આજે રાજકોટ જીલ્લાના ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં ખેડૂતોની સાથે ભાદર-2 ડેમની કચેરીને આજે તાળાબંધી કરવાનો કાર્યક્રમ હતો. જેમાં લલિત વસોયાની અટકાયત કરી લેવામાં આવી છે. જેના પગલે રેલીમાં ખેડૂતો અને પોલી વચ્ચે પણ સંઘર્ષનો માહોલ સર્જાયો હતો.
સરકારે પાણી બંધ કરાયુ છે તે માટે ખેડૂતોને પોતાનો પાક નષ્ટ થશે તેવી ભીતિ છે. આ પહેલા પણ વસોયાએ સરકારને પત્ર લખીને જણાવ્યું હતુ કે અપુરતા વરસાદને કારણે ખેડુતોનો ઉભો માલ સુકાઈ રહયો છે.
આ સ્થળે કોઇપણ અરાજકતા ન ફેલાય તે માટે પોલીસ બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે સિંચાઇનું પાણી ખેડૂતોને આપવામાં આવશે,
ધોરાજીમાં આવેલ ભાદર 2 ડેમ જેતપુરનાં કેમીકલ યુક્ત પાણીથી ભરેલો છે. હાલ કેનલ દ્વારા ખેડુતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવે છે શિયાળુ પાક માટે પાણી છે. પીવાના પાણી માટે અનામત રાખવામાં આવે તો પણ પાણીનો સરપ્લસ જથ્થો ડેમમાં ઉપલબ્ધ છે. તો ખેડૂતોને પાણી મળવું જોઇએ તેમની સાથે અન્યાય થવો ન જોઇએ.
લલિત વસોયાએ આજે આ અંગે વાત કરતા અમારી ટીમને જણાવ્યું કે, 'ઉપલેટાની ફરતે જ્યાં ગામમાં આવવાનો રસ્તો છે ત્યાં એટલા બધા પોલીસ ખડકી દેવામાં આવ્યાં છે કે જાણે કોઇ આતંકવાદી ઘુસવાનાં હોય. જ્યાં ખેડૂતો ભેગા થવાનાં છે ત્યાં 500થી વધારે પોલીસને સુરક્ષા માટે મુકી દેવામાં આવ્યાં છે. સરકીટ હાઉસમાં ખેડૂતોને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પોલીસ સાથે સંઘર્ષ ન થાય તે માટે એવુ અમે પણ ઇચ્છીએ છીએ. ખેડૂતોનાં આ વ્યાજબી પ્રશ્નને સરકાર પોલીસ તંત્રનો દૂરપયોગ કરીને આ આંદોલનને ખેડૂતોનાં અવાજને કચડી દેવાનો પ્રયત્ન કરી રહી છે. '
સર્કિટ હાઉસ પાસે પોલીસ બંદોબસ્ત
નોંધનીય છે કે લલિત વસોયાએ સિંચાઈ મંત્રીને પણ પત્ર લખ્યો હતો. જેમાં તાત્કાલિક પાણી છોડવા માટે માંગણી કરી હતી અનેક વખત ડેપ્યુટી ઇનજનીયર સરકલમાં રજુઆત કરી હતી. છતાં ખેડુતો વ્યાજબી રજુઆત દરખાસ્ત ગાંધીનગર સુધી પહોંચી ન હતી તેવુ પણ તેમણે જણાવ્યું હતું.