને હત્યા કરનાર લોકો જેલમાં જવાથી તેમનો પરીવાર પણ નોધારો બન્યો છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Latest News Rajkot Crime, Rajkot crime news, ગુજરાત, રાજકોટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन