Home /News /rajkot /રાજકોટ: કેવી રીતે ખાડામાં ખાબક્યો હતો યુવક? ઘટનાના Live CCTV

રાજકોટ: કેવી રીતે ખાડામાં ખાબક્યો હતો યુવક? ઘટનાના Live CCTV

આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

Rajkot Live CCTV: રાજકોટમાં ખાડામાં ખાબકતા એક યુવકની ગઈકાલે મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

રાજકોટ: રાજકોટમાં ખાડામાં ખાબકતા એક યુવકની ગઈકાલે મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે છે. CCTVમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, મૃતક યુવક સ્પીડથી પસાર થઈ રહ્યો હતો. બાઈકની સ્પીડ વધુ હોવાથી અન્ય બાઈક ચાલકને ટક્કર મારી હતી. જ્યારે અન્ય બાઈકચાલક સાથે અથડાતા મૃતક યુવક ખાડામાં પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મૃતકના પિતાની ફરિયાદ

રાજકોટ શહેરમાં શુક્રવારના રોજ ખાડામાં પડવાથી એકના એક પુત્રનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે મૃતકના પિતા અશ્વિનભાઈ ઠક્કર દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં જવાબદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે મહાનગરપાલિકાના જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં સ્કૂલ પાસેના ખાડામાં પટકાતા ધોરણ 3ના વિદ્યાર્થીનું મોત

ખાડો શા માટે ખોદવામાં આવ્યો હતો?

તપાસ અંતર્ગત ખાડો શા માટે ખોદવામાં આવ્યો હતો? કોના કહેવાથી ખોદવામાં આવ્યો હતો? ક્યા અધિકારી કે કર્મચારીનું સુપર વિઝન હતું? ખાડો ખોદવામાં આવ્યા બાદ સેફટી ના સંસાધનો જરૂરિયાત મુજબના ગોઠવવામાં આવ્યા હતા કે કેમ? મહાનગરપાલિકાના અધિકારી કે કર્મચારીની બેદરકારી છે કે કેમ? કામ કરનારી એજન્સીની બેદરકારી છે કે કેમ, તે સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવશે. આજ રોજ ગાંધીગ્રામ પોલીસ દ્વારા મહાનગરપાલિકા પાસેથી કેટલીક માહિતી પણ માંગવામાં આવશે. જે માહિતીની છણાવટ કર્યા બાદ ગાંધીગ્રામ પોલીસ આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરી શકે તેમ છે.

શું બન્યો હતો બનાવ?

હર્ષ ઠક્કર નામનો યુવાન પોતાની ઓફિસે જઈ રહ્યો હતો તે સમયે 150 ફૂટ રીંગ રોડ ઉપર રહ્યા ટેલિફોન એક્સચેન્જથી ઇન્દિરા સર્કલ તરફ જતા રસ્તે એક ખાડામાં તે ખાબકયો હતો. ખાડામાં પડવાથી તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળ પર જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર મામલે મૃતકના પિતા અશ્વિનભાઈ ઠક્કરને જાણ થતા તેઓ પણ થોડીકવાર સુધી બેશુદ્ધ બની ગયા હતા. જેના કારણે તેઓને પણ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલા ઇમરજનસી વિભાગમાં સારવાર આપવામાં આવી હતી. મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પોલીસ દ્વારા પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ ઘટના સ્થળે જરૂરી પંચનામાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જે જગ્યાએ બનાવ બન્યો ત્યાં ખાડાની ફરતે માત્ર સેફટી રીલ જ લગાવવામાં આવી હતી. બનાવ બન્યા ની ગંભીરતા જણાતા ખાડાની ફરતે બેરીકેટ લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Accident CCTV, Gujarat News, Rajkot News