Home /News /rajkot /રાજકોટ: અભ્યાસ માટે ગામ છોડી શહેરમાં આવ્યા, પુત્ર આવ્યો બોર્ડમાં ફર્સ્ટ

રાજકોટ: અભ્યાસ માટે ગામ છોડી શહેરમાં આવ્યા, પુત્ર આવ્યો બોર્ડમાં ફર્સ્ટ

ભાડાના મકાનમાં રહી દીકરાને અભ્યાસ કરાવ્યો, હવે પુત્ર બોર્ડમાં આવ્યો ફર્સ્ટ

પુત્રના અભ્યાસ માટે ખેતી કામ કરનારા પિતા રાજકોટ આવ્યા, અહીં ભાડાના મકાનમાં રહી દીકરાને અભ્યાસ કરાવ્યો, હવે પુત્ર બોર્ડમાં આવ્યો ફર્સ્ટ

રાજકોટ: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ આજ રોજ ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજ રોજ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાનું પરિણામ 72.74% જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટના પૂજિત રૂપાણી ટ્રસ્ટના વિદ્યાર્થી રુદ્ર ગામીએ બોર્ડમાં 99.99PR સાથે બોર્ડમાં પોતાનો ડંકો વગાડ્યો છે. પુત્રના અભ્યાસ સાથે તાલાલા ખાતે ખેતી કામ કરનારા પિતા છોડી રાજકોટમાં ભાડાના મકાનમાં રહી દીકરાને અભ્યાસ કરવા આવ્યા હતા.

રુદ્ર ગામીની એન્જિનિયર બનવાની ઈચ્છા

ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રુદ્રગામીએ જણાવ્યું હતું કે, મારા પિતા ખેતી કામ કરતા હોવા છતાં મારા અભ્યાસ માટે તેઓ રાજકોટમાં મકાન ભાડે રાખીને રહેતા હતા. સાથે જ ધોળકિયા સ્કૂલના સંચાલકો દ્વારા અમારી આર્થિક પરિસ્થિતિને ધ્યાન રાખીને મને છેલ્લા ત્રણ વર્ષથી વિના મૂલ્ય શિક્ષણ આપવામાં આવ્યું છે. શાળાના સમય ઉપરાંત પણ ઘરે હું વાંચન કરતો હતો. જ્યારે મને અભ્યાસમાં મુશ્કેલી પડતી હતી. ત્યારે ત્યારે શાળાના શિક્ષકો મને સપોર્ટ કરતા હતા. જેના કારણે જ મને આ સફળતા પ્રાપ્ત થઈ છે. રુદ્ર ગામીને આગામી સમયમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન મેળવીને એન્જિનિયર બનવાની ઈચ્છા છે.

આ પણ વાંચો: પરિશ્રમનું પરિણામ: માતાની બીમારી દૂર કરવા દીકરી બનશે ડોક્ટર

શું કહે છે રુદ્રના પિતા?

આ તકે પિતા જીતેન્દ્રભાઈ ગામીનું કહેવું છે કે, હું ખેતી કામ કરતો હતો. પરંતુ છેલ્લા કેટલાય સમયથી હું રાજકોટની ખાનગી ઓફિસમાં નોકરી કરું છું. આજે મારા દીકરાનું પરિણામ આવ્યું છે. જેનાથી અમે તમામ લોકો ખુશ છીએ. શાળાએથી અભ્યાસ કરવામાં આવતો હતો તેનું રિવિઝન રુદ્ર ઘરે આવીને નિયમિત કરતો હતો. ત્યારે રુદ્રની જાત મહેનતના પરિણામથી પરિવારના સૌ કોઈ લોકો ખુશ છે.


રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પરિવાર દ્વારા સંચાલિત પૂજિત રૂપાણી ટ્રસ્ટના રુદ્રગામીના પરિણામથી સૌ કોઈ ખુશખુશાલ છે. ટ્રસ્ટની ઓફિસ ખાતે ખુદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી બાળકને મળવા પહોંચ્યા હતા અને પરિવારજનોના મોં મીઠા કરાવ્યા હતા.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Rajkot News, SSC RESULT

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો