Home /News /rajkot /

રાજકોટ: રાજકીય નેતા કિન્નાખોરી રાખતા હોય તે પ્રકારની પોસ્ટ મૂકવી ભારે પડી, ASI થયા સસ્પેન્ડ

રાજકોટ: રાજકીય નેતા કિન્નાખોરી રાખતા હોય તે પ્રકારની પોસ્ટ મૂકવી ભારે પડી, ASI થયા સસ્પેન્ડ

સસ્પેન્ડ થયેલા ASI

Rajkot ASI Suspend: આ મામલે શહેર પોલીસ કમિશનર (Rajkot police commissioner) તરફથી તપાસના પણ આદેશ આપવામાં આવ્યા હતા. હિતેન્દ્રસિંહ ઝાલાએ પોતાની પોસ્ટમાં રાજકીય નેતા તેમને પ્રતાડિત કરતા હોય તે પ્રકારનું લખાણ લખ્યું હતું.

રાજકોટ: પુષ્પા ફિલ્મ (Pushpa movie) જ્યારથી આવી છે ત્યારથી ફિલ્મનો એક ડાયલોગ "ઝુકેગા નહિ સાલા" ખૂબ સાંભળવા મળી રહ્યો છે. આ ડાયલોગ આજ સુધી લોક જીભે રમતો જોવા મળે છે. તાજેતરમાં રાજકોટ શહેર પોલીસ (Rajkot city police)માં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ ઝાલા (Hitendrasinh Zala) નામના કર્મચારીએ Facebookમાં પોસ્ટ મૂકી હતી. ફેસબુકમાં પોસ્ટ મૂક્યા બાદ ગણતરીની મિનિટોમાં પોસ્ટ ડિલીટ પણ કરી નાખી હતી. જોકે, એ.એસ.આઈ પોસ્ટ ડિલીટ કરી તે પૂર્વે કેટલાક લોકોએ તે પોસ્ટનો સ્ક્રીન શોટ પાડી લીધો હતો. આ પોસ્ટનો સ્ક્રીન શોટ બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આ મામલે શહેર પોલીસ કમિશનર (Rajkot police commissioner) તરફથી તપાસના પણ આદેશ આપવામાં આવ્યા હતા. હિતેન્દ્રસિંહ ઝાલાએ પોતાની પોસ્ટમાં રાજકીય નેતા તેમને પ્રતાડિત કરતા હોય તે પ્રકારનું લખાણ લખ્યું હતું. જે બાબતે ખાતાકીય તપાસ દરમિયાન ચર્ચાતી વાત મુજબ હિતેન્દ્રસિંહ ઝાલાને પૂછવામાં આવ્યું હતું કે, રાજકીય નેતા કોણ? કઈ રીતે તેઓ તમને હેરાન કરે છે? તમારી અને રાજકીય નેતા વચ્ચે શું સંબંધો હતા?

કયા કારણે સસ્પેન્ડ થયા તેનો ફોડ ન પડાયો


ફેસબુકમાં પોસ્ટ મૂક્યાના ગણતરીના દિવસોમાં કુવાડવા પોલીસ (Kuvadva Road Police Station) ખાતે ફરજ બજાવનારા ASI હિતેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોઈ તેવી વિગત સામે આવી છે. હિતેન્દ્રસિંહ ઝાલાને ફેસબુક પોસ્ટ મૂકવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે અન્ય કોઈ કારણોસર તે અંગે હજુ સુધી ઊચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો.

આ પણ વાંચો: રાજકોટ: પટેલ વિહારના માલિક અને તેના ભાઈઓએ કઈ રીતે કરી હતી પ્રગતિ

એક સમયે રાજકારણીની ખૂબ નજીક હતા એએસાઈ


ચર્ચાતી વાતો મુજબ હિતેન્દ્રસિંહ ઝાલા જે રાજકીય નેતાની વાત કરી રહ્યાં છે તે મંત્રી હોવાનું સામે આવી રહ્યું છે. એક સમયે હિતેન્દ્રસિંહ ઝાલા મંત્રી અને એક કોર્પોરેટરની નજીકના સાથી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે, છેલ્લા ઘણા સમયથી હિતેન્દ્રસિંહ ઝાલા તેમજ મંત્રીના નજીકના માણસ વચ્ચે કોઈ બાબતને લઈ ખટરાગ ચાલી રહ્યો છે. એક સમયે એક જ થાળીમાં પ્રસાદ ગ્રહણ કરનારાઓ કોઈ કારણોસર એક બીજાની સામ સામે છેલ્લા કેટલાય સમયથી આવી ગયા છે.

આ પણ વાંચો: રાજકોટની પ્રસિદ્ધ પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિકે કર્યો આપઘાત

હમે આપકે સાથ હૈ!


સમગ્ર મામલો શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતા તેમણે પણ કડક ખાતાકીય પગલાં લઈ બે મેસેજ આપ્યા છે. એક મેસેજ શહેર પોલીસને શિસ્તભંગ કોઈ કાળે પાલવી લેવામાં નહીં આવે. બીજું કે મંત્રીજી અને તેમના ખેમામાં પણ એક મેસેજ પહોંચાડવામાં આવ્યો છે કે હમ આપકે સાથ હૈ!
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Facebook, ગુનો, પોલીસ, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन