મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: હાલ ઉનાળા (Summer) નો ધોમધખતો તાપ પડી રહ્યો છે. ત્યારે સૌ કોઈને બરફના ગોલા (Ice Gola)ખાવાનું મન થાય છે. પરંતુ તમે જાણો છો કે બરફમાં પણ બે પ્રકારના આવે છે. જેમાં એક ગોલામાં વપરાતો બરફ (Eating ice)અને બીજો ઇન્ડસ્ટ્રીયલ બરફ (Industrial ice) નો સમાવેશ થાય છે. રાજકોટ (Rajkot) માં બરફ બનાવતી પાંચ ફેક્ટરી (Ice factory) આવેલી છે.
આ ઉપરાંત જેમના ઘરે ફ્રીઝ નથી તેઓ બજારમાંથી છૂટક બરફ લઈ છાશ, શરબત અને પાણી ઠંડુ કરવામાં ઉપયોગ કરે છે. પરંતુ આ બરફ ઇન્ડસ્ટ્રીયલ નથીને તે પણ જાણવું આવશ્યક છે. ખાવામાં વપરાતા બરફ અને ઇન્ડસ્ટ્રીયલ બરફ વિશે શું ફરક હોય છે. ભૂલથી પણ ઇન્ડસ્ટ્રીયલ બરફ ખાશો તો બિમારીમાં સપડાય શકો છો. આ વિશે રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) ના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકડ રાઠોડે ખાસ વાત કરી હતી.
આઇસ ફેક્ટરી પાસે ફૂડ સેફ્ટીનું લાઇસન્સ હોવું જોઈએ
ડો.પંકડ રાઠોડે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં બરફના ગોલા, શેરડીનો રસ, જ્યુસનું લોકો વધારે સેવન કરે છે. તેમજ ફ્રીઝ નથી તેવા લોકો ખાદ્ય ચીજવસ્તુઓને ઠંડી કરવા બજારના બરફનો ઉપયોગ કરે છે. આઇસ ફેક્ટરીમાંથી આ બરફ આવતો હોય છે.
આઇસ ફેક્ટરી પાસે ફૂડ સેફ્ટીનું લાઇસન્સ હોવું જોઈએ. આઇસ ફેક્ટરીની અંદર પાણી વપરાય છે તેનું બેક્ટોરોજીકલ અને કેમિકલ પરીક્ષણ થવું જોઈએ. સાથેસાથે પ્યૂરીફાઇ થયેલું પાણી હોવું જોઇએ. આઇસ ફેક્ટરીની અંદર આઇસ બનાવવામાં આવે તેના ખાના કાટરહિત હોવા જોઇએ.
ઇન્ડસ્ટ્રીયલ બરફ ઉત્પાદકોએ બોર્ડ દર્શાવવું જરૂરી
ડો.પંકડ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, આઇસ ફેક્ટરી જેને બરફ ડિલ કરે છે તેની પાસે મેડિકલ સર્ટિફિકેટ હોવું જોઇએ. ઇન્ડસ્ટ્રીયલ બરફ હોય તો તેમા નિયમ છે કે, તેનું બોર્ડ દર્શાવવું જરૂરી છે. ખાવાનો બરફ છે તો તેનું વીલ આપવું જરૂરી છે. રાજકોટમાં પાંચ આઇસ ફેક્ટરી છે ત્યાં સમયાંતરે ચકાસણી કરવામાં આવે છે. આઇસ ફેક્ટરીની અંદર જ્યારે બરફનો લોડ નીકળે છે ત્યારે તેનું ક્લોરીફિકેશન ચેક કરવું જરૂરી છે.
ખાવાના બરફમાં પાણી હાઇજેનિક હોવું જોઇએ
ડો.પંકજ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, સાથેસાથે હાઇજેનિક છે કે નહીં તે પણ ચેક કરવું જરૂરી છે. અત્યારસુધીમાં રાજકોટની અંદર આવેલી પાંચ આઇસ ફેક્ટરીમાં કાર્યવાહી કરવામાં આવી છે. આઇસ ફેક્ટરીના માલિકોને આ અંગે માર્ગદર્શન પણ આપ્યું છે. પાણી જે વપરાય છે તે હાઇજેનિક અને સારું હોવું જોઇએ જેથી કરીને કોઈ રોગચાળો ઉત્પન્ન ન થાય.
રાજકોટમાં આઇસ ફેક્ટરી ધરાવતા બાબુભાઈ ત્રંબડિયાએ જણાવ્યું હતું કે, હું 10થી 12 વર્ષથી બરફનો ધંધો કરું છું. ખાવાના બરફમાં પહેલા તો પાણીને આરઓ પ્લાન્ટ કરવો પડે છે. બાદમાં ક્લોરિનેસ અને ટીડીએસ બધુ મેઇન્ટેન્સ કરવું પડે છે. ખાવાના બરફમાં પાણી એકદમ ચોખ્ખુ અને ફેક્ટરીમાં એકદમ ચોખ્ખાઇ હોવી જોઇએ. કારણ કે ખાવા માટે બરફ જતો હોય છે. જ્યારે ઇન્ડસ્ટ્રીયલ બરફમાં કોઈ પણ પ્રકારના આરઓ પ્લાન્ટની જરૂર નથી. તેમાં સાદા પાણીનો ઉપયોગ થાય છે. બંને વચ્ચે આ તફાવત છે. રાજકોટની અંદર 6 આઇસ ફેક્ટરી છે એ તમામ આરઓ પ્લાન્ટના જ છે. આ ફેક્ટરીમાંથી ઉત્પન્ન થતો બરફ ખાવાલાયક જ છે. જો લોકો ઇન્ડસ્ટ્રીયલ બરફ ખાઈજાય તો ઝાડા-ઉલટી થઈ જાય.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Rajkot city, Street food, રાજકોટ, રાજકોટના સમાચાર