Home /News /rajkot /

Rajkot: આઈસ્ક્રીમમાં વેજીટેબલ ફેટ અને કેન્ડીમાં પામોલિન તેલનો ઉપયોગ, થઈ શકે છે ફૂડ પોઇઝનિંગ

Rajkot: આઈસ્ક્રીમમાં વેજીટેબલ ફેટ અને કેન્ડીમાં પામોલિન તેલનો ઉપયોગ, થઈ શકે છે ફૂડ પોઇઝનિંગ

ફૂડ

ફૂડ વિભાગ દ્વારા તાજેતરમાં રાજકોટમાં 100 કિલો કેન્ડીનો નાશ કરાયો

રાજકોટમાં આરોગ્ય ટીમના ચેકિંગ દરમિયાન આઇસ્ક્રિમમાં મિલ્ક ફેટને બદલે વેજીટેબલ ફેટ મળી આવ્યું હતું જે ફૂડ પોઇઝનિંગને નોતરે છે. બીજી તરફ કેન્ડીમાં પામોલીન તેલનો ઉપયોગ થયાનું જાણવા મળ્યું હતું. આ કેન્ડી ખાવાથી ઝાડા-ઊલટી થઈ શકે છે. 

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: ઉનાળાની ઋતુ આવે એટલે ઠંડી વસ્તુ ખાવાની ઇચ્છા કોઈપણને થઈ જાય છે. હાલ તો 45 ડિગ્રી તાપમાન પડી રહ્યું છે ત્યારે આઇસ્ક્રિમ અને કેન્ડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, પરંતુ તમે જાણો છો કે, તમે જે આઇસ્ક્રિમ અને કેન્ડી ખાવ છો તે તમારા આરોગ્યને બગાડી શકે છે. કારણ કે, રાજકોટમાં આરોગ્ય ટીમના ચેકિંગ દરમિયાન આઇસ્ક્રિમમાં મિલ્ક ફેટને બદલે વેજીટેબલ ફેટ મળી આવ્યું હતું જે ફૂડ પોઇઝનિંગને નોતરે છે. બીજી તરફ કેન્ડીમાં પામોલીન તેલનો ઉપયોગ થયાનું જાણવા મળ્યું હતું. કેન્ડી ખાવાથી ઝાડા-ઊલટી થઈ શકે છે.


    આઇસ્ક્રિમ, કેન્ડી અને બરફ ગોલાનું ધૂમ વેચાણ


    અંગે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટ રંગીલુ શહેર છે. ખાસ કરીને ઉનાળુ વેકેશનની રજા છે. ગરમીને કારણે આઇસ્ક્રિમ, કેન્ડી અને બરફ ગોલા ખાવાનું પ્રમાણ ખૂબ વધે છે. સમયે લોકોનું આરોગ્ય જોખમાય છે. આથી અમારી આરોગ્ય ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. એક મહિનામાં અમારી ટીમે 8થી 10 જેટલા આઇસ્ક્રિમ સ્ટોકીસ્ટનું ચેકિંગ કર્યું છે. સિવાય 27 આઇસ્ક્રિમ પાર્લર અને દુકાનોમાં ચેકિંગ કર્યું છે.


    આઇસ્ક્રિમના પેકેટ પર ફ્રોઝન ડેટ અવશ્ય ચકાશો


    ડો.પંકજ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, આઇસ્ક્રિમની વાત કરીએ તો તેમાં મિલ્ક ફેટનો ઉપયોગ કરવામાં આવે છે જે દૂધમાં હોય છે. પરંતુ લેભાગુ તત્વો દ્વારા મિલ્ક ફેટને બદલે વેજીટેબલ ફેટ (ઓઇલમાંથી બનાવેલા ફેટ)નો ઉપયોગ કરવામાં આવે છે. કાયદા પ્રમાણે આઇસ્ક્રિમમાં વેજીટેબલ ફેટ આવે તો તેને ફ્રોઝન ડેટ કરીને દર્શાવવું જોઇએ. લોકોને પણ અપીલ છે કે, આઇસ્ક્રિમ ખરીદો ત્યારે પેક પર ફ્રોઝન ડેટ ચકાશે. સાથે સાથે મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ પણ ચકાશે.


    આ પણ વાંચો:રાજકોટ: પોલીસના દરોડા દરમિયાન ભાગવા જતાં યુવકનું હૃદય બેસી ગયું, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર


    તાજેતરમાં રાજકોટમાં 100 કિલો કેન્ડીનો નાશ કર્યો


    ડો.પંકજ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, સાથેસાથે કેન્ડીની વાત કરીએ તો 5થી 15 રૂપિયા સુધી સસ્તી વેચે છે. કેન્ડી અબાલ-વૃદ્ધ વધારે ખાય છે. આમાં પણ એકદમ ઘાટા કલરના અનહાઇજેનિક વસ્તુઓનો ઉપયોગ કરવો જોઇએ. જેનાથી આપણા આરોગ્યને નુકસાન કરે છે. હાલમાં અમારી ટીમ દ્વારા ત્રણ જગ્યાએથી કેન્ડીનું ઉત્પાદન કરતા કારખાનામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પામોલિન તેલનો ઉપયોગ થતો હતો. અત્યારસુધીની વાત કરીએ તો અમે 15 જેટલા આઇસ્ક્રિમ અને કેન્ડીના નમૂના લીધા છે. તેમજ 100 કિલો કેન્ડીનો નાશ કરવામાં આવ્યો હતો.

    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Rajkot News, રાજકોટ

    આગામી સમાચાર