Home /News /rajkot /રાજકોટ: પ્રેમમાં પાગલ યુગલની એક થવાની હતી હઠ, છેવટે ભર્યું અંતિમ પગલું

રાજકોટ: પ્રેમમાં પાગલ યુગલની એક થવાની હતી હઠ, છેવટે ભર્યું અંતિમ પગલું

પ્રતિકાત્મક તસવીર

Rajkot incident of suicide: રાજકોટના ઢાંઢીયા ગામમાં સજોડે આપધાતની ઘટના સામે આવી છે. અહીં પ્રેમી યુગલે આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

    રાજકોટ: રાજકોટના ઢાંઢીયા ગામમાં સજોડે આપધાતની ઘટના સામે આવી છે. અહીં પ્રેમી યુગલે આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રેમમાં પાગલ આ યુગલે સાથે રહેવાનું શક્ય ન લાગતાં આપધાત કર્યું હોવાનું જાળવા મળી રહ્યું છે. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

    મળતી માહિતી અનુસાર, રાજકોટ તાલુકાના ઢાંઢીયા ગામે પ્રેમી યુગલે આપધાત કરી લીધો છે. તેમણે ગામમાં આવેલી એક વાડીમાં સાથે આપધાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જે અંગે જાણ થતાં ગ્રામજનો અને સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન બન્નેએ દમ તોડ્યું છે. હાલ હોસ્પિટલ દ્રારા પીએમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જ્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

    આ પણ વાંચો: રાજકોટ: પોલીસ વાન અને બાઇક વચ્ચે થયો ધડાકાભેર અકસ્માત, એકનું મોત

    ઢાંઢીયા ગામમાં રહેતા ધનશ્યામ ઓળકીયા અને સોનલ બોરીયા એકબીજાના પ્રેમમાં પાગલ હતા. તેઓ લગ્ન કરી એક થવા માગતા હતા, પરંતુ પરિવારને આ મંજૂર ન હોતું. આ યુગલને લાગ્યું હતું કે તેમનો પરિવાર એક થવા નહીં દે, ત્યારે તેમણે અંતિમ નિર્ણય લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. આ યુગલે ઢાંઢીયા ગામમાં આવેલી વાડીમાં ઝેરી દવા પી ગટગટાવી લીધી હતી. જે બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બન્નેના મોત નિપજ્યા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Commited suicide, Crime news, Gujarat News, Rajkot News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन