Jadand Bleda Village fire accident : રાજકોટ શહેર તેમજ જિલ્લામાં દિવાળીની રાત્રે આગજનીની (Fire incidents in Rajkot) 21 જેટલી ઘટનાઓ ઘટી હોવાનું સામે આવ્યું છે. દિવાળીની રાત્રે ફટાકડાથી વોશિંગ મશીન, બાઈક, બુટ ચપલ ની દુકાન, પુઠાના કારખાના તેમજ નમકીનના ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે સોશિયલ મીડિયામાં હાલ જસદણ તાલુકાના બેલડા ગામ નો એક વિડિયો (Jasdan Belda Village Viral Video) વાઇરલ થયો છે. આ વીડિયો એટલા માટે ચેતવણીરૂપ છે, કારણ કે વીડિયોમાં જે ઘટના જોવા મળી તે તમારા હોશ ઉડાડી દેશે. અહીંયા ફટાકડા ફોડવા જતા એક યુવક આખે આખો (Youth Burnt from Fire crackers) સળગી ઉઠ્યો હતો. ઘટનાનો લાઇવ વીડિયો (Live video of Jasdan Belda Village) કેપ્ચપ થઈ જતા સમગ્ર બનાવ સામે આવ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ દિવાળીની રાત્રે જસદણ વિસ્તારના બેલડા ગામે કેટલાક યુવાનો ચોકમાં એકઠા થઇ ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારે પાંચ જેટલા યુવાનો એક સાથે ફટાકડા ફોડવા માટે ફટાકડાના ખાલી બોક્સ સૌપ્રથમ સળગાવ્યા હતા. ત્યારબાદ તેમાં ફટાકડાઓ પણ નાખ્યા હતા. જોતજોતામાં પાંચ પૈકી ચાર જેટલા યુવાનો દૂર જતા રહ્યા હતા.
ફટાકડા નાખતા જ ભડકો
જોકે એક યુવાન ફટાકડા ની પાસે જ રહી ગયો હતો. આ સમયે ફટાકડાના લીધે મોટો ભડકો થવાના કારણે નજીકમાં રહેલી યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. સારવાર અર્થે સૌપ્રથમ તેને જસદણ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ બર્ન્સ વિભાગ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ત્યારે યુવાનની હાલ શારીરિક કયા પ્રકારની પરિસ્થિતિ છે તે અંગે ચોક્કસ જાણકારી નથી મળી રહી. પરંતુ સૂત્રોનું માનીયે તો યુવકના શરીરના ઉપરના ભાગમાં દાઝી જવાના કારણે ખાસી એવી ઇજા પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે દિવાળીની રાત્રે સળગેલું રોકેટ પડતા ભારત બેકરી ના ત્રીજા માળે આગજની નો બનાવ સામે આવ્યો હતો. આગજનીના બનાવની જાણ થતાં તાત્કાલિક અસરથી ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક અસરથી આગ બુઝાવવાની કામગીરી પણ કરી હતી.
ગવલીવાડ વિસ્તારમાં એક મકાનમાં વોશિંગ મશીન તો નાણાવટી ચોક પાસે બાઈક સળગી ઊઠ્યું હતું જ્યારે કે પરા બજાર વિસ્તારમાં બુટ ચંપલ ની દુકાન માં પણ આગજનીનો બનાવ સામે આવ્યો હતો. આમ દિવાળીના પર્વે પર ઘટેલી આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.