Home /News /rajkot /

રાજકોટ : સિંહ કૂતરાની દોસ્તીનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ, તમે પણ થઇ જશો આશ્ચર્યચકિત

રાજકોટ : સિંહ કૂતરાની દોસ્તીનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ, તમે પણ થઇ જશો આશ્ચર્યચકિત

સિંહ અને કૂતરાનો વાયરલ વીડિયો

Rajkot News: ખુબ જ રેરેસ્ટ ઓફ ધી રેર કિસ્સામાં આ પ્રમાણે સિંહ અને કૂતરા એક બીજાને સાથે સાથે ફરતા દેખાય છે.

રાજકોટ : તાજેતરમાં જ રાજકોટ (Rajkot) જિલ્લાના લોધીકા તાલુકામાં સિંહે ધામા નાખ્યા હોવાનું સામે આવ્યું હતું.  ત્યારે રાજકોટથી માત્ર ત્રીસ કિ.મી. દૂર સિંહે ધામા નાખતા મોટી સંખ્યામાં ગ્રામજનો સિંહને જોવા ઉમટી પડ્યા હતા. ત્યારે પ્રત્યક્ષદર્શીઓએ સિંહની મોમેન્ટના કેટલાક વીડિયો તેમજ ફોટો પણ પાડ્યા છે. જેમાં એક ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો છે. જે વીડિયોમાં સિંહની સાથે કુતરું  (Rajkot lion dog viral video) એક મિત્રની માફક તેની પાછળ પાછળ દોડી રહ્યું હોય તેવું કેમેરામાં કેદ થયુ છે. આમ, સિંહ કુતરાની દોસ્તીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરથી ત્રીસ કિ.મી.દૂર આવેલા લોધિકાના જુની મેગણી ગામે બે દિવસ પૂર્વે રાત્રીનાં સિંહ જોવા મળ્યો હતો. જે બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હાલ ઉનાળુ પાકનું રક્ષણ કરવા ખેડૂતો વાડીએ જતાં હોય છે. ત્યારે લોધિકા પંથકમાં સિંહ આવી જતા લોકોમાં ફફડાટ પણ જોવા મળ્યો હતો. જેના કારણે લોકોએ સ્થાનિક આગેવાનો મારફત. વનવિભાગ દ્વારા સિંહને સતત ટ્રેક કરવામાં આવી રહ્યો હતો.

આ પણ વાંચો - ગીર જંગલના પાંચ વર્ષના દ્રષ્ટિહીન સિંહને નેત્રમણી આરોપણથી મળી નવી દ્રષ્ટિ, જાણો આખો કિસ્સો

મીડિયા સાથેની વાતચીતમાં વનવિભાગના અધિકારી સંદિપકુમારે જણાવ્યું છે કે, સિંહને ગીર અભ્યારણ ખાતે પરત મોકલવામાં આવ્યો છે. લોધિકાના સાંગણવા ગામ નજીક એક કાળા કલરનો કુતરો સિંહની સતત આજુબાજુ રહેતો જોવા મળ્યો છે. ખૂબ જ આશ્ચર્યની વાત છે કે, એક કૂતરો કોઈપણ જાતના ભય વગર સિંહની આજુબાજુ ફરતો જોવા મળ્યો હોય.



ખુબ જ રેર ઓફ ધી રેર કિસ્સામાં આ પ્રમાણે સિંહ અને કૂતરા એક બીજાને સાથે સાથે મુવ થતા હોય તેવું જોવા મળતું હોઈ છે. બની શકે કે, કૂતરાએ સિંહને આ પૂર્વે ક્યારેય પણ ન જોયો હોય જેના કારણે તે સિંહની સાથે સાથે ફરી રહ્યો હોય. તો બીજી તરફ સિંહને પણ કૂતરાથી કોઈ ખતરો લાગી રહ્યો ન હોવાથી તે પણ તેને સાથે સાથે મુવ કરવા દેતો હોય
Published by:Kaushal Pancholi
First published:

Tags: Viral videos, ગુજરાત, રાજકોટ

આગામી સમાચાર