Home /News /rajkot /રાજકોટ: ખુદ પતિએ 100 રૂપિયામાં પત્નીને મિત્રના હવાલે કરી, મહિલાએ વિરોધ કરતાં કરી હત્યા

રાજકોટ: ખુદ પતિએ 100 રૂપિયામાં પત્નીને મિત્રના હવાલે કરી, મહિલાએ વિરોધ કરતાં કરી હત્યા

પતિ, પતિના ભાઇ અને મિત્રે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી કરી નાંખી ઘાતકી હત્યા

Rajkot Crime: પતિ, પતિના ભાઇ અને મિત્રે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી કરી નાંખી ઘાતકી હત્યા

રાજકોટ: રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં મહિલાની આબરૂ લૂંટ્યા બાદ માથામાં રાપ મારી મોઢામાં ઝેર નાખી હત્યાના બનાવને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ નિષ્ફળ નિવડયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વાડી માલિકની સતર્કતાના કારણે ભાંડો ફૂટી જતાં પોલીસે ત્રણ જેટલા વ્યક્તિઓને સકંજામાં લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના અને છેલ્લા બે માસથી રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સોડવદર ગામે વાડીમાં રહી મજૂરી કામ કરતી મહિલાના મૃત્યુનો બનાવ સામે આવ્યો છે. મૃતક મહિલાના પરિવારજનોએ જણાવ્યું હતું કે, મહિલાનું મૃત્યુ થતાં શભ વતન લઇ જવું છે, જેથી વાડી માલિકને શંકા ગઈ હતી. જે બાદ વાડી માલિકે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે મૃતદેને ફોરેન્સિક પીએમ માટે પણ ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાનું મોત માથામાં ધારદાર હથિયાર મારવાના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. તેમજ પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાના મૃત્યુ મામલે તેનો પતિ કિશન તેનો ભાઈ રામસિંગ તેમજ તેનો મિત્ર રમેશ ઉર્ફે ભોલો જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ બન્યું લોહિયાળ, જાહેરમાં થયેલા ફાયરિંગમાં નિર્દોષનો લેવાયો ભોગ

પોલીસને મળેલી માહિતી અનુસાર, મૃતકનો પતિ કિશન તેમજ તેનો ભાઈ રામસિંઘ અને મિત્ર રમેશ ઉર્ફે ભોલો રાત્રે વાડીમાં નોનવેજ ખાધું હતું. ત્યાર બાદ ભોલાએ કિશનને કહ્યું હતું કે, મારે તારી પત્ની સાથે શરીર સંબંધ બાંધવો છો. કિશને ભોલાને પૂછ્યું હતું કે, તું કેટલા રૂપિયા આપીશ? જેના જવાબમાં કિશને કહ્યું હતું કે, હું સો રૂપિયા આપીશ. સો રૂપિયાનું કહેતા કિશન માની ગયો હતો અને બાદમાં ભોલો કિશનની પત્ની પાસે જતાં તેણે ભોલાને ધક્કા મારીને કાઢી મૂક્યો હતો. ત્યાર બાદ ભોલાએ મૃતકના જેઠ રામસિંઘને બોલાવી મૃતકના કપડા ફાડી નાખી વારાફરતી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ દરમિયાન મહિલાનો પતિ કિશન આવતા તેણે પણ પોતાની પત્ની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્રણે શારીરિક સંબંધ બાંધ્યા બાદ બહાર બેઠા હતા તે સમયે મહિલા લગ્ન હાલતમાં બહાર આવીને ગાળો આપી હતી. આ સમયે પતિ કિશને પોતાની જ પત્નીને માથાના ભાગે રાપ ઝીંકી લોહીલુહાણ કરી મૂકી હતી. ત્યાર બાદ મહિલાનું મોત નિપજતાં સમગ્ર બનાવને આપઘાતમાં ખપાવવા ખેતીની દવા તેના મોઢામાં નાખી દીધી હતી. જાણવા મળતી વિગતો અનુસાર, મહિલાના મોતથી તેના પાંચ સંતાનોએ માતાનું છત્ર ગુમાવ્યું હોવાનું સામે આવ્યું છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Rajkot News

विज्ञापन
विज्ञापन