Home /News /rajkot /Rajkot : ફિલ્મ 'તખુભાની તલવાર'નો જોરદાર વિરોધ, ક્ષત્રિય રાજપુત કરણી સેનાની ચેતવણી- ફિલ્મ રિલીઝ થઇ તો...

Rajkot : ફિલ્મ 'તખુભાની તલવાર'નો જોરદાર વિરોધ, ક્ષત્રિય રાજપુત કરણી સેનાની ચેતવણી- ફિલ્મ રિલીઝ થઇ તો...

ફિલ્મને લઈ કરણી સેનાએ વિરોધ નોંધાવ્યો

ફિલ્મને લઈને ગુજરાત પ્રદેશ કરણી સેનાના અધ્યક્ષ જે. પી. જાડેજાએ વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજની લાગણી દુભાવે તે પ્રકારની ફિલ્મ છે. જે ફિલ્મ રિલીઝ થતા સરકાર અટકાવે.

30 ડિસેમ્બરના રોજ તખુભા ની તલવાર નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે ફિલ્મને લઈ કરણી સેનાએ વિરોધ નોંધાવ્યો છે. ફિલ્મને લઈને ગુજરાત પ્રદેશ કરણી સેનાના અધ્યક્ષ જે. પી. જાડેજાએ વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજની લાગણી દુભાવે તે પ્રકારની ફિલ્મ છે. જે ફિલ્મ રિલીઝ થતા સરકાર અટકાવે.30 ડિસેમ્બર શુક્રવારના રોજ ગુજરાતી ફિલ્મ તખૂભાની તલવાર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ હરેશભાઈ પટેલ નામના નિર્માતા દ્વારા બનાવવામાં આવી છે. ત્યારે આ ફિલ્મને લઈ કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જે. પી. જાડેજાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તે પ્રકારના દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા છે. ત્યારે સરકારને વિનંતી છે કે તખૂભાની તલવાર નામની ફિલ્મ રિલીઝ થતા અટકાવવામાં આવે.આ પણ વાંચો :  Rajkot : ધોરાજીનું દંપતી નવા ઘરમાં પ્રવેશ કરે તે પૂર્વે જ નડ્યો અકસ્માત, પુત્રની સમક્ષ માતાએ તોડ્યો દમ

તેમણે કહ્યું કે, આ ફિલ્મમાં ક્ષત્રિય સમાજને નીચો દેખાડવામાં આવ્યો છે. આ દેશના પ્રથમ ગૃહ મંત્રીએ જ્યારે અખંડ ભારતના નિર્માણનું સ્વપ્ન સાકાર કરવાનો નક્કી કર્યું ત્યારે 562 રજવાડાઓએ પોતાનું યોગદાન આપ્યું હતું. ક્ષત્રિય સમાજનો ઇતિહાસ શોર્ય અને બલિદાન નો રહ્યો છે. ત્યારે આ પ્રકારની ફિલ્મ રિલીઝ થતા અટકાવવા માટે હવે સરકારને વિનંતી કરીએ છીએ. જો આ પ્રકારની ફિલ્મ રિલીઝ થશે તો રાજપુત કરણી સેના રોડ પર આવી ધરણા અને પ્રદર્શન પણ કરશે.ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પૂર્વે ફિલ્મ પઠાણને લઈ સુરતમાં પણ વિરોધ જોવા મળ્યો હતો. સુરતના કામરેજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય હિન્દુ સંગઠનો દ્વારા ફિલ્મ પઠાણને લઈ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તો દેશમાં કેટલીક જગ્યાએ શાહરુખ ખાન સહિતના એક્ટરોનું પૂતળાનું પણ દહન કરવામાં આવ્યું હતું. જ્યારે કે ફિલ્મ પઠાણ લઈ મધ્ય પ્રદેશ સહિતના રાજ્યમાં પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો.
Published by:Bansari Gohel
First published:

Tags: Karni sena, Latest News Rajkot, Rajkot News