Home /News /rajkot /Exclusive Video: યુક્રેનનાં પોલેન્ડથી સૌપ્રથમ પરત ફરેલી રાજકોટની ક્રાંજ ગોસ્વામીના શબ્દોમાં જાણો, ‘હૈયું કંપાવનાર’ યુદ્ધના વિનાશ સ્થિતિ

Exclusive Video: યુક્રેનનાં પોલેન્ડથી સૌપ્રથમ પરત ફરેલી રાજકોટની ક્રાંજ ગોસ્વામીના શબ્દોમાં જાણો, ‘હૈયું કંપાવનાર’ યુદ્ધના વિનાશ સ્થિતિ

X
રાજકોટ:

રાજકોટ: યુક્રેનનાં પોલેન્ડ માર્ગેથી સૌપ્રથમ પરત ફરેલી ક્રાંજે વર્ણવ્યો યુદ્ધનો આંખે દેખ્યો અહેવાલ

ભારત સરકાર (Government of India) દ્વારા ભારતીય છાત્રોને ઓપરેશન ગંગા હેઠળ પરત લાવવામાં આવી રહ્યા છે. રાજકોટનાં (Rajkot) ભગવતીપરા વિસ્તારમાં રહેતી ક્રાંજ ગોંસાઈ સૌપ્રથમ પોલેન્ડ માર્ગેથી (Poland) પરત ફરી છે.

  મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : રશિયા અને યુક્રેન (Russia and Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારત સરકાર (Government of India) દ્વારા ભારતીય છાત્રોને ઓપરેશન ગંગા હેઠળ પરત લાવવામાં આવી રહ્યા છે. રાજકોટનાં (Rajkot) ભગવતીપરા વિસ્તારમાં રહેતી ક્રાંજ ગોંસાઈ સૌપ્રથમ પોલેન્ડ માર્ગેથી (Poland)પરત ફરી છે. અને પરત ફરતાની સાથે તેણીએ ન્યુઝ 18 સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેણે યુદ્ધની (War) શરૂઆતથી લઈ પોતાના પરત ફરવા સુધીના દિલધડક અનુભવો વર્ણવ્યા હતા. અને યુક્રેન (Ukraine) ખાતેની હાલની પરિસ્થિતિનો સંપૂર્ણ ચિતાર રજુ કર્યો હતો. ક્રાંજની (kranj Goswami) વાતચીત સાંભળીને તમે પણ તમારા ધબકારા ચુકી જશો તે નિશ્ચિત છે.


  ક્રાંજનાં જણાવ્યા મુજબ, 24 ફેબ્રુઆરીથી અમારો અભ્યાસ ઓનલાઈન કરી દેવાયો હતો. અને અમને જણાવાયું હતું કે સાયરનનો અવાજ સંભળાય એટલે નજીકનાં શેલ્ટરમાં જતા રહેજો. જો કે અમને શેલ્ટર અંગેની જાણકારી નહીં હોવાથી અમે ત્યાંના લોકલ લોકોની પાછળ-પાછળ ત્યાં પહોંચ્યા હતા. અને ત્યાં પણ મિસાઈલોનાં અવાજ સાંભળી ખૂબ ડરી ગયા હતા. ત્યારબાદ અમે સેઈફ હોવાનું જણાવતા અમે અમારા ઘરે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પણ સતત ભયનાં ઓથાર હેઠળ જેમતેમ રાત પસાર કરી હતી.


  બીજા દિવસે અમે સ્વદેશ પરત ફરવાનું નક્કી કર્યું અને માટે બસ બુક કરાવવાનો નિર્ણય પણ વિદ્યાર્થીઓ દ્વારા સાથે મળીને લેવામાં આવ્યો હતો. પરંતુ બસે અમને બોર્ડરથી 40 કીમી દૂર છોડી દીધા, કારણ કે, ત્યાં આગળ ખૂબ ટ્રાફિક હોવાને કારણે બસ જવી શક્ય નહોતી. જેને પગલે અમે આખી રાત પગપાળા ચાલીને ફર્સ્ટ ચેકપોસ્ટ પર પહોંચ્યા હતા. જ્યાં યુક્રેનનાં ગાર્ડ્સને'ઇન્ડિયન્સ આર નોટ એલાઉડ' કહેવામાં આવી રહ્યું હોવા છતાં માંડ અમે ચેકપોસ્ટ ક્લિયર કરી હતી. દરમિયાન અમારી પાસે ખાવા-પીવા માટેની પણ કોઈ સગવડ નહોતી.


  આ પણ વાંચો: લાઇવ રિપોર્ટિંગ દરમિયાન કીવમાં થયો જોરદાર બ્લાસ્ટ, પત્રકાર ભાગ્યો, જુઓ Video

  સેકન્ડ બોર્ડર પાસે પહોંચ્યા ત્યારે અમારી પાસે રહેલું પાણી ભારે ઠંડીને કારણે બરફ બની ગયું હતું. તેમજ અમારી પાસે કોઈ નાસ્તો પણ નહોતો. જેને લઈ અમે ત્યાં પાણીની માંગ કરી હતી. પરંતુ ત્યાં અમારું કોઈ સાંભળવા તૈયાર નહોતું. છતાં પણ અમે સ્થિતિમાં 7 કલાક ઉભા રહ્યા હતા. અને ત્યારબાદ અમારો વારો આવ્યો હતો. ત્યાંથી અમને ફરી 'ઇન્ડિયન્સ આર નોટ એલાઉડ' કહીને અંદર જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. જો કે મારા માતા-પિતાનાં આશીર્વાદ અને ભગવાનની કૃપાથી તેમણે મને એકલીને અંદર જાવા દીધી હતી.


  આ પણ વાંચો: સુરતઃ ગ્રીષ્મા હત્યા કેસ અંગે સુરત કોર્ટમાં નવ પંચનામા, 18 સાક્ષીઓની જુબાની લેવાઈ

  જો કે ત્યાં વિઝાની લાઈનમાં સારી વ્યવસ્થા હતી. ત્યાં લોકોએ મને પાણી અને નાસ્તો આપ્યો હતો. જેને લઈને લાઈનમાં હું 12 કલાક ઉભી રહી શકી હતી. મારા વિઝામાં સ્ટેમ્પ લાગતા મેં મારા અન્ય મિત્રોને પણ જાણ કરી હતી. જેને લઈને બાદમાં માત્ર ગર્લ્સને એલાવ કરવમાં આવી હતી. જો કે પોલેન્ડમાં ઇન્ડિયન એમ્બેસી તરફથી કોઈ નહોતું. કારણ કે, તેઓને જાણ નહોતી કે બોર્ડર પરથી ભારતીય છાત્રોને પ્રવેશ મળી રહ્યો છે. બાદમાં હું મારા ત્યાં રહેતા એક અંકલ બ્રીજેશ નંદાણીના ઘરે પહોંચી હતી. જેમણે મારો ખૂબ ખ્યાલ રાખ્યો હતો.


  આ પણ વાંચો:  Gujarat Budget: બોટાદ, જામખંભાળીયા અને વેરાવળમાં બનશે નવી મેડિકલ કૉલેજ
  " isDesktop="true" id="1185361" >

  એક દિવસ ત્યાં રહ્યા બાદ ઇન્ડિયન એમ્બેસીને જાણ કરી હતી. અને દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ પણ આવી ચુક્યા હોય એમ્બેસી દ્વારા ત્યાં બસો પણ મોકલવામાં આવી હતી. યુક્રેનમાં ભારતીય તંત્રની બેદરકારી, યુદ્ધ વચ્ચે રાત્રે 40 કીમી ચાલીને પોલેન્ડ પહોંચેલી રાજકોટની ક્રાંજ સહિત 50 યુવતિઓ જાણો કેવી રીતે રઝળી
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Exclusive interview, Rajkot city, રાજકોટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन